વિશ્વ ગુજરાતી ભાષાએ કવિ નર્મદના જન્મ દિવસે તેમના માનમાં ઉજવવામાં આવે છે. કવિ નર્મદને તો દરેક ગુજરાતી ઓળખતો જ હશે. તો પણ જણાવી દઇએ કે, તેમનું ગુજરાતી સાહિત્યમાં એક ખુબજ જાણીતું નામ હતું. તેમનું પૂરું નામ નર્મદાશંકર લાલશંકર દવે છે. તેમનો જન્મ 24 ઓગસ્ટ 1833ના દિવસે સુરતમાં થયો હતો. ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવામાં તેમનો અમૂલ્ય ફાળો છે.
500 વર્ષ જૂની ભાષા
ગુજરાતી ભાષાનું અસ્તિત્વ ઘણુ જૂનું છે. ગુજરાતી ભાષા અંદાજે 500 વર્ષ જૂની છે. ગુજરાતીએ ભારતની 22 સત્તાવાર ભાષાઓ અને 14 પ્રાદેશિક ભાષાઓમાંની એક છે, ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દીવ અને દમણ દીવમાં સત્તાવાર ભાષા છે. તેનો ઉદભવ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાંથી થયો હશે તેવું માનવામાં આવે છે. પરંતુ તેનું અસ્તિત્વ આગળના 500 વર્ષમાં પૂરુ થઇ જશે ? ગુજરાતી ભાષાને બચાવવા લોકો અલગ-અલગ ઘણી ઝુંબેશ ચલાવી રહ્યા છે.
લુપ્ત થશે ગુજરાતી ?
ના રે ના ! એવું તો હોતું હોય કાંઇ આપણે ગુજરાતી છીએ, ગુજરાતી બોલીએ છીએ તો લુપ્ત થવાની વાત જ ક્યાં આવી ? જરા વિચારો, તમારું બાળક ગુજરાતી મીડિયમમાં ભણે છે કે, અંગ્રેજી ? બાળકને ભણાવી ગણાવીને વિદેશ મોકલવાનો પ્લાન બનાવાય છે. વિદેશમાં જે ગુજરાતીઓ વર્ષોથી રહે છે, ભલે ને ! કહેવાતા ગુજરાતી હોય પરંતુ ઘરમાં તેમના બાળકો કડકડાટ અંગ્રેજી બોલશે. ગુજરાતીમાં લખેલી એક લીટી પણ કદાચ તુટકે-તુટકે વાંચી શકશે. નોકરીનું ઇન્ટરવ્યુ હું ગુજરાતમાં આપુ છું પરંતુ સવાલ મને અંગ્રેજીમાં પૂછાય છે. તો શું ગુજરાતમાંથી ગુજરાતી લુપ્ત નથી થતી ?
ભાષા સાથે પ્રેમનો સંબંધ
ભાવિ પેઢીમાં આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે પ્રેમ જગાડવો ખૂબ જ જરૂરી છે. ગુજરાતનું અસ્તિત્વ તે જ છે. ગુજરાતી ભાષાનો શબ્દકોષ પણ અદભુત છે. ગુજરાતીમાં તમે તમારા વાક્ય પરથી સામેવાળા વ્યક્તિને માન આપી શકો છો. તમે મોટામાટે તમે, તમારું કહેશો. જ્યારે અંગ્રેજીમાં તો દરેક માટે YOU જ વપરાય. ત્યાં નાના-મોટાનો ભેદ ન સમજાય. લોકો કહે છે, ગુજરાતીનું વ્યાકરણ ઘણું જ અઘરું છે. તો તે ભાષાને શીખવા માટે ભાષા સાથે પ્રેમ થવો જરુરી છે.
વાંચો : માઉન્ટ આબુના જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો – Mount Abu Places
માં તે માં
ગુજરાતી એક ભાષા નહિ લાગણી છે. વધારે ભાષાનું જ્ઞાન હોય તે સારી વાત છે. પરંતુ માતૃભાષાનું જ્ઞાન તો હોવું જ જોઇએ. તમે ગમે ત્યારે તકલીફમાં હોવ ત્યારે સૌ પ્રથમ માંની યાદ આવે છે. તેમજ, ઘમે તેટલી ભાષા શીખી લો દુ:ખ અને સુખમાં તો માતૃભાષા જ નીકળશે. ગુજરાતી ભાષા તે ગુજરાતીઓની માં છે.
અર્થ વગરનું ગોખણિયું જ્ઞાન
પ્રતિયોગિતા આજના જમાનામાં ઘણી વધી ગઇ છે. તેનો ભાર માતા-પિતા બાળકોને નાનપણથી જ આપે છે. જેમકે, પેલા પડોશીનું બાળક કેટલી સરસ અંગ્રેજીમાં કવિતા બોલે છે. બાળકને તેનો મતલબ પણ સમજાય નહિને અંગ્રેજી કવિતા ગોખવાનું શરુ થાય. તેના કરતા તેને ગુજરાતીમાં કવિતા ગવડાવો તો તે તેનો અર્થ સમજી શકશે. આવી જ રીતે, જો બાળકને અંગ્રેજી મીડિયમમાં મુકવામાં આવે ત્યારે તે ગોઠણીયું જ્ઞાન જ મેળવે છે.
વાંચો : ગુજરાતમાં આવેલા 10 પવિત્ર શિવમંદિરો અને તેનું મહત્વ
પ્રાથમિક જ્ઞાન તો માતૃભાષામાં જ
નાનપણમાં જ્યારે તમે પહેલા કે બીજા ધોરણમાં ભણતાં હતા. ત્યારે તમે ભણ્યા હશો. ‘સૂર્ય પૂર્વમાં ઉગે છે’. પરંતુ જો એ સમયે કોઇએ એવું કહ્યું હોત, ‘The sun rises in the east’. તો કદાચ એ સમયે તેનો અર્થ સમજાયો હોત નહિ. શું તમને નથી લાગતું આ જ સ્થિતિ ગુજરાતમાં મોટાભાગના બાળકોની થઇ રહી છે.
ગુજરાતી સાહિત્ય
વાંચનના શોખીનને જ્યારે પૂછવામાં આવે કે, તમે કઇ ચોપડી વાંચવાનું પસંદ કરો છો ? મોટાભાગના લોકો કહેશે, અમે તો અંગ્રેજી નોવેલ અથવા અંગ્રેજી લિટરેચર જ વાંચીએ. ગુજરાતીમાં સારી વાંચવાલાયક ચોપડીઓ જ ક્યાં છે ? તો તમે એક વાર સરસ્વતીચંદ્ર ને તો વાંચો શેક્સપીયરને ભૂલી જશો. ચંદ્રકાન્ત બક્ષી, દલપરામને વાંચો. ગુજરાતી ભાષા જોડે પ્રેમ કરવામાં જરૂરથી મદદરૂપ થશે.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો.