Benefits of neem tree | Limda na fayada

લીમડો – આ ઝાડથી તો કોઇ જ અજાણ નથી. ગામડાઓમાં દરેક વાસમાં (મહોલ્લામાં) આ ઝાડ તો હોય જ છે. ઉનાળાની ભર બપોરે બાળકો માટે રમવાથી, સાંજે ગામની સ્ત્રીઓ ખાટલો લઇને બેસે ત્યારે કોની સાસુ કેવી છે? તે માત્ર એ લીમડાને જ ખબર હોય. તો જાણો, આપણા મિત્ર એવા લીમડા વિશેની અમુક વાતો…

લીમડાની સારસંભાળ

લીમડાના ઝાડને ઉગાડવું ખૂબ જ સરળ છે. તેન વધારે સારસંભાળ વગર જ ખૂબ જ સારી રીતે ઉગી શકે છે. તેના 8-10 બીજને (લીંબોડી) કુંડામાં કે ઘરના આંગણામાં માત્ર માટીમાં લગાવી દેવીની હોય છે. તેને માત્ર થોડા થોડા સમયે પૂરતુ પાણી આપતુ રહેવાનું માત્ર 3થી 4 મહિનામાં જ તે એક છોડ જેટલો મોટું થઇ જશે.

લીમડો અને આયુર્વેદ

લીમડાના ઝાડના આયુર્વેદમાં ઘણા ઉપયોગો જણાવવામાં આવ્યા છે. તેની છાલ પાન અને બીજનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે. લીમડાના પાંદડાની પેસ્ટને હળદર સાથે લગાવવાથી ખંજવાળની સમસ્યા દૂર કરી શકાય છે. લીમડાના પાનનો ઉપયોગ કૃમિ તથા ત્વચાના અન્ય રોગો માટે પણ થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ લીમડાના કેટલાક પાંદડાને ક્રશ કરી અને ગ્લાસ પાણી સાથે લઇ શકાય છે.

લીમડાનો મોર

લીમડાના મોરનું સેવન ચૈત્ર માસમાં ઘણું જ મહત્વનું માનવામાં આવે છે. ચૈત્ર માસમાં ઠંડી અને ગરમી બંન્ને ઋતુઓ હોય છે. તેથી તે સમયે શરદી, ખાંસી, તાવ આવવો, પાચન શક્તિ નબળી પડવી જેવી ઘણી બિમારીઓ ઘર કરતી હોય છે. તે કારણોથી આપડા વડીલો ત્યારે લીમડાના મોરનું સેવન કરાવે છે. કહેવાય છે કે, જો ચૈત્ર માસમાં લીમડાના મોરના રસનું સેવન કરવામાં આવે તો આખું વર્ષ તમને કોઇ પણ બિમારી થતી નથી.

લીંબોળીનું તેલન

લીમડાનું દાતણ તમારા દાંતને પણ મજબૂત બનાવી અને મોંઢાને સાફ કરે છે. લીંબોળીના તેલના પણ આયુર્વેદમાં ઘણા ઉપયોગો જણાવવામાં આવ્યા છે. તથા લીમડાના પાનને પણ પાણીમાં ઉકાળીને તે પાણીથી નાહવાથી શરીર પર રહેલી ગરમીને દૂર થાય છે. લીમડાના પાનનના ધૂણાથી ઘરમાં મચ્છર પણ નથી આવતા હોતા.

સ્કીનકેર પ્રોડ્કટસમાં ઉપયોગ

લીમડો વિટામિન્સ, મિનરલ્સ અને ફેટી એસિડથી ભરપૂર હોય છે તેથી તે લોહીના પરિભ્રમમમાં પણ મદદરૂપ કરે છે. મોઢા ઉપર થયેલા ખીલ માટે પણ લીમડો ઉપયોગી હોય છે. તેથી લીમડાનો ઉપયોગ સ્કીનકેર પ્રોડ્કટસ બનાવવામાં પણ થાય છે.

જમીનની ફળદ્રુપતામાં વધારો

લીમડો ગમે તેવી સ્થિતિને સહન કરીને ઉગી શકે છે. આ ઉપરાંત લીમડામાં હવા અને પાણીના પ્રદૂષણ સહન કરવાની તેમજ ગરમીનો સામનો કરવાની નોંધપાત્ર ક્ષમતા હોય છે. લીમડો જમીનની ફળદ્રુપતાને પણ પુનઃસ્થાપિત કરી શકે છે તથા તેને જાળવે છે.

વાંચો: દાડમના ફાયદા : કેન્સર જેવા જીવલેણ રોગોમાં પણ અસરકારક

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.

Categorized in: