તાઇવાન અને ચીન વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે. તો જાણો, તાઇવાન ચીન થી અલગ કઇ રીતે પડ્યું ?, કેમ તાઇવાનને ચીન કબ્જે કરવા માંગે છે ? તાઇવાન જો યુદ્ધ થશે તો ચીન સામે ટકી શકશે ?
જાપાનનો ચીન પર કબ્જો
તાઇવાન પહેલાં ચીનનો ભાગ હતું. તે સમયે ત્યાં ક્વીન્ગ(Qing) વંશનું રાજ હતું. 1894માં જાપાને ચીનના ઘણા ભાગ પર કબ્જો કરી લીધો હતો. તાઇવાન પણ તેમાંનું એક હતું. તેના પછી ચીનમાં નાના-નાના શાસકો દ્વારા ચીનના ભાગ પડી ગયા.
ચાઇનાનું પુન:ગઠન
ચીનમાં એક નેતા હતા, જેમનું નામ સન્યાતસીન હતું. તેમને 1912માં કૌમેન ટોન્ગ પાર્ટીનું નિર્માણ કર્યું હતું. જેનો ધ્યેય ચીન નું પુન:ગઠન કરવાનું હતું. તે આ કાર્યમાં થોડા ઘણા અંશે સફળ થયા હતા પરંતુ 1925માં સન્યાતસીનનું મૃત્યુ થયું હતું.
પાર્ટીના બે ભાગ
કૌમેન ટોન્ગ પાર્ટી બે ભાગમાં વહેંચાઇ ગઇ. તેમાંથી એક પાર્ટી નેશનલિસ્ટ પાર્ટી બની અને એક કમ્યુનિસ્ટ પાર્ટી બની. નેશનલિસ્ટ પાર્ટી લોકતંત્રમાં માનતી હતી. જ્યારે કમ્યુનિસ્ટ પાર્ટી એક પાર્ટી દ્વારા ચાલતા રાજ પર માનતી હતી. બંન્ને પાર્ટી વચ્ચેના મતભેદ વધતા ગયા અને 1927માં શંઘાઇ નરસંહાર થયો. બંન્ને પાર્ટી વચ્ચે 1927થી 1950 સુધી આંતરવિગ્રહ ચાલી હતી.
ચીન-જાપાન યુદ્ધ
જાપાને આ સિવિલ વોરનો ફાયદો ઉઠાવીને 1931માં ચીનના મન્ચુરિયા પર હુમલો કરીને તેના પર કબ્જો કરા લીધો. જાપાને 1937માં દ્વિતિય ચીન-જાપાન યુદ્ધ શરુ કરી દીધું. આ યુદ્ધ 1945માં જાપાન પર પરમાણુ બોમ્બ પડ્યો ત્યાં સુધી ચાલ્યું હતું. તેથી ચીનનો જે એરિયા જાપાને કબ્જે કર્યો હતો તે ચીન પાસે પાછો જતો રહ્યો.
ફાર્મુસા દ્વિપ(તાઇવાન)
1949માં ચીન પર કમ્યુનિસ્ટ પાર્ટીએ કબ્જો કરી દીધો. નેશનલિસ્ટ પાર્ટીના અંદાજે 20 લાખ જેટલા લોકો હતા. તે બધા લોકો એક ફાર્મુસા નામના અક અજ્ઞાત દ્વિપ પર જતા રહ્યા. તે લોકો આ દ્વિપ પર જાનવરો તથા સામાન લઇ ગયા. તે લોકો જે ફાર્મુસા નામના દ્વિપ પર ગયા તે જ અત્યારે તાઇવાન તરીકે ઓળખાય છે.
વન ચાઇના પોલિસી
તાઇવાનના લોકો પોતાને રિપબ્લિક ઓફ ચાઇના કહેવા લાગ્યા હતા. અને કમ્યુનિસ્ટ પાર્ટીના લોકો પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના ઘણાવવા લાગ્યા હતા. બંન્ને વન ચાઇના પોલિસીમાં માનતા હતા અને ખૂદને ઓરિજનલ ચીન માનતા હતા.
UNO દ્વારા 1971માં ચીનને માન્યતા
UNOએ રિપબ્લિક ઓફ ચાઇનાને ઓરિજનલ ચાઇના કહ્યું હતું અને 1971 સુધી તે માન્યતા રહી હતી. 1971માં UNOએ રિપબ્લિક ઓફ ચાઇનાને કહ્યું તે સ્વતંત્ર દેશ નથી. તે પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના એટલે કે ચીનનો ભાગ છે.
અમેરિકાના તાઇવાન સાથે સંબંધ
અમેરિકા પણ 1979માં વન ચાઇના પોલિસીને માનીને તાઇવાનને ચીનનો ભાગ ગણતું હતું. જોકે, અમેરિકા તાઇવાન સાથે બિનસત્તાવાર સંબંધો જાળવતું હતું. અમેરિકા તાઇવાનને શસ્ત્રોનો સતત પુરવઠો આપતું હતું. આ અંગે ચીને ચિંતા વ્યક્ત કરી હતી.
ચીનનું પોલિટીકલિ દબાણ
દુનિયાના માત્ર 13 જ દેશ તાઇવાનને એક અલગ અને સાર્વભૌમ દેશ માને છે. બીજા દેશો તાઇવાનને માન્યતા ન આપે તે માટે એમના પર ચીન વ્યાપારિક અને પોલિટીકલિ દબાણ કરી રહ્યું છે. તાઇવાનના સુરક્ષામંત્રીએ જણાવ્યા અનુસાર, ચીન સાથેના એમના સંબંધો છેલ્લાં 40 વર્ષોથી સારા નથી.
યુદ્ધની શક્યતા
જો ચાઇના અને તાઇવાનનું યુદ્ધ થાય છે તો, તાઇવાન ચાઇના સામે ટકી શકશે નહિ. જો અમેરિકા તેનો સાથ આપે તો ચીનનો સામનો તાઇવાન કરી શકે તેવી શક્યતા છે.
ચીનના 56 લડાકુ વિમાન તાઇવાનના વિસ્તારમાં
ચીને 2021માં તાઇવાનના ઍર ડિફેન્સ ઝોનમાં પોતાનાં લડાકુ વિમાનો મોકલ્યા હતા અને તાઇવાન પર દબાણ ઉભું કરવાની કોશિશ કરી હતી. ઓક્ટોબર 2021માં માત્ર એક જ દિવસમાં ચીનના 56 વિમાનો તાઇવાનના વિસ્તારમાં ઘૂસ્યા હતા.
તાઇવાન દુનિયા માટે કેમ ઉપયોગી ?
રોજીંદા જીવનમાં ઉપયોગી એવા ઇલેક્ટ્રોનિક્સ ગૅજેટ જેવાં કે ફોન, લૅપટૉપ, ઘડિયાળ અને ગેમિંગ ઉપકરણોમાં જે ચીપ લાગે છે તે મોટા ભાગે તાઇવાનમાં બને છે. તાઇવાનમાં જ દુનિયાની અડધાથી વધુ ચિપનું ઉત્પાદન થાય છે. જો ચીન તાઇવાનને કબ્જે કરી લે તો દુનિયાનો મહત્વનો ઉદ્યાગ ચીનના નિયંત્રણમાં આવી જાય.
વાંચો: જાણો કેમ થઇ સોના ની લંકા શ્રીલંકાની ભયંકર આર્થિક સ્થિતિ
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.