જયારે ફરાળ ની વાત આવે એટલે આપણ ને સાબુદાણા ની ખીચડી ની જ યાદ આવે પરંતુ આજે જાણીયે સ્વાદિષ્ટ અને ફરાળી સાબુદાણાના વડા બનાવવા ની સરળ રીત. sabudana vada recipe in gujarati, sabudana vada banavani rit.
સામગ્રી
- 1 કપ સાબુદાણા
- 2 મીડિયમ બાફેલા બટાકા
- 1 ચમચી લીલા મરચાની પેસ્ટ
- 9/10 મીઠા લીમડાના પાન
- 1/2 કપ લીલા ધાણા
- મીઠું સ્વાદાનુસાર
- 1/2 ચમચી જીરું
- 1/4 કપ ક્રશ કરેલા શિંગદાણા
- 1 ચમચી આદુની પેસ્ટ (optional)
- તળવા માટે તેલ (જરૂર મુજબ)
બનાવવાની રીત
- સૌ પ્રથમ સાબુદાણાને ધોઇ નાખો. 1 કપ સાબુદાણામાં દોઢ કપ પાણી ઉમેરીને 3 કલાક માટે પલાળી રાખો. પલાળેલા સાબુદાણામાંથી પાણીને કાઢી લો.
- સાબુદાણાને એક બાઉલમાં લઇને તેની અંદર લીલા-મરચાંની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરો.
- તેની અંદર ક્રશ કરેલા શિંગદાણા ઉમેરી દો. ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ ઉમેરો. તેમાં અડધો કપ જીણા સમારેલા લીલા ધાણા અને તેમાં જીણા સમારેલા મીઠા લીમડાના પાન ઉમેરો.
- બાફેલા બટાકાની છાલ નીકાળીને મોટી છીણી વડે તેને છીણી લો. ત્યારબાદ બટાકાને બીજી બધી સામગ્રી સાથે ઉમેરી લો. બધી જ સામગ્રીને મિક્સ કરીને મિશ્રણ બનાવી લો.
- એક નાની વાટકીમાં તેલ લો. ત્યારબાદ હાથમાં તેલ લગાવીને મિશ્રણને ટીક્કીની જેમ ચપટો આકાર આપો.
- આ જ રીતે બધા મિશ્રણની ટીક્કી બનાવી લો.
- એક કડાઇમાં તેલ લઇને તેને ગરમ કરો. તેલ ગરમ થઇ જાય ત્યારપછી એક-એક કરી ટીક્કીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
- ગરમા-ગરમ વડાને લીલી ચટણી સાથે પીરસો.
વાંચો: ફ્રેન્ચ ફ્રાઇઝ 🍟 બનાવવાની રેસિપી – French Fries Recipe In Gujarati
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.