વ્યક્તિએ પોતાની અલગ એક દુનિયા બનાવી છે. જેમાં કોઇ બીજું વ્યક્તિ તેની સાથે શારિરીક રીતે હાજર નથી હોતું. તે દુનિયા એટલે સોશિયલ મીડિયાની દુનિયા. અહીં તે પોતાના સ્વજનોથી દૂર બીજા લોકો સાથે કનેક્ટ થાય છે. હવે દરેક વ્યક્તિને ડિજીટલ વ્યસન થાય છે.

આપણી સંસ્કૃતિની એક પરંપરા છે. સવારે ઉઠીને જમણો હાથ જોઇને ભગવાનના દર્શન કરવા જોઇએ. પરંતુ હવે લોકો સવારે ઉઠતા જ હાથમાં મોબાઇલ લઇને ઇ-મેલ કે મેસેજ ચેક કરવા લાગે છે. બાથરુમમાં પણ મોબાઇલ લઇને જાય છે. જેની શોધ માણસના જીવનને સરળ બનાવવા થઇ હતી તેને માણસના જીવનને નષ્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. ત્યારે ડિજીટલ ડીટોક્સ શું છે ? તે કેમ જરુરી છે ? અને તેના શું ફાયદા છે ? તે આપણે અહીં જાણીશુ.

ડીટોક્સ એટલે શું ?

આ એક એવી પ્રક્રિયા છે. જેમાં ચોક્કસ સમયગાળામાં વ્યક્તિના શરીરને ઝેરી તત્વોથી (એવા પદાર્થો જે સ્વાસ્થય પર નકારાત્મક અસર કરે છે) દૂર રાખવામાં આવે છે. શરીર લીવર, કિડની, પાચન તંત્ર અને ત્વચા દ્વારા આ પદાર્થોને જાતે જ દૂર કરે છે. શરીરમાંથી આવા ઝેરી પદાર્થોને દૂર કરવાની પ્રક્રિયાને ડીટોક્સ કહેવામાં આવે છે.

વાંચો : Tanning દૂર કરવાના આસાન ઉપાયો

ડિજીટલ ડીટોક્સ એટલે શું ?

આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ સ્માર્ટફોન, ટેલિવિઝન, કમ્પ્યુટર, ટેબ્લેટ અને સોશિયલ મીડિયા સાઇટ્સ જેવા ટેકનિકલ ઉપકરણોનો ઉપયોગ કરવાનું ટાળવાનું છે. ડિજીટલ ઉપકરણોમાંથી “ડિટોક્સિંગ”ની પ્રક્રિયાથી ઘણીવાર જીવનમાંથી તણાવનો ઘટાડો અથવા વાસ્તવિક જીવનની સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળે છે.

ડિજીટલ ડીટોક્સની પ્રક્રિયા કેવી રીતે કરવી ?

અત્યારના સમયમાં જ્યારે દરેક કાર્યમાં કોમ્પ્યુટર કે લેપટોપની જરુર પડે છે ત્યારે, સ્ક્રીન ટાઇમથી સંપૂર્ણ દૂર રહેવું મુશ્કેલ છે. ત્યારે તમારે તમારે લંચ ટાઇમમાં ડેસ્કથી દૂર ક્યાંક જવું જોઇએ. રવિવારના દિવસે અમુક કલાકો સેટ કરીને એ સમયમાં મોબાઇલ અને ટેલિવિઝનનો ઉપયોગ ટાળીને પરિવાર સાથે સમય વિતાવવો જોઇએ.

વાંચો : નાની ઉંમરમાં વધતા ઘૂંટણના દુ:ખાવાના કારણો તથા સારવાર

એપમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળો

તમને પોતાની જાતનું વિશ્લેષણ કરો. જોવો કે, કઇ એપ તમારો સૌથી વધુ સમય લે છે. જેમકે, તમારા ફોનમાં ઇન્ટાગ્રામ અથવા ફેસબુક તમે વારંવાર ખોલો છે. તથા તમારો લાંબો સમય તેમાં મીમ જોવામાં અથવા રીલ્સ સ્ક્રોલ કરવામાં જોય છે. તો તેને એપમાં ઉપયોગ કરવાનું બંધ કરો. તમે તેને બ્રાઉઝરમાં ખોલો. તે પ્રક્રિયા કરતાં સમયે કદાચ તમને તેનાથી દૂર રહેવાનું યાદ આવશે. તેનો વપરાશ પણ ઘટી શકે છે. તે સમય તમે કોઇ ક્રિયેટીવીટીમાં કે તમને ગમતી કોઇ સારી પ્રવૃતિમાં પસાર કરી શકો છો.

ચોક્કસ સમય દરમિયાન ફોનથી દૂર રહો

રાત્રિના ભોજન પહેલાં એટલે કે, અંદાજે 9 વાગ્યાથી સવારના નાસ્તા સુધી અંદાજે સવારે 7 વાગ્યા સુધી તમારા ફોનને સ્વીચ ઓફ કરી લો. અથવા તમારા ફોનમાં આવતા નાઇટ મોડમાં ડુ નોટ ડિસ્ટર્બને ચાલુ કરી લો. જે તમારા ફોનમાં આવતી નોટિફિકેશન અને કોલ્સને રોકી લેશે. જેનાથી તમે તામારા ફોનથી દૂર રહી શકશો.

સ્ક્રીન ટાઇમ નક્કી કરો

ઘણા સ્માર્ટફોનમાં સ્ક્રીન ટાઇમ માટેની સમય મર્યાદા સેટ કરી શકાય છે. તેમાં તમે ડાઉનટાઇમ શેડ્યુલ કરી શકો છો. જેમાં માત્ર ફોન કોલ્સ અથવા ચોક્કસ એપ્લિકેશન્સને જ મંજૂરી આપી શકાય છે. તેમાં એપ્લિકેશન્સની સમય મર્યાદા હોય છે. આ રીતથી તમે અમુક સમયમર્યાદાથી વધારે ફોનનો ઉપયોગ કરશો તો તમારો જ ફોન વધુ ઉપયોગ ન કરવાનું યાદ અપાવશે.

વાંચો : જાણો, ડેન્ડ્રફને દૂર કરવાના સરળ ઉપાયો વિશે

ટેક્નોલોજી પ્રતિબંધિત એરિયા

ઘરમાં કેટલોક એવો એરિયા બનાવો જ્યાં ફોન ઉપર પ્રતિબંધ હોય. સૌ પ્રથમ તો ટોઇલેટ અથવા બાથરુમમાં ફોન લઇ જવાનું ટાળવું જોઇએ. જેમકે, ઘરમાં જો તમે બેડરૂમમાં જાઓ તો ત્યાં ફોનના ઉપયોગમાં પ્રતિબંધ લગાવો જોઇએ. જેથી તમે સારી ઉંઘ લઇ શકો અને ઉંઘમાં ખલેલ ના પડે. સૂવાના અડધો કલાક પહેલાં કંઇક સારા વાંચનની આદત કેળવવી જોઇએ.

અજાણતા જ નુકશાન

ટેક્નોલોજી તમારા માટે ફાયદાકારક છે. પરંતુ તેનો વધારે અને આડેધડ ઉપયોગ તમને અજાણતા જ ઘણુ નુકશાન પહોંચાડે છે. ટેક્નોલોજીનો સતત ઉપયોગના કારણે તમને સમસ્યા છે કે નહિ તે વચ્ચેનો તફાવત સમજવો ઘણો મુશ્કેલ કરી દે છે. અમુક સાઇટ્સ અથવા એપ્લિકેશન તમારા વર્તન અથવા લાગણીઓમાં દખલગીરી કરે છે. ઘણીવાર તમે ચિંતા અથવા ડિપ્રેશનનો શિકાર બની જાઓ છો.

મેન્ટલ હેલ્થ પર અસર

Mental Health

વધારે સમય ટેક્નિકલ દુનિયામાં રહેવાથી મેન્ટલ હેલ્થ પર ઘણી ખરાબ અસર પડે છે. તે મેન્ટલ હેલ્થને સુધારવા અને ડિપ્રેશનના શિકારથી બચવા આજના સમયમાં ડિજીટલ ડીટોક્સ ખૂબ જ જરૂરી બની ગયું છે.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.