Dungali na bhajiya Recipe | Onion Fritters Recipe | Onion Bhajji Recipe | Pyaz ke Pakode Recipe
ઝરમર-ઝરમર વરસાદ વરસતો હોય. મોબાઇલ, ટી.વી. કે સ્પીકરમાં એકદમ રોમેન્ટિક ગીતો વાગતા હોય. ત્યારે જ કોઇ તમારી આગળ ભજિયાની ડીશ મૂકે દે તો મજા જ પડી જાય. પરંતુ કોણ બનાવી આપે ? કંઇ વાંધો નહિ તમે જાતે જ બનાવતા શીખી જાઓ ભજિયા અને લીલા ધાણા (કોથમરી)-મરચાંની લીલી ચટણી બનાવતા.
સામગ્રી
- 4 મીડિયમ સાઇઝની ડુંગળી
- 6-7 લીલા મરચાં (Optional)
- 1 ચમચી આખા સૂકા ધાણા
- અડધી ચમચી અજમો
- અડધી ચમચી કાળા મરીનો પાવડર
- 1 ચમચો દહીં
- 1 કપ ચણાનો લોટ
- અડધી ચમચી ખાવાના સોડા
- 1 ચમચી લાલ મરચું
- મીઠું સ્વાદાનુસાર
ડુંગળીના ભજિયા બનાવવાની રીત –
સ્ટેપ 1
ડુંગળીને વચ્ચેથી કાપીને તેના 2 ભાગ કરો. તે ભાગની નાની-નાની સ્લાઇસ કરો. ત્યારબાદ તેને હાથ વડે મસળીને છૂટ્ટી પાડી દો. ત્યારબાદ ડુંગળીમાં મીઠું નાખીને પાણી છૂટે ત્યાં સુધી તેમ જ રાખો.
સ્ટેપ 2
ડુંગળીમાં પાણી છૂટે ત્યારબાદ તેમાં ધીમે-ધીમે ચણાનો લોટ ઉમેરો. તેમાં આખા સૂકા ધાણા, લીલા મરચાં, અજમો, કાળા મરીનો પાવડર ઉમેરો.
સ્ટેપ 3
તેમાં દહીં ઉમેરી તેનું બેટર બનાવો. જેમ-બને તેમ પાણીનો ઉપયોગ ઓછો કરવો અને બેટર ઢીલું ન થાય તેનું ધ્યાન રાખવું. તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરો. અડધી ચમચી ખાવાના સોડા ઉમેરી બેટરને સરખી રીતે મિક્સ કરી લો.
સ્ટેપ 4
એક કડાઇમાં તેલને ગરમ કરો. મીડિયમ ગરમ થાય ત્યારે બેટરને થોડું-થોડું તેલમાં નાખીને તળી દો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળો. ત્યારબાદ ગરમ ચા અથવા કેચઅપ કે ગ્રીન ચટણી સાથે પણ પીરસી શકો છો.
ગ્રીન ચટણી બનાવાની રીત
1 કપ લીલા ધાણા (કોથમરી), 2-3 લીલા મરચાં, અડધો ઇંચ આદુનો કટકો, અડધું લીંબુ, મીઠું અને ઝીરું,ખાંડ, સંચળ. બધાને મિક્સરમાં બરોબર પીસી લો.
વાંચો: જોતા જ મોઢામાં પાણી આવી જશે – માલપૂઆ બનાવવીની સરળ રેસિપી
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.
Yummy
Thank you. keep following for more recipes.