Eating Curd In Monsoon: ભારતની આબોહવા પ્રમાણે દરેક ઋતુમાં પરિવર્તન આપણે ત્યાં જોવા મળે છે. જેમાં આરોગ્યની દ્રષ્ટિએ દરેક ઋતુમાં કાળજી રાખવી જરૂરી બને છે. આ ઋતુ પ્રમાણે આપણે ત્યાં અલગ-અલગ રોગો જોવા મળે છે. અમુક ઋતુમાં રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. ખાસ કરીને બે ઋતુના સમન્વય સમયે રોગોનો પ્રભાવ વધારે જોવા મળે છે.
રાત્રે તો દહીં ન ખાવું

હિન્દુ કેલેન્ડર મુજબ ભાદરવો મહિનો શરૂ થઈ ગયો છે. ભાદરવો મહિનો 4 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો અને અને 2 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે, ભાદરવા મહિનામાં કે ચોમાસામાં દહીં ન ખાવું જોઈએ. તેમાં પણ રાત્રે તો દહીંનું સેવન ન જ કરવું જોઈએ. તો જાણો, તેનું કારણ શું છે? અને તે સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે.
વાયરલ રોગોનું પ્રમાણ વધી

ભાદરવો મહિનામાં મચ્છરોના પ્રભાવને લીધે વાયરલ રોગોનું પ્રમાણ વધી જાય છે. આ સાથે જે બધા જ મહિના કરતા ભાદરવો મહિનો એક એવો તડકો ઉત્પન્ન કરતો મહિનો છે કે જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય છે. આ સમયે ચોમાસાની ઋતુ મોટાભાગે પૂરી થઈ ગઈ હોય છે જેના લીધે પુષ્કળ તડકો જોવા મળે છે. જે સિવાય રાત્રે શિયાળાની ઋતુના શરૂઆતના લીધે ઠંડી લાગે છે.
ભાદરવામાં ગરમીનો પ્રકોપ

આ રીતે ભાદરવો એક પ્રકારે ગરમી ઉત્પન્ન કરતો મહિનો છે. જેના લીધે આ સમયે શરીર અને સ્વાસ્થ્યની કાળજી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. આ સમયે અમુક પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. આપણા શરીર માટે દહીં ખુબ જ ઉપયોગી છે, જે શરીરમાં ઘણા પોષક તત્વો પૂરા પાડે છે. પરંતુ ભાદરવા મહિનામાં આ દહીંનું સેવન ન કરવું જોઈએ. જો તમે આ સમયે તડકાને લીધે દહીં ખાઓ છો તો કફ જામી જાય છે. જેનાથી અન્ય રોગોનું જોખમ પણ વધે છે.
છાશ અને લસ્સીનું પણ સેવન ન કરવું

આ ઋતુમાં આમપણ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય છે, જે રીતે દહીંમાં પણ બેક્ટેરિયા વધે છે. તે આંતરડાને નુકસાન પહોંચાડે છે. જેથી આયુર્વેદ મુજબ દહીં અને તેમાંથી બનેલી વસ્તુઓનું ભાદરવા મહિનામાં સેવન ન કરવું જોઈએ. દહીંમાંથી બનેલી છાશ અને લસ્સીનું પણ સેવન ન કરવું જોઈએ.
દહીં પાચનમાં મદદરૂપ

જોકે, દહીં તો આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે, જે રોગોને દૂર રાખવા માટે પણ મદદરૂપ થાય છે. દહીંમાં શરીરને ઉપયોગી થાય તેવા બેક્ટેરિયા પણ હોય છે. જે આંતરડાને સ્વસ્થ રાખે છે. જે પાચન તંત્રને સુધારવામાં મદદ કરે છે.
કફ જામવાની થઈ શકે સમસ્યા

જ્યારે આ બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક બની જાય છે. જેનું તેનું સેવન કરવાથી પાચન તંત્ર પર સીધી જ અસર પડે છે અને પાચન તંત્રના રોગો થાય છે. વરસાદી ઋતુમાં દહીં અને તેમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવાથી ગળામાં દુખાવો અને શરદી જેવી સમસ્યા થાય છે. જેથી દહીંનું સેવન કરવાથી સાંધાના દુખાવાની સમસ્યા પણ થાય છે.
દહીંથી અનેક ફાયદા

આ કારણોસર ભાદરવા મહિનામાં દહીંનું સેવન કરવું શરીર માટે નુકસાનકારક છે. જોકે, શરીરમાં પાચનતંત્ર માટે દહીં ખૂબ જ ઉપયોગી છે. દહીં ખૂબ અલગ અલગ રીતે અને અલગ અલગ વાનગી સાથે ખવાય છે. લોકો દહીંને સારા સ્વાસ્થ્ય માટે પણ ખાય છે. નોંધનીય છે કે, દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. દહીં ખાવાથી પાચનક્રિયા વધુ સારી થાય છે અને ત્વચા ચમકે છે. દહીંમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ હોવાથી તેના પણ ખુબ ફાયદા છે.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી પ્રાથમિક માહિતીઓના આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.)