ફળ સ્વાસ્થય અને તંદુરસ્તી માટે ખૂબ જ ગુણકારી હોય છે. આપણે સિઝન પ્રમાણે ઘણા ફળો ખાઇએ છીએ. દરેક ફળના અલગ ગુણ હોય છે. તેવું જ એક ગુણકારી ફળ દાડમ છે. જે કેન્સર જેવી ઘણી બિમારીઓમાં ફાયદાકારક હોય છે.

લાલ અને ગોળ ફળ

દાડમનું ફળ ગોળ અને લાલ રંગનું હોય છે. દાડમને કાપવાથી તેના અંદર પીળાશ પડતા સફેદ રંગની છાલ હોય છે. છાલની આજુબાજુમાં તેના દાણા ખુબ જ સુંદર રીતે ગોઠવાયેલા હોય છે.

દાડમ નું ફૂલ

દાડમમાં રહેલા પોષકતત્વો

દાડમ સામાન્ય રીતે ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન થતું હોય છે. દાડમની છાલ કઠણ હોવાથી તે જલ્દી બગડતું નથી. દાડમમાં વિટામિન બી, વિટામિન સી અને વિટામિન કે આવેલા હોય છે. તેમાં ફાઈબર, આર્યન, પોટેશિયમ અને ઝીંક જેવા પોષકતત્વો પણ આવેલા હોય છે. દાડમ શરીરની ચરબી ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.

કેન્સરથી બચવા ઉપયોગી

દાડમમાં રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. દાડમનું નિયમિત સેવન કરવાથી તાવ, ઉધરસ, શરદી જેવી બિમારીઓથી રક્ષણ મળે છે. તેના સેવનથી તે શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ કરે છે, તેથી કેન્સર જેવી જીવલેણ બિમારીઓથી બચી શકાય છે.

દાડમ નું ફળ

ટોક્સિનને દૂર કરે

દાડમના એન્ટીઓક્સિડન્ટસ્ તત્વો શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢે છે. જેથી ફેફસાનું કેન્સર, સ્તનનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર જેવી જીવલેણ બિમારીઓથી રક્ષણ થાય છે. તથા આ પ્રકારની જીવલેણ બિમારી થવાની સંભાવનામાં ઘટાડો થાય છે.

દાડમના જ્યુસના ફાયદા

દાડમનો જ્યુસ દરરોજ પીવાથી હ્રદયરોગ તથા લકવો થવાનો ખતરો ઓછો થાય છે. જીરાને શેકીને તેનો પાવડર બનાવી દાડમના જ્યુસમાં નાખવાથી અપચામાં રાહત મળે છે. એસસિડીટીની સમસ્યા હોય તો દાડમના જ્યૂસથી પેટમાં રાહતનો અનુભવ થાય છે. તેના જ્યુસને સરખી રીતે ગાળ્યા પછી આંખમાં આંજવામાં આવે તો આંખની બળતરામાંથી છુટકારો મળે છે.

દાડમની છાલના ઉપયોગો

દાડમની તાજી છાલને ચૂસવાથી ઉધરસની સમસ્યામાં રાહત મળે છે. તેની છાલનો પાવડર બનાવીને દાંત પર ઘસવાથી દાંતમાં ચમક આવે અને પેઢા મજબૂત થાય છે. તેની છાલનો રસ કાઢીને 4 ચમચી રસમાં એક ચમચી તલનું તેલ ઉમેરીને દિવસમાં એક વાર એમ સતત ત્રણ દિવસ પીવાથી કૃમિની સમસ્યામાંતી રાહત મળે છે

વાંચો આયુર્વેદિક ગુણધર્મોથી ભરેલું બીલી કેટલાય રોગોથી બચાવી શકે

દાડમના પાનના ફાયદા

દાડમના પાનને પાણીમાં ઉકાળીને તેમાં સંચળ મિક્સ કરીને લેવાથી ટાઇફોડમાં રાહત મળે છે. હથેળી કે પગના તળિયામાં બળતરા થતી હોય તો તેના પાનને તળિયા પર પીસીને લગાાવાથી બળતરામાં રાહતનો અનુભવ થશે. તેના પાન પીસીને દાઝેલા ઘા ઉપર લગાવવાથી બળતરામાં ઘટાડો થાય છે.

લોહીમાં વધારો

દાડમ ખાવાથી લોહીમાં વધારો થાય છે અને લોહી શુદ્ધ થાય છે. દાડમ ના દાણાને વ્યવસ્થિત ચાવીને ખાવાથી કબજિયાતની તકલીફમાંથી રાહત મળે છે. દાડમમાં રહેલું ફોલિક એસિડ લોહીમાં રહેલી આર્યનની ખામીને દૂર કરે છે. તથા એનિમિયા જેવી બિમારીઓથી રક્ષણ પૂરું પાડે છે.

ગર્ભવતી મહિલાઓ માટે લાભકારક

ગર્ભવતી મહિલાઓ માટે તેનો જ્યુસ લાભકારક સાબિત થાય છે તેનાથી બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. દાડમમાં ગળપણ હોય છે પરંતુ તે સુગર લેવલને વધારતું નથી. પરંતુ સુગરને નિયંત્રણમાં રાખે છે. તેથી ડાયાબિટીસમાં તે ફાયદાકારક માનવામાં આવે છે.

દાડમ ક્યારે ખાવું જોઈએ?

દાડમમાં પર્યાપ્ત માત્રમાં શુગર અને વિટામિન્સ હોવાના કારણે સવારે ખાવાથી શરીરમાં આખો દિવસ ઉર્જા રહે છે. દાડમને તમે બપોરે પણ ખાઈ શકો છો.

રાત્રિના સમયે દાડમનું સેવન ક્યારે પણ ન કરવું જોઈએ. કારણ કે, રાત્રિના સમયે આપણું મેટાબોલિઝમ બહુ ધીમું હોય છે. દાડમમાં રહેલા ફાઈબર રાત્રિના સમયે સારી રીતે પાચન થતા નથી. તેથી દાડમમાં રહેલી શુગર રાત્રે ધીમા મેટાબોલિઝમના લીધે ચરબીમાં પરિવર્તિત થાય છે.

વાંચો જાંબુ (Jamun) કોઇ સામાન્ય ફળ નથી, ગુણોનો ભંડાર છે

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.

Categorized in: