ચોમાસાની સિઝનની શરૂઆત થઇ ગઇ છે. દરેક જગ્યાએ વરસાદે તેનું આગમન કરી જ દીધું છે. ચોમાસુ આવે અને ઘરમાં ભજિયા ન બને તો આપણે ગુજરાતી શાના ? ચોમાસાની ઋતુની મજા તો લેવાની જ છે, પરંતુ તેની સાથે-સાથે કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવાનું જ છે. જેથી આપણે અને આપણો પરિવાર સ્વસ્થ અને સુરક્ષિત રહે.
ચોમાસામાં ઘરની સંભાળ
ચોમાસા દરમિયાન ભેજવાળુ વાતાવરણ હોવાથી લીલ અને ફૂગ થાય છે. જે ઘરમાં રહેતા લોકો માટે હાનિકારક હોય છે. તેથી દિવાલો કે છત પર તિરાડો પડી હોય તો તેની મરમત કરાવવી જોઇએ.
છતની ઉપર પાણી જમા ન થાય તેની તકેદારી રાખવી જોઇએ.
આગથી બચવાનો ઉપાય
ઘરમાં કે ઘરની બહાર રહેલા વીજળીના ખુલ્લા વાયરોને કવર કરી લેવા જોઇએ. જેથી શોર્ટ સર્કિટ થઇને આગ લાગવા જેવી મોટી દુર્ઘટનાથી બચી શકાય. દરવાજા અને બારીઓ પર મચ્છર જાળી લગાવવી જોઇએ. જેના કારણે હવાની અવર-જવર રહે અને મચ્છર કે જીવ-જંતુ ઘરમાં ન આવી શકે.
રોગપ્રતિકારક શક્તિ વધારો
જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, તેવી વ્યક્તિએ ચોમાસામાં વધારે સંભાળ રાખવાની જરૂર છે. આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને પોષકતત્તવો લેવાથી તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.
વરસાદી ઋતુમાં શું ખાશો ?
વરસાદની ઋતુમાં પાચન શક્તિ ખૂબ જ નબળી થઇ જાય છે. ત્યારે પચવામાં ભારે હોય તેવો ખોરાક ખાવાનું ટાળવું જોઇએ. બહારના લારી-ગલ્લા પર કે જંક ફૂડ ન ખાવું જોઇએ. તેનાથી બિમારીની શક્યતાઓ વધી જાય છે.
ચોમાસામાં દૂધી, સરગવો, તૂરિયા જેવી રેસાવાળી શાકભાજી વધારે ખાવી જોઇએ.
વરસાદમાં ભીંજાયા પછી શું કરશો ?
જ્યારે તમે વરસાદમાં ભીંજાઓ છો ત્યારે, તરત જ તમારા શરીરને સ્વચ્છ પાણીથી સાફ કરી લો. વરસાદનું પાણી એસિડિક હોય છે જે તમારા શરીરને નુકશાન પહોંચાડે છે.
એકવાર ધોધમાર વરસાદ પડ્યા પછી તેમાં ભીંજાવાથી વાંધો નહિ આવે. કારણકે, ધોધમાર વરસાદ સાથે વાાવરણમાં રહેલો એસિડ પણ ધોવાઇ જાય છે.
સુતરાઉ કપડા પહેરવાનું રાખો
આ ઋતુમાં આકાશમાં વાદળો હોવાથી કપડા સારી રીતે સૂકાતા નથી. ત્યારે સામાન્ય પણ ભીનાં કપડા પહેરવાનું ટાળવું જોઇએ. આ સમયે સુતરાઉ (કોટન) કાપડના કપડા પહેરવા જોઇએ. તે ઝડપથી સુકાઇ જાય છે. તેનાથી શરીર પર સ્કીન ઇન્ફેકશન થવાનો ડર રહે છે.
ચોમાસામાં બૂટ કે મોજડી પહેરવાનનું ટાળવું જોઇએ અને વોટરપ્રૂફ કે ખુલ્લા પગરખાં પહેરવા જોઇએ.
કઇ રીતે સ્વાસ્થયની કાળજી રાખવી ?
આ ઋતુમાં મચ્છર વધારે આવે છે. જેથી ડેન્ગયુ, મેલેરિયા જેવી બિમારો થાય છે. આ મચ્છરોનો ઉદભવ ગંદા કે પડી રહેલા પાણીમાં થાય છે. ત્યારે ઘરમાં કે ઘરની આસપાસ વરસાદનું પાણી જમા ન થાય તેનું ધ્યાન રાખવું જોઇએ.
વાંચો: જાણો લીમડો તમને કેવી બિમારીઓથી બચાવી શકે છે ?
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.