આપણે બધા જાણીએ છીએ કે, ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે કેટલો મહત્વપૂર્ણ છે. તેમાં પણ સવારના નાસ્તાને દિવસનું મહત્વનું ભોજન માનવામાં આવે છે. ત્યારે તેમાં કંઇક આડું-અવળું ખાવાથી તે આખા દિવસના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. ત્યારે જાણો સવારે ખાલી પેટે શું ખાવું જોઇએ અને શું ન ખાવું જોઇએ.
ખાલી પેટે કઇ વસ્તુઓનું સેવન કરવું જોઇએ ?
પાણી

સવારની શરૂઆત હંમેશાં પાણી પીવાની સાથે કરો. બને ત્યાં સુધી 2 ગ્લાસ પાણી અવશ્ય પીઓ. આમ કરવાથી તમારા ખાલી આંતરડા સાફ થઈ જાય છે અને કબજિયાત હોય તો દૂર થાય છે. કિડની ફ્લશ થઈ જાય છે અને ગેસ, અપચો, એસેડિટી વગેરે પણ દૂર થાય છે.
પલાળેલી બદામ

સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા તમારે ખાલી પેટે 4 પલાળેલી બદામ ખાવી જોઈએ. જેના કારણે આપણને ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. તેમાં ફાઈબર, ઓમેગા-3 અને ઓમેગા-6 એસિડથી ભરપૂર હોય છે. બદામને આખી રાત પલાળ્યા પછી સવારે ખાલી પેટે ખાવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, કે બદામની છાલ ઉતાર્યા પછી જ તેનું સેવન કરવું જોઇએ.
ઈંડા

ઇંડા પ્રોટીનનો રિચ સોર્સ છે અને તે સવારનો પરફેક્ટ નાસ્તો છે. સવારે ઈંડા ખાવાથી તમારું પેટ દિવસભર ભરેલું રહે છે અને તમને ઘણી એનર્જી પણ મળે છે.
પપૈયું

પપૈયું એક સુપર ફૂડ છે. પપૈયું દરેક સિઝનમાં મળી પણ રહે છે. પપૈયું શરીરમાંથી ઝેર તત્વોને દૂર કરે છે તે તમારા કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હૃદય રોગને વધતા અટકાવે છે. આ સિવાય પપૈયું પેટને સાફ રાખવામાં પણ મદદ કરે છે.
તરબૂચ

નાસ્તામાં તરબૂચ ખાવું ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે, તેમાં 90 ટકા પાણી હોય છે અને તે શરીરને હાઇડ્રેશનની સારી માત્રા આપે છે. ખાલી પેટે તરબૂચ ખાવાથી તમે ગળ્યું ખાવાની ક્રેવિંગ નથી થતી અને તેમાં કેલરીનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે. જે વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે. તરબૂચમાં ઉચ્ચ સ્તરનું લાઇકોપીન હોય છે. જે હૃદય અને આંખના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.
ઓટ્સ

જો તમે ઓછી કેલરી અને હાઈ ન્યૂટ્રિએન્ટ ફૂડ ખાવા માંગતા હોય તો ઓટ્સ એક ઉત્તમ નાસ્તો છે. તે વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
ખાલી પેટે ક્યારેય કઇ વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ ?
સવારે ખાલી પેટ ન ખાવી જોઈએ. તેમાં એવી તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે જે એસિડિક છે. ખાલી પેટે એસિડિક કોઇપણ ખોરાક ખાવાથી પેટ અને આંતરડા પર અસર થાય છે અને ઈન્ફેક્શનનો ખતરો રહે છે. જે વસ્તુઓનો ઉલ્લેખ નીચે કરેલો છે.
ટામેટા

કાચા ટામેટા આમ, તો ઘણા ફાયદા છે. પરંતુ ખાલી પેટ કાચા ટામેટાં ખાવા નુકસાનકારક સાબિત થઈ શકે છે. ટામેટાના એસિડિક ગુણધર્મો પેટમાં હાજર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એસિડ સાથે પ્રતિક્રિયા કરીને જેલ બનાવે છે. જે પેટમાં દુ:ખાવો, મરોડ જેવી સમસ્યાઓનું કારણ બને છે. તેથી સવારે ખાલી પેટે તેનું સેવન કરવાનું ટાળવું જોઇએ. તમે લંચ અથવા ડિનરમાં સલાડમાં ટમેટાનું સેવન કરી શકો છો.
કેળા

કેળાને એક સુપર ફૂડ માનવામાં આવે છે અને તે ખાધા પછી વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. આ સાથે જ કેળા કબજિયાતથી પણ રાહત આપે છે. પરંતુ વહેલી સવારે તેનું સેવન કરવું નુકસાનકારક હોઈ શકે છે. કેળામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. પરંતુ જો તે ખાલી પેટે ખાવામાં આવે તો લોહીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ અસંતુલિત થઈ જાય છે.
દહીં

દહીં પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તેને ભૂખ્યા પેટે ન ખાવું જોઈએ. તેમાં લેક્ટિક એસિડ હોય છે. જેના કારણે સવારે દહીં ખાવાથી તમને કોઇ પ્રકારનો સ્વાસ્થ્ય લાભ મળતો નથી.
સોડા

સોડામાં હાઈ ક્વોન્ટિટીની કાર્બોનેટ એસિડ હોય છે. જ્યારે આ વસ્તુ પેટમાં હાજર એસિડ સાથે ભળી જાય છે. ત્યારે તે પેટમાં દુ:ખાવા જેવી સમસ્યાને જન્મ આપે છે. તેથી તેનું સવારે સેવન કરવાનું ટાળવું જોઈએ.
સૂકો નાસ્તો

સવારના નાસ્તામાં સૂકો નાસ્તો કરવો જોઇએ નહિ. ખાખરા, મમરા, ચેવડો, ચવાણું વગરેના બદલે રોટલી, ભાખરી, થેપલા, મૂઠિયા, ઢોકળા વગેરેનો નાસ્તો કરવો જોઇએ. નાસ્તામાં પૌંઆ, ઉપમા, વગેરેમાં શાકભાજી નાખીને ખાવા જોઇએ.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.