આજે 7 જુલાઇ છે. આપણા દરેકના ચહીતા ક્રિકેટ જગતના પ્રખ્યાત ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ઉર્ફે એમ. એસ. ધોનીનો જન્મદિવસ છે. તો ચાલો જાણીએ ધોનીના જીવનના અમુક પળો વિશે….

જન્મ અને જન્મભૂમિ

મહેન્દ્રસિંહ ધોનીનો જન્મ 7 જુલાઈ 1981ના રોજ ઝારખંડના રાંચી જિલ્લામાં થયો હતો. તેનો જન્મ એક મધ્યમવર્ગીય હિંદુ રાજપૂત પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ પાનસિંહ ધોની અને માતાનું નામ દેવકી દેવી હતું. ધોનીના પિતા રાંચીમાં જ એક કંપનીમાં જુનિયર મેનેજર તરીકે કાર્યરત હતા. તે સાથે જ ધોનીને એક ભાઇ અને એક બહેન પણ છે. ભાઇનું નામ નરેન્દ્ર સિંહ અને બહેનનું નામ જયંતી છે.

ધોનીનું શિક્ષણ

ધોનીએ તેન અભ્યાસ રાંચી આવેલી ડીએવી જવાહર વિદ્યા મંદિરમાં કર્યો હતો. બાળપણથી જ તેને રમત-ગમતમાં ખૂબ જ શોખ હતો.તેને ફૂટબોલ અને બેડમિંટન રમવુ ખૂબ જ પ્રિય હતું. તે સમયે ધોનીને ક્રિકેટ તેટલી પ્રિય ન હતી. પરંતુ તે ભૂતપૂર્વ ક્રિકેટર સચિન ટેંડુલકરનો ખૂબ જ મોટો ચાહક હતો.

ક્રિકેટની શરૂઆત

માહી તેની શાળાની ફૂટબોલ ટીમનો ઉત્તમ ગોલકીપર હતો. નાની ઉંમરમાં જ માહીએ રાંચીમાં જિલ્લા સ્તરે ફૂટબોલ રમવાનું શરૂ કરી દીધું હતું. તેની ગોલકીપિંગથી પ્રભાવિત થઈને એક ક્રિકેટ ક્લબે માહીનો સંપર્ક કર્યો હતો. તેઓએ તેને વિકેટ કીપર તરીકે તેમની ક્રિકેટ ટીમમાં જોડાવાની ઓફર કરી હતી. ધોની ક્રિકેટ ટીમ સાથે જોડાયો અને ક્રિકેટમાં રસ પડવા લાગ્યો. અહીંથી ધોનીની ક્રિકેટ સાથેની સફર શરૂ થઇ હતી. 1997-98માં તેના શાનદાર પ્રદર્શનના કારણે માહી અંડર 16 ચેમ્પિયનશિપ માટે પણ પસંદ થયો હતો.

આંતરરાષ્ટ્રીય ભારતીય ક્રિકેટ ટીમ

ધોની 2004માં આંતરરાષ્ટ્રીય ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યો હતો. 2004માં બાંગ્લાદેશ સામેની સિરીઝમાં 11 ટીમના ખેલાડીઓમાં પણ ધોનીની પસંદગી થઇ હતી. પરંતુ તેનું પ્રદર્શન તેટલું સારુ ન હતું. પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં ધોની 0 પર રન આઉટ થયો હતો. તે સિવાય બાકીની સિરીઝમાં પણ તેનું પ્રદર્શન બહુ સારું ન હતું.

પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી

થોડા સમય ધોનીને પાકિસ્તાન સામેની સિરીઝ માટે પસંદ કર્યો હતો. તે સમયે ત્યારે ધોનીના સિલેક્શન પર પણ સવાલો ઉઠી રહ્યા હતા. પાકિસ્તાન સિરીઝની બીજી ધોની એક અલગ જ માઈન્ડ સેટ લઈને આવ્યો હતો. ધોનીએ ચોગ્ગા અને છગ્ગા મારવાનું શરૂ કર્યું. તેને પોતાની પાંચમી આંતરરાષ્ટ્રીય મેચમાં 123 બોલમાં 148 રન બનાવ્યા હતા. આ ઈનિંગ ધોનીની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી હતી.

ICC વર્લ્ડ કપ 2011

2011માં ભારત વન-ડે વર્લ્ડ હોસ્ટ કરી રહ્યું હતું. ભારતે બાંગ્લાદેશ, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝને હરાવીને મેચ જીતી હતી. ભારત ઓસ્ટ્રેલિયા સામે ક્વાર્ટર ફાઈનલમાં રમ્યુ અને જીત્યું. ક્રિકેટ જગતની ટોચની ટીમ સેમિ ફાઈનલમાં પ્રવેશી હતી. 30 માર્ચ 2011ના રોજ ભારત-પાકિસ્તાન સામે સેમીફાઇનલ રમ્યું હતું. ભારતે સેમીફાઈનલમાં 29 રનથી જીત મેળવીને વર્લ્ડ કપની ફાઈનલ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે 2 એપ્રિલ, 2011ના રોજ મુંબઈના વાનખેડા સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાઇ હતી. ભારતે 6 વિકેટથી ધોનીની કેપ્ટનશિપમાં આ મેચ જીતી હતી. ભારત પોતાની ધરતી પર વન ડે વર્લ્ડકપ જીતનારો પ્રથમ દેશ બન્યો છે.

એમ.એસ.ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી

એમ.એસ.ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી 2016માં બનેલી ફિલ્મ છે. તે ધોનીના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં ધોનીની ભૂમિકા સુશાંત સિંહ રાજપૂતે નિભાવી હતી. તેની સાથે દિશા પટણી, કિયારા અડવાણી, અને અનુપમ ખેર પણ છે. આ ફિલ્મમાં ધોનીના જીવનની ઘણી બધી ઘટનાઓ બતાવવામાં આવી છે.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.