કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં બાળકો ઘરમાં બેસીને ખૂબ જ કંટાળે છે. ત્યારે ચાલો જાણીએ એવી 5 રમતો વિશે જે તમે ઘરમા બેસીને તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને પણ રમી શકો છો. આ રમતો બાળકોની સાથે-સાથે મોટા પણ રમી શકે છે.

1. લૂડો

મોબાઇલમાં તો દરેકે આ ગેમ રમી જ હશે. પરંતુ આ રમતને તેની જૂની રીતે રમવાની મજા જ કંઇક અલગ છે. ચોકથી ઘરમાં જ જમીન ઉપર ખાના પાડીને ઘર બનાવતા અને ઝાડની ડાળખીને કાપીને આકાર આપીને પાસા બનાવતા. કૂકરી માટે ઘરમાંથી જ અલગ-અલગ અનાજના દાણાનો ઉપયોગ કરવામાં આવતો હતો. કોઇ ઘઉં લેતુ તો કોઇ ચોખા કોઇ પણ ખર્ચ કે નુકશાન વગર રમાતી રમતોમાની આ એક રમત હતી. અત્યારે બજારમાં તેના તૈયાર બોર્ડ અને કૂકરીઓ પણ મળે છે. તેનાથી સરળતાથી તમે આ રમત રમી શકો છો.

2. નવો વ્યાપાર

આ રમત પણ મજા આવે અને સમય પસાર કરવામાં મદદરૂપ થાય તેવી છે. બાળકોની સાથે મોટા પણ આ રમત રમી શકે છે. આ રમતમાં તમને મેનેજમેન્ટ કરતા જેટલું સારું આવડે તેટલું સારું રમી શકો છો. તેમાં તમે એક બીજી વસ્તુ ઉમેરીને તેને વધારે રસપ્રદ બનાવી શકો છો. જે ખેલાડી જે જગ્યા ખરીદે તેના વિશે કંઇક નવુ શોધીને તેના વિશે દરેકને જણાવે. આ રીતે રમવાથી રમતની સાથે-સાથે કંઇક નવું જાણવા પણ મળશે.

3. કેરમ

આ પણ ઘરમાં જ રમી શકો તેવી ખૂબ જ રસપ્રદ રમત છે. આ રમત તમે 4 લોકો સાથે મળીને રમી શકો છો. તેમાં વચ્ચે ગુલાબી કૂકરી ગોઠવવામાં આવે છે અને તેની આજુ બાજુમાં સફેદ અને કાળી કૂકરી ગોઠવાય છે. કાળી અને સફેદ કૂકરીના અલગ-અલગ પોઇન્ટ હોય છે. ગુલાબી કૂકરીને રાણીની કૂકરી કહેવામાં આવે છે અને તેના પોઇન્ટ સૌથી વધારે હોય છે. આ રમત તમને ધ્યાનકેન્દ્રિત કરીને ધ્યેય નક્કી કરતા શીખવે છે.

4. ક્લે

બાળકોને ગમતી એક રમતોમાંની એક ક્લે છે. અલગ-અલગ કલરના ક્લેમાંથી અલગ-અલગ ઘણી વસ્તુઓ બનાવી શકાય છે. આ રમત નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. ક્લેની જગ્યાએ કાળી ચીકણી માટીનો પણ ઉપયોગ કરી શકાય છે.

5. ચેસ

ચેસ રમવા માટે ચેસ બોર્ડ અને કૂકરીઓની જરૂર પડે છે. મગજની કસરત માટે આ રમતને ખૂબ જ સારી માનવામાં આવે છે. તેમાં દરેક એક કૂકરીને વિચારીને તેની જગ્યા પરથી ખસેડવીની હોય છે. તેમાં સામે વાળાની દરેક ચાલ ઉપર પણ નજર રાખવાની હોય છે. આ રમત તમારી વિચારક્ષમતામાં વધારો કરે છે.

આ રમતો મોબાઇલ, ઇન્ટરનેટથી દૂર રહીને મગજને ફ્રેશ કરવામાં મદદરૂપ થશે, ઓછા ખર્ચા સાથે ઘરમાં બેસીને રમી શકાશે.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.