ઘરમાં બેઠા-બેઠા કંટાળી ગયા છો ? ક્યાંક ફરવા જવું છે. પરંતુ બજેટ ઓછું છે. ત્યારે જાણો એક એવી જગ્યા જે ગુજરાતથી એકદમ નજીક છે. બજેટ ફ્રેન્ડલી પણ છે અને ફરવાની પણ મજા આવશે. તો જાણો ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલું માઉન્ટ આબુ વિશે.
માઉન્ટ આબુમાં જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો:
- નક્કી લેક
- ગુરુ શિખર
- ટોડ રોક વ્યૂ પોઇન્ટ
- દેલવાડાના દેરા-જૈન મંદિર
- લાલ મંદિર
- ટ્રેવર્સ ટેન્ક
- અચલેશ્વર મહાદેવ મંદિર
- અચલગઢ કિલ્લો
- સનસેટ પોઇન્ટ
- ગૌમુખ મંદિર
માઉન્ટ આબુ કેવી રીતે પહોંચશો ?
માઉન્ટ આબુ જો તમે ફ્લાઇટથી જવા માંગતા હોય તો, ત્યાંથી સૌથી નજીકનું એરપોર્ટ ઉદયપુર છે. જે માઉન્ટ આબુથી અંદાજે 185 કિ.મી. જેવું થાય છે. ત્યાંથી માઉન્ટ આબુ તમારે ટેક્ષી, બસ કે ટ્રેનમાં આવવું પડશે.
જો તમે ટ્રેનમાં ત્યાં જવાનું નક્કી કરો છો. તો આબુરોડ પર જ રેલ્વે સ્ટેશન આવેલું છે. જે ત્યાંથી અંદાજે 28 કિ.મી. જેટલું દૂર છે. તથા માઉન્ટ આબુમાં ઉપર સુધી બસ પણ આવે છે. જેથી ત્યાં પહોંચવું ખૂબ જ સરળ બની જાય છે. પરંતુ ગાડી લઇને ત્યાં જવાની વધારે મજા આવે છે.
વાયા રોડ અંતર:
- અમદાવાદ થી માઉન્ટ આબુ – 230 KM – 4 hours 15 minutes
- વડોદરા થી માઉન્ટ આબુ – 338 KM – 6 hours 30 minutes
- મેહસાણા થી માઉન્ટ આબુ – 151.5 KM – 3 hours
- પાલનપુર થી માઉન્ટ આબુ – 82 KM – 1 hour 57 minutes
- અંબાજી થી માઉન્ટ આબુ – 51.5 KM – 1 hour 26 minutes
- ઉદયપુર થી માઉન્ટ આબુ – 185 KM – 3 hours
- જોધપુરથી માઉન્ટ આબુ – 260 KM – 4 hours 30 minutes
માઉન્ટ આબુ માં રહેવાની સગવડ
ત્યાં જતા પહેલા તમારે એડવાન્સ બુકિંગ કરાવી લેવું જોઇએ. લોકો માટે આકર્ષકનું સ્થળ હોવાથી શનિ-રવિ અથવા રજાના દિવસોમાં ત્યાં રૂમ મળવી મુશ્કેલ બની જાય છે. ત્યાં તમને તમારા બજેટ પ્રમાણે દરેક પ્રકારની હોટલ મળી જશે.
માઉન્ટ આબુ જવાનો સમય
માઉન્ટ આબુ જવાનો દરેક સમય અનુકુળ હોય છે. જો તમે નવેમ્બરથી ફેબ્રુઆરીના સમયમાં જશો. તો તે સિઝનમાં ત્યાંનું તાપમાન રાત્રે 8°Cથી ઘણીવાર -2°C થઇ જતું હોય છે.
જો તમે માર્ચથી જુનની વચ્ચે ત્યાં જવાનું વિચારો છો. તો ત્યાંનું તાપમાન 30°Cથી 34°C સુધી હોય છે. ઉનાળામાં પણ રાતના સમયે પણ ત્યાં ઠંડકનો અનુભવ થતો હોય છે.
જો તમે જુલાઇથી સપ્ટેમ્બરમાં જઇ રહ્યા છો. તો ત્યાંનું તાપમાન 28°Cથી 34°Cની આસપાસ હોય છે. તથા ત્યાં વરસાદને લીધે વાતાવરણ વધારે આહલાદક થઇ ગયું હોય છે.
માઉન્ટ આબુ માં જોવાલાયક સ્થળો
1. નક્કી લેક
નક્કી લેકને ભારતના સૌપ્રથમ માનવનિર્મિત તળાવ તરીકે ઓળવામાં છે. ત્યાં બોટિંગ કરવાની વ્યવસ્થા પણ છે. ત્યાંથી તમે તેની આજુ-બાજુ આવેલી ટેકરીઓ જોઇ શકો છે. સાંજના સમયે ત્યાંથી આથમતો સૂર્ય જોવો મનમોહક લાગે છે. જો તમને ઘોડે-સવારીનો શોખ હોય તો નક્કી લેકની નજીક ઘણા બધા ઘોડા વાળા હોય છે. જ્યાં તમને ઘોડે સવારી કરવાની તક મળે છે. નક્કી લેકની નજીક નાનકડું બજાર આવેલું છે. ત્યાંથી તમે શોપિંગ પણ કરી શકો છો. નક્કી લેકમાં તમે શિકારા, પેડલ બોટ, રો બોટ વગેરે ની માજા માણી શકો છો. જેનો ચાર્જ રૂ. 150થી રૂ. 850 વચ્ચે છે. બોટિંગનો સમય સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો છે.
2. ગુરુ શિખર
અરવલ્લી ગિરીમાળાનું સૌથી ઊંચુ શિખર ગુરુ શિખર છે. માઉન્ટ આબુ ફરવા આવતા લોકોમાં એક આકર્ષણનું સ્થળ છે. ગુરુ શિખર પહોંચ્યા પછી અંદાજે 300 પગલાં આગળ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર દત્તાત્રેયના મંદિરે પહોંચી શકાય છે. લોકો મંદિરમાં દર્શન કરવા અને ત્યાંથી દેખાતા સુંદર દ્રશ્યો જોવા બંન્ને માટે અહીં આવે છે.
3. ટોડ રોક વ્યૂ પોઇન્ટ
નક્કી લેકની નજીક અનેક ખડકો વિચિત્ર આકારથી ઘેરાયાલા છે. તેથા પ્રવાસીઓ માટે તે ફોટા લેવાનું એક ઓપ્સન છે. જોકે, તેમાનું સૌથી લોકપ્રિય પોઇન્ટ ટોડ રોક વ્યૂ પોઇન્ટ છે. ટોડ રોક વ્યૂ પોઇન્ટ નક્કી લેકની નજીક મુખ્ય ટ્રેકિંગ ટ્રેઇલ પર આવેલું છે. તેના નામ પરથી જ અંદાજો લગાવી શકાય કે તે દેડકા જેવો આકાર ધરાવે છે. ત્યાંનું ચડાણ ખૂબ જ સરળ છે. ત્યાંથી નક્કી લેક તથા તેની આસપાસના સુંદર દ્રશ્યો જોવા મળે છે. વરસાદના સમયમાં આ નજારો વધારે સુંદર લાગે છે.
4. દેલવાડાના દેરા-જૈન મંદિર
માઉન્ટ આબુમાં જોવાલાયક સ્થળોમાંનું એક દેલવાડાના દેરા છે. તે 11મી અને 13મી સદીની વચ્ચેના સમયમાં બનેલું છે. તે આર્કિટેક્ચરની દ્રષ્ટ્રિએ ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. સફેદ આરસપહાણમાંથી કરેલી જટિલ કોતરણીઓ દરવાજાથી લઇને છત સુધી દરેક જગ્યાએ ફેલાયેલી છે.
5. લાલ મંદિર
દેલવાડા રોડ પર દેલવાડા જૈન મંદિર પાસે એક નાનકડું શિવ મંદિર આવેલું છે. તે મંદિરનું વાતાવરણ ખૂબ જ શાંતિ ભરેલું છે તથા માઉન્ટ આબુમાં આવેલા પ્રાચીન સ્થળોમાંનું એક માનવામાં આવે છે. તેને લાલ મંદિર એટલે કહેવામાં આવે છે કે, તેની દરેક દિવાલો લાલ રંગથી રંગાયેલી છે. ધાર્મિક મુલાકાતીઓમાં લોકપ્રિય સ્થળ છે.
6. ટ્રેવર્સ ટેન્ક
ટ્રેવર્સ ટેન્કએ અદભુત મનનોહક સ્થળ છે. આ સ્થળ પર મગર, પક્ષીઓ અને અન્ય વન્યજીવો જોઇ શકાય છે. હરિયાળીના લીધે વાતાવરણ એકદમ લાકપ્રિય પિકનીક માટેના સ્થળોમાંનું એક છે. ટ્રેવર્સ ટેંક એક ક્રોકોડાઈલ પાર્ક છે. આ સ્થળ નું નામ એક બ્રિટિશ એન્જીનીયર ના નામ પાર થી રાખવામાં આવ્યું છે. અહીં તમે મગર નિહાળવા ની સાથે સાથે કુદરતી સૌંદર્ય પણ માણી શકો છો.
7. અચલેશ્વર મહાદેવ મંદિર
સ્થાનિક દંતકથાઓ અનુસાર, ભગવાન શિવનું આ મંદિર ભગવાન શિવના અંગૂઠાની છાપની આસપાસ બનાવવામાં આવેલું છે. મંદિર તેના અદભુત વાતાવરણ, મંદિરની ઝીણી કોતરણી અને અસંખ્ય નંદીની મૂર્તિઓ માટે જાણીતું છે. મંદિરની અંદર એક ખાડો પણ છે, જેને નરકનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. આ મંદિર તેના ઇતિહાસ અને સ્થાનિક દંતકથાઓના લીધે વધારે જાણીતું છે. માઉન્ટ અબુથી 11 કિલોમીટર દૂર આવેલું છે અને મંદિરમાં ફોટોગ્રાફી માટે રૂ. 10 ચાર્જ લેવામાં આવે છે.
વાંચો: ગુજરાતમાં આવેલા 10 પવિત્ર શિવમંદિરો અને તેનું મહત્વ
8. અચલગઢ કિલ્લો
માઉન્ટ આબુમાં જોવાલાયક સ્થળોમાંનું એક અચલગઢ કિલ્લો છે. અચલગઢ શહેરથી ઉત્તર દિશામાં લગભગ 26 કિલોમીટર દૂર આવેલું છે. પરમાર રાજવંશ દ્વારા આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. પરંતુ તેનો જીણોદ્વાર પાછળ થયો હતો. ઇ.સ. 1452માં મહારાણા કુંભ દ્વારા તેનું નામ અચલગઢ રાખવામાં આવ્યું હતું. અચલેશ્વર મહાદેવનું મંદિર આ કિલ્લાની બહાર આવેલું છે.
9. સનસેટ પોઇન્ટ
માઉન્ટ આબુનો પ્રવાસ સનસેટ પોઇન્ટ ગયા વગર પૂર્ણ થતો નથી. આથમતા સૂર્યના કિરણોને પોતાની અંદર સમાવતી આ અરવલ્લી પર્વતમાળાનો નજારો જ કંઇક અનેરો લાગે છે. તે નક્કી લેકની નજીક આવેલું એક સ્થળ છે. આ એક સારું પિકનિક સ્પોટ છે.
10. ગૌમુખ મંદિર
માઉન્ટ આબુમાં સૌથી વધુ મનમોહક સ્થળ ગૌમુખ છે. અહીં ભગવાન શિવના દર્શન માટે તમારે અંદાજે 700 સીડીઓ ઉતરવી પડે છે. તે સમયે તમને ત્યાં ખીણના આકર્ષક દ્રશ્યો દેખાશે. આ જગ્યાએ ચોમાસાની સિઝનમાં વધારે આનંદનો અનુભવ થાય છે. મંદિર ગાઢ જંગલની વચ્ચે આવેલું છે. ત્યાં ભગવાન કૃષ્ણ, ભગવાન રામ અને વશિષ્ઠ ઋષિની મુર્તિઓ છે. ગૌમુખમાંથી એક રહસ્યમય પાણી આવે છે, જે ક્યાંથી આવે છે તેની કોઇને જાણ નથી. દંતકથાઓ અનુસાર ત્યાંથી આવતું પાણી તે સરસ્વતી નદીનું ઉદગમસ્થાન છે.
વાંચો: આયુર્વેદિક ગુણધર્મોથી ભરેલું બીલી કેટલાય રોગોથી બચાવી શકે
માઉન્ટ આબુ નું પૌરાણિક મહત્વ | માઉન્ટ આબુનો ઇતિહાસ:
માઉન્ટ આબુને પ્રાચીન પુરાણોમાં અર્બુદાંચલ અથવા અર્બુદારણ્ય ( અર્બુદાનું જંગલ )ના નામથી જાણવામાં આવે છે. અને આબુ એ આ નામનો એક ભાગ છે. એવું માનવામાં આવે છે કે, ઋષિ વિશ્વામિત્ર સાથેના મતભેદોના પગલે ઋષિ વશિષ્ઠ માઉન્ટ આબુમાં આવીને નિવૃત્ત થયા હતા. અહીં વશિષ્ઠ આશ્રમ પણ આવેલો છે. ઇતિહાસની બીજી એક કથા મુજબ “અર્બુદા” નામના મદારીએ નંદી (ભગવાન શિવના બળદ)નો જીવ બચાવ્યો હતો. એ ઘટના જે પર્વત પર ઘટી હતી. તે પર્વતને માઉન્ટ આબુ તરીકે હાલ ઓળખવામાં આવે છે. અને તેથી તે ઘટના પરથી આ પર્વતનું નામ “અર્બુદારણ્ય” પડ્યું હતું. જે ધીમે ધીમે આબુ બની ગયું.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.
Very nice information. Good job. Congratulations.
Thank you for your appreciation.
બેન આપે ખુબજ સરસ વર્ણન કર્યું છે. ધન્યવાદ
Thank you very much.
Nice
Thank you very much. Keep following and sharing.