Easy to maintain and budget friendly dog breeds in india

કુતરા વફાદાર અને માયાળુ પ્રાણી છે, તેથી જ લોકો ઘરમાં કૂતરાને પાળે છે. કૂતરાને ઘરમાં પાળવાનો ક્રેઝ હવે વધતો જાય છે. ત્યારે જાણો, 10 કૂતરા વિશે જેને તમે ઘરમાં સરળતાથી રાખી શકાય.

10 સરળતાથી જાળવણી કરી શકાય એવી બજેટ ફ્રેન્ડલી કુતરાની જાતો:

  • ગોલ્ડન રિટ્રીવર (Golden Retriever)
  • લેબ્રાડોર (Labrador)
  • જર્મન શેફર્ડ (German Shepherd)
  • બીગલ (Beagle)
  • ગ્રેટ ડેન (Great Dane)
  • પગ (Pug)
  • પોમેરાનિયન (Pomeranian)
  • બોક્સર (Boxer)
  • ઇન્ડિયન પરિયા ડોગ (Indian Pariah dog)
  • ડાલ્મેટિયન (Dalmatian)

1. ગોલ્ડન રિટ્રીવર (Golden Retriever)

ગોલ્ડન રિટ્રીવર

ઘરમાં સાચવી શકાય તેવા કૂતરાઓની પ્રથમ યાદીમાં ગોલ્ડન રિટ્રીવર છે. ગોલ્ડન રિટ્રીવર્સ તેમના આજ્ઞાંકિત સ્વભાવ માટે જાણીતા છે. તથા આ કૂતરાની કાળજી રાખવી પણ સરળ છે. આ જાતિ સ્માર્ટ ગણાય છે. તે આદર્શ વોચડોગ પણ ગણાય છે અને તેમની ઊંચાઇ મધ્યમ કદની હોય છે. ગોલ્ડન રિટ્રીવર્સમાં લાંબા વાળ રહેલા હોય છે જેથી તેની નિયમિતપણે કાળજી રાખવી પડે છે. આ જાતિને પાણી પ્રત્યે સહજ પ્રેમ હોય છે. આ જાતિ દેશના વાતાવરણ માટે શ્રેષ્ઠ રીતે અનુકૂળ છે. આ જાતિનો ઉદ્ભવ સ્કોટલેન્ડમાં થયો હતો.

કદ- 21થી 24ઇંચ
વજન- 25થી 35 કિલો
જીવનકાળ- 10થી 12 વર્ષ

2. લેબ્રાડોર (Labrador)

લેબ્રાડોર

ઘરમાં રાખવા માટેના કૂતરાની યાદિમાં લેબ્રાડોરનો પણ સમાવેશ થાય છે. આ જાતિ ઉપયોગી અને કામ કરતા કૂતરાઓમાંની એક છે. લેબ્રાડોરને મહેનતુ માનવામાં આવે છે. તેમનો સ્વભાવ સારો હોય છે. તેનો રંગ ગોલ્ડન, ચોકલેટી અને બ્લેક હોય છે. તે એક સારા વોચડોગ છે. તેમની સૂંઘવાની શક્તિ ખૂબ જ સારી હોય છે તેથી તેમનો ઉપયોગ સ્નિફ્ફર ડોગ (Sniffer dog) તરીકે પણ થાય છે.

કદ- 22થી 24ઇંચ
વજન- 25થી 30 કિલો
જીવનકાળ- 10થી 12 વર્ષ

3. જર્મન શેફર્ડ (German Shepherd)

જર્મન શેફર્ડ

જર્મન શેફર્ડ જીએસડી (GSD) તરીકે પણ ઓળખાય છે. જર્મન શેફર્ડ મધ્યમથી મોટા કદના હોય છે. આ જાતિનું ઉદ્ભવ સ્થાન જર્મની છે. તેથી તેનું નામ જર્મન શેફર્ડ છે. જર્મન શેફર્ડનો દેખાવ વરુ જેવો હોય છે. તેનું ડરામણું શરીર હોવા છતાં, જર્મન શેફર્ડ પ્રેમાળ સ્વાભવવાળા હોય છે. તેઓ આદર્શ વોચડોગ ગણાય છે. આ જાતિનો ઉપયોગ મોટે ભાગે શોધ-ખોળ અને બચાવની કામગીરીમાં તથા પોલીસ અને લશ્કરી ભૂમિકાઓમાં પણ થાય છે.

કદ- 22થી 26ઇંચ
વજન- 25થી 35 કિલો
જીવનકાળ- 9થી 13 વર્ષ

4. બીગલ (Beagle)

બીગલ

આ કૂતરાઓમાંનો એક કૂતરું છે, જેનો ઉપયોગ ડિટેક્શન ડોગ્સ તરીકે કરવામાં આવે છે. બીગલ એક બુદ્ધિશાળી જાતિ છે. તે તેના સારા સ્વભાવ, કદ અને સ્વાસ્થ્ય સમસ્યાઓના અભાવને કારણે લોકપ્રિય છે. તેમના લાંબા કાનને કારણે તે વધારે સુંદર લાગે છે. તે ભારતમાં પાળવામાં આવતા કૂતરામાંનું એક શ્રેષ્ઠ કૂતરું ગણવામાં આવે છે.
કદ- 13થી 15ઇંચ
વજન- 20થી 25 કિલો
જીવનકાળ- 12થી 15 વર્ષ

5. ગ્રેટ ડેન (Great Dane)

ગ્રેટ ડેન

ગ્રેટ ડેનએ જર્મન જાતિઓમાંની એક છે. તે તેમના મોટા કદના લીધે ઘણી પ્રખ્યાત છે. આ જાતિ વફાદાર અને બુદ્ધિશાળી ગણાય છે. તેમને તાલીમ આપવી ખૂબ જ સરળ હોય છે. એવું માનવામાં આવે છે કે, ગ્રેટ ડેન બાળકોને પ્રેમ કરે છે અને તેમનો સ્વભાવ પ્રેમાળ હોય છે. આ કૂતરા સામાન્ય રીતે સફેદ, લાલ, અને બ્રિન્ડલ કલરમાં જોવા મળે છે.

કદ- 28થી 32ઇંચ
વજન- 45થી 90 કિલો
જીવનકાળ- 10થી 12 વર્ષ

6. પગ (Pug)

પગ

ઘરમાં જાળવી શકાય તે માટે કૂતરાઓની શ્રેષ્ઠ પ્રજાતિમાંનું એક કૂતરું છે. આ જાતિની જાળવણી કરવી સરળ છે. કારણ કે, તેમને ખૂબ જ ઓછા વાળ ઝરે છે. તેને કરચલીવાળું શરીર, ટૂંકા નાકવાળો ચહેરો અને વાંકડિયા વાળવાળી પૂંછડી હોય છે. તે જાતિ મિલનસાર સ્વભાવવાળી હોય છે.

કદ- 11થી 13ઇંચ
વજન- 11થી 16 કિલો
જીવનકાળ- 12થી 15 વર્ષ

7. પોમેરાનિયન (Pomeranian)

પોમેરાનિયન

પોમેરાનિયનને પીઓએમ (POM) તરીકે પણ ઓળખાય છે. પોમેરાનિયન ઘરમાં રાખવા માટેના કૂતરામાનું પ્રખ્યાત કૂતરું છે. આ જાતિનું કદ નાનું હોય છે. પોમેરાનિયનને અમેરિકામાં ટોપની 50 લોકપ્રિય જાતિઓમાંનું એક માનવામાં આવે છે.

કદ- 7થી 12ઇંચ
વજન- 1.4થી 3.2 કિલો
જીવનકાળ- 12થી 16 વર્ષ

8. બોક્સર (Boxer)

બોક્સર

ઘરમાં રાખવા માટેના શ્રેષ્ઠ કૂતરાની યાદિમાં બોક્સર પ્રખ્યાત કૂતરાઓમાંનું એક છે. આ જાતિની સાર-સંભાળ રાખવી સરળ હોય છે. આ જાતિના કૂતરાનો માથાનો ભાગ શરીરના ભાગ કરતાં સામાન્ય મોટો હોય છે. તેના જડબાં ખૂબ જ શક્તિશાળી હોય છે. આ જાતિ સ્વભાવમાં મિલનસાર હોય છે. આ કૂતરું બ્રિન્ડલ અને સફેદ જેવા રંગોમાં ઉપલબ્ધ હોય છે.

કદ- 21થી 25ઇંચ
વજન- 25થી 32 કિલો
જીવનકાળ- 7થી 10 વર્ષ

9. ઇન્ડિયન પરિયા ડોગ (Indian Pariah dog)

ઇન્ડિયા પરિયા

ઇન્ડિયા પરિયા કૂતરુંએ કૂતરાઓની ભારતીય જાતિનું કુતરું છે. આ દેશી જાતિના કુતરાઓને તાલીમ આપવી સરળ છે. આ જાતિનો ઉપયોગ પોલીસના કૂતરા તરીકે પણ થાય છે. ભારતીય પરિયા કૂતરાઓના કાન ઉભા હોય છે. ભારતમાં મોટાભાગના શેરી કૂતરાઓ આ જ જાતિના હોય છે. તથા તેમને તાલીમ આપવી સરળ રહે છે. આમ તો ઘરમાં પાળવા માટે પણ તેને શ્રેષ્ઠ કુતરું માનવામાં આવે છે.

કદ- 18થી 25ઇંચ
વજન- 15થી 30 કિલો
જીવનકાળ- 13થી 14 વર્ષ

10. ડાલ્મેટિયન (Dalmatian)

ડાલ્મેટિયન

ડાલ્મેટિયનએ કૂતરાઓની એથ્લેટિક અને આકર્ષક જાતિઓમાંની એક છે. આ જાતિના કૂતરા ડિઝનીના ૧૦૧ ડાલ્મેટિયન્સના સ્ટાર તરીકે પ્રખ્યાત છે. ડાલ્મેટીયન મોટા કદના હોય છે. તે મુખ્યત્વે કેરેજ ડોગ તરીકે ઉપયોગમાં લેવાય છે. તે ફેમિલિ ડોગ તરીકે પ્રખ્યાત હોય છે.

કદ- 19થી 24ઇંચ
વજન- 24થી 29 કિલો
જીવનકાળ- 13થી 16 વર્ષ

અહીં ક્લિક કરો અને જાણો: Indoor Plants જે ઘરને શુષોભિત કરવા સાથે હવા પણ શુદ્ધ કરશે

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.