જાણો એક સમયે સોના ની લંકા કહેવાતા એવા શ્રીલંકા ની ભયંકર આર્થિક સ્થિતિ કઈ રીતે થઇ. કેમ અન્ન અને દવાઓ માટે પણ વલખા મારવા પડે છે.

શ્રીલંકામાં શું ચાલી રહ્યું છે ?

શ્રીલંકામાં પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનના નિવાસ સ્થાનોમાં ઘૂસીને પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંન્ને રાજીનામું નહિ આપે ત્યાં સુધી તેઓ ત્યાંથી હઠશે નહિ. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાનના અંગત નિવાસસ્થાનને પણ આગ લગાવી દીધી હતી.

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનું રાજીનામુ

શ્રીલંકાના સંસદના સ્પીકરે કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે જણાવ્યું છે કે, તે બુધવારે રાજીનામુ આપી દેશે’. પરંતુ રાષ્ટ્રપતિએ આ અંગે કોઇ નિવેદન આપ્યું નથી. વડાપ્રધાન રનિલ વિક્રમાસિંઘેએ ટ્વીટ કરીને પોતે રાજીનામુ આપવા અંગેની વાત કરી હતી.

શ્રીલંકામાં ચાલી રહેલી પરિસ્થિતિનું કરાણ

શ્રીલંકામાં વિદેશી કરન્સીનું ભંડોળ ખૂટી જવાને કારણે ત્યાં આર્થિક કટોકટી પેદા થઇ છે. લોકોના કહેવા પ્રમાણે સરકારના આર્થિક ક્ષેત્રમાં રહેલી ખામીઓને અને કોરોના મહામારીની અસરના કારણે આ સ્થિતિ છે.

કોરોનામાં ટુરિઝમ પર અસર

શ્રીલંકામાં ઘણી ઓછી વસ્તુઓના ઉત્પાદન થાય છે. તેથી આયાતની સામે નિકાસ ઓછી થાય છે. ત્યાંની કમાણીનું મુખ્ય સાધન ટુરિઝમને માનવામાં આવે છે. પરંતુ કોરોનામાં તે પણ બંધ થઇ જવાના કારણે આ પરિસ્થિતિ ઉત્પન થઇ છે.

કટોકટીની શરૂઆત

વિદેશી કરન્સીની અછતની કારણે શ્રીલંકામાં તેલ, ખાવા-પીવાના સમાન અને દવા જેવી સામાન્ય જરૂરિયાનના સામાનને આયાત કરી શકતું ન હતું. મે મહિનામાં પ્રથમવાર શ્રીલંકામાં દેવાનો હપ્તો ચૂકવી શક્યું ન હતું.

વિદેશી કરન્સીની અછત

શ્રીલંકા પાસે આયાતોની ચુકવણી કરવા ખાનગી બેન્કો પાસે પૂરતા પ્રમાણમાં વિદેશી કરન્સી નથી. સમગ્ર દેશ આર્થિક કટોકટીમાં સપડાઈ ગયો છે. દેશમાં ખાંડ, ચોખા તથા અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત થવા લાગી છે.

શ્રીલંકામાં માનવાધિકારોનું ઉલ્લંઘન

પ્રદર્શનકારીઓના પ્રદર્શન ઉપર લગામ લગાવવા માટે પોલીસે કર્ફ્યૂ લગાવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે ભીડ પર નિયંત્રણ મેળવવા સંયમ જાળવવાની સલાહ આપી છે. શ્રીલંકાની માનવાધિકાર પરિષદે પણ એક નિવેદનમાં કહ્યું છે કે, ઇન્સપૅક્ટર જનરલ ઑફ પોલીસ દ્વારા લાદવામાં આવેલો કર્ફ્યૂ ગેરકાયદેસર હતો.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ

રાજકીય અસ્થિરતાને કારણે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની સાથેના સોદામાં પણ વિલંબ થવાની શક્યતા રહેલી છે અને વિદેશથી આર્થિક સહકાર વગર શ્રીલંકાની હાલત સતત કફોડી બનતી જશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે એક નિવેદનમાં જણાવ્યું હતું છે કે, તેઓ શ્રીલંકાના રાજનૈતિક સંકટના સમાધાનની આશા રાખી રહ્યા છે. જેથી બેલઆઉટ પૅકેજને લઈને વાતચીત ફરીથી શરૂ કરી શકાય.

ભારત તરફથી મદદ

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે શ્રીલંકાને આ વર્ષે 3.8 બિલિયન ડૉલરની મદદ પહોંચાડી છે. ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરના જણાવ્યા અનુસાર, ભારત આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાની મદદ કરી રહ્યું છે.

વાંચો: 10 સરળતાથી જાળવણી કરી શકાય એવી બજેટ ફ્રેન્ડલી કુતરાની જાતો

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.