સામગ્રી

  • 500 ગ્રામ તુરિયા
  • 100 ગ્રામ ચણાનો લોટ
  • 4-5 કળી લસણ
  • 2-3 લીલા મરચાં
  • લીલા ધાણા
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી હળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2 ચમચી ધાણા જીરું પાવડર
  • 1/2 ચમચી અજમો
  • હીંગ
  • 2 મોટા ચમચી તેલ

તુરીયા ની ઢોકળી બનાવવાની રેસિપી નો વિડિઓ:

પૂર્વ તૈયારી

  • લીલા મરચાં અને લસણને જીણાં વાટીને રાખો.
  • ચણાનાં લોટમાંથી ઢોકળી બનાવીને તૈયાર રાખો.
  • તુરિયાને મોટા-મોટા સમારીને રાખો.

ચણાના લોટમાંથી ઢોકળી બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ લો.
  • તેમાં લાલ મરચું પાવડર, હળદર, મીઠું, ધાણા જીરું પાવડર, અજમો, જીણા સમારેલા ધાણા તથા અડધી ચમચી તેલ ઉમેરો. આ બધું ઉમેર્યા બાદ તેને બરાબર મિક્સ કરી લો.
  • તેમાં થોડું-થોડું પાણી ઉમેરીને લોટ બાંધો. ધ્યાન રહે કે, લોટ ઢીલો ન થઇ જાય. લોટ બંધાઇ ગયા બાદ તેની નાની-નાની ગોળ ઢોકળી તૈયાર કરો.
ચણાના લોટમાંથી બનાવેલી ઢોકળી

શાક બનાવવાની રીત

  • શાક બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઇ લો.
  • તેમાં મોટી 2 ચમચી તેલ ઉમેરીને તેને ગરમ થવા દો. તેલ ગરમ થઇ જાય ત્યારબાદ તેમાં વાટેલાં લીલા મરચાં અને લસણને મિક્સ કરીને ઉમેરો. ત્યારબાદ તેમાં જીરું ઉમેરો.
  • તેમાં થોડી હીંગ નાખીને સમારેલા તુરિયા ઉમેરો.
  • તેમાં હળદર, લાલ મરચું પાવડર અને મીઠું તથા ધાણા જીરું પાવડર ઉમેરો.
  • તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરો. ત્યારબાદ તેને બરોબર મિક્સ કરો અને તેને ઢાંકી દો.
  • 2 મિનિચ પછી તેમાં ચણાના લોટમાંથી ત્યાર કરેલી ઢોકળી ઉમેરો. ત્યારબાદ ધીમી આંચ પર ઢોકળીને ચડાવો દો.
  • થોડી-થોડી વારમાં શાકને હલાવતા રહેવું નહિ તો ઢોકળી કડાઇમાં ચોંટી જશે.
  • ઢોકળી બરોબર ચડી જાય પછી તેમાં લીલા ધાણા ઉમેરો. તેને ગરમ-ગરમ રોટલી સાથે પીરસો.

આ પણ વાંચો – ચોમાસામાં તુરિયા ખાવાથી થતાં ફાયદા વિશે જાણો

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.

Categorized in: