જો તમે ઘરમાં બેઠા-બેઠા કંટાળી ગયા છો. તો અહીં તમને જણાવી રહ્યા છીએ કેટલીક એવી પ્રવૃતિઓ વિશે જેનાથી તમે મનોરંજન મેળવી શકો છો.
1. ફિલ્મ

ફિલ્મએ મનોરંજનનું સૌથી સહેલું અને દરેકને ગમતો વિકલ્પ છે. વિશ્વમાં મોટાભાગના લોકો પોતાના મનોરંજન માટે ફિલ્મ જોવાનું પસંજ કરે છે. ઈન્ટરનેટની સુવિધાને કારણે હવે તમે OTT પ્લેટફોર્મ પર તમારી મનગમતી ફિલ્મનો ઘરે બેસીને પણ આનંદ માણી શકો છો. ફિલ્મ એ તમને દિવસભરના તણાવથી બચવા અને મનોરંજન અને જાદુની દુનિયામાં સહેલ કરવાનો સૌથી મોટો વિકલ્પ છે.
એકલાને ફિલ્મ જોવાનું થોડું કંટાળાજનક લાગે તો તમે તમારા મિત્રો સાથે મૂવી ડેટ પણ ગોઠવી શકો છો. તમારા મિત્રો સાથે ફિલ્મનો આનંદ માણતા-માણતા પોપકોર્ન ખાઇને કોલ્ડિંગ પીવાની મજા આવશે.
2. પુસ્તક

પુસ્તકોને તમારો શ્રેષ્ઠ સાથી ગણવામાં આવે છે. તેઓ તમને થોડા સમય માટે તમારા જીવનમાંથી છટકીને બીજી દુનિયામાં ફેરવવાનું કામ કરે છે. અહીં તમે લેખક સાથે કલ્પનાની દુનિયામાં ફરીને પાછા આવો છો. પુસ્તકો એ તમને એવા સ્થળની મુસાફરી કરવી શકે છે, જે તમે ક્યારેય વિચાર્યું પણ ન હોય. પુસ્તકોના વાંચનથી મનોરંજનની સાથે-સાથે જ્ઞાનમાં પણ વધારો થાય છે.
3. વીડિયો ગેમ

વીડિયો ગેમ્સ હવે માત્ર બાળકો માટે રહી નથી. હવે, વિડિઓ ગેમ્સની દુનિયા એક સમૃદ્ધ ઉદ્યોગ બની ગયો છે. વિડિઓ ગેમ્સન રમવી એ દરેક માટે એક્સાઇટમેન્ટ બની ગઇ છે. કેટલાક લોકોને વર્ચ્યુઅલ કાર રેસિંગ ગેમ્સ રમવી ગમે છે. તો કેટલાક લોકોને ફોનમાં કેન્ડી ક્રશ જેવી અન્ય ગેમ રમવી ગમે છે. આ રમતો રમવાથી તમે તણાવમાંથી મુક્ત થઇને પોતાની જાતને ફ્રેશ કરી શકો છો.
વાંચો : ભાઇ-બહેન એકબીજાને શું ગિફ્ટ આપી શકે છે ?
4. ઓપન માઇક નાઇટ

મનોરંજનના વિકલ્પોમાંનો એક વિકલ્પ એટલે ઓપન માઇક નાઇટ્સ છે. તમે માત્ર બીજા લોકો દ્વારા કરવામાં આવતા એક્ટનો આનંદ જ નહિ માણતા પરંતુ તમે સ્ટેજ પર ઉભા થઈન અને તમારી અંદર છુપાયેલી પ્રતિભાને પણ લોકો સમક્ષ રજૂ કરી શકો છો. તમે લોકો આગળ સ્ટેન્ડ અપ કોમેડી કરી શકો છો, ગીત ગાઇ તથા અન્ય કોઇ પ્રકારની કલા રજૂ શકો છો. ઘણી વાર તમે તમારી જે પ્રતિભાથી અજાણ છો તે જાણી શકો છો. જો તમે સ્ટેજ પર જવા ન માંગતા હોય તો તમે ઓડિયન્સમાં બેસીને પણ આનંદ માણી શકો છો.
વાંચો : ચાલો જાણીએ 5 રમતો વિશે જે બાળકો સાથે-સાથે વડીલો પણ રમી શકે…..
5. સર્કસ

સર્કસ કોઈના પણ મૂડને બદલી શકે છે. તમે ગમે તેટલા કંટાળેલા હોય સર્કસમાં એટલું સરસ મનોરંજન થાય કે, તમારો બધો સ્ટ્રેસ દૂર થઇ જશે. ત્યાં તમારો સમય ખૂબ જ સારી રીતે પસાર થશે. સર્કસ માત્ર બાળકોના મનોરંજન માટે નથી હોતું. પરંતુ તેમાં મોટી ઉંમરના લોકો પણ આનંદ માણી શકે છે. અહીં તમે તમારું બાળપણ યાદ કરીને તેને ફરી જીવી શકો છો.
6. નાટકો

જો તમને નાટકોનો શોખ હોય તો નાટકો જોવા જવું ખૂબ જ સારું મનોરંજન ગણી શકાય છે. નાટકોમાં તમે દરેક વખતે અલગ-અલગ પાત્રમાં ઢળેલા જોવા છો. તેમનો સ્ટેજ ઉપર આવતા જ કોઇ પણ કટ વગર જુસ્સાથી થતો અભિનય તમને મંત્રમુગ્ધ કરી દેશે. નાટકો તમને ફિલ્મ કરતા પણ વધારે મનોરંજન પૂરું પાડશે.
7. કાર્નિવલ

કાર્નિવલ્સમાં તમે તમારા પરિવાર કે મિત્રો સાથે જઇ શકો છો. અહીં અલગ-અલગ ઘણી રમતો, બૂથ, ફૂડ, રાઇ્ડસ વગેરેનો આનંદ માણી શકાય છે. કાર્નિવલમાં તમે તમારો એક આખો દિવસ પસાર કરી શકો છો. કાર્નિવલ આનંદ અને મનોરંજનથી ભરપૂર હોય છે. અહીં તમે અલગ-અલગ પ્રકારના વ્યંજનનો સ્વાદ માણી શકો છો.
વાંચો : અમદાવાદમાં થતા કાંકરિયા કાર્નિવલનો સમય જાણો
8. જાદુના ખેલ

કોણ હશે જે પોતાના જીવનમાં જાદુ નહિ ગમતું હોય ? જાદુના ખેલ તમને બીજી જ દુનિયામાં સફર કરાવે છે. અને તે દરેક વસ્તુને મનોરંજક બનાવે છે. જાદુગરો દ્વારા કરવામાં આવતી ખેલ અને પ્રવૃત્તિઓ બાળકો સાથે-સાથે પુખ્ત વયના વ્યક્તિને પણ વિચારે ચડાવી દે છે. તમે જાણ છે કે, જરેક ખેલના પાછળ હાથની સફાઇ અથવા વિજ્ઞાન રહેલું છે તેમ છતાં તમે તેનો આનંદ માણી શકો છો.
9. કોન્સર્ટ

જો તમે સંગીત પ્રેમી છો તો આ મનોરંજનનો એક સારો વિકલ્પ છે. તો તમે તમારા મનપસંજ બેન્ડની ટિકિટ મેળવીને જે-તે સ્થળે કોન્સર્ટનો આનંદ માણી શકો છો. વિશ્વાસ રાખો, તમારા મનપસંદ બેન્ડને લાઇવ સાંભળવાનો અનુભવ જ કંઇ જુદો હશો. જો તમને સંગીત પસંદ છે પરંતુ સારા બેન્ડ વિશેની જાણકારી ન હોય તો તમે તમારા મિત્રોને પૂછીને તેમની સાથે પણ જઇ શકો છો.
વાંચો : Oscar Award : ભારતમાંથી કોને મળ્યો હતો ઓસ્કાર
10. ફૂડ ફેસ્ટિવલ

શું તમે ફૂડી છો ? તમને અલગ-અલગ વાનગીઓ ચાખવાનો શોખ છે ? જો હા, તો ફૂડ ફેસ્ટિવલ તમારા માટે એક સારો વિકલ્પ રહેશે. ઘરના રોજના જમવાનાને આરામ આપીને કંઇક નવું ટેસ્ટ કરવા મળશે. આખા શહેર રહેલા ફેમસ ફૂડ રેસ્ટોરન્ટ અહીં તેમના સ્ટોલ્સ લગાવે છે. જ્યાં તમને આખા શહેરની ફેમસ વાનગી એક જ જગ્યાએ મળી જશે.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.
Film, books, food festival