ફરવા જવાનું છે ? ના, મારાથી સીડીઓ નહિ ચડી શકાય અથવા મારાથી વધારે ચલાતું નથી. ઘૂંટણમાં હમણાનો ખૂબ જ દુ:ખાવો રહે છે. આ શબ્દો હવે સામાન્ય થઇ ગયા છે. આ સમસ્યા સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે, કારણ કે તે દિવસભર ઊભા-ઊભા કામ કરે છે તેનાથી તેમનું લોહી એક જગ્યાએ ભેગુ થાય છે. તેથી હાડકા નબળા પડે છે. ઉંમર વધતા આ દુ:ખાવો શરૂ થાય છે પરંતુ હવે તો નાની ઉંમરના વ્યક્તિમાં પણ આ દુ:ખાવો થવા લાગ્યો છે. તો ચાલો, જાણીએ નાની ઉંમરમાં થતા ઘૂંટણના દુ:ખાવાના કારણો વિશે…
ઘૂંટણમાં દુ:ખાવાના કારણો
- કસરત કે ફિજીકલ એક્ટિવીટી ન કરવી
- ઘૂંટણમાં થયેલી કોઇ ઇજાના લીધે આડું જોડાઇ ગયેલું હાડકું
- વધારે વજન હોવું – 1 કિલો વજન વધવા પર ઘુંટણ અંદાજે પર 3 ગણું વજન વધારે પડે છે.
- હાડકામાં વળાંક
- ઇન્ફેક્શન અથવા ટ્યૂમર આ સિવાય પણ અન્ય ઘણા કારણો જવાબદાર હોઇ શકે છે. જેનું સચોટ કારણ જાણવા માટે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
વાંચો : કમરના દુ:ખાવાના કારણોથી સારવાર સુધીની સંપૂર્ણ માહિતી
ઘૂંટણના દુ:ખાવાને અટકાવવા શું કરવું જોઇએ ?
- નિયમિત કસરત કરવી જોઇએ.
- ખોરાકમાં કેલ્શિયમ તથા વિટામીન ડી મળી રહે તેવો ખોરાક લેવો જોઇએ.
- પોતાના વજનને નિયંત્રણમાં રાખવું.
- ઘૂંટણમાં દુ:ખાવો શરૂ થાય ત્યારે અંદાજે બેથી ત્રણ દિવસ સુધી દર 2થી 4 કલાકે અંદાજે 15થી 20 મિનિટ સુધી ઘૂંટણ પર બરફ લગાવો જોઇએ. આ દુ:ખાવાને નિયંત્રિત કરવામાં મદદરૂપ કરશે. તમારી ત્વચાને નુકસાન ન થાય તે માટે આઇસ પેક તથા ટુવાલનો ઉપયોગ કરવો જોઇએ.
- ઘૂંટણમાં માલિશ કરવાથી દુ:ખાવામાં રાહત મળે છે. ઘરે જાતે માલિશ કરવા માટે તમે એરંડાના તેલનો ઉપયોગ કરી શકો છો. એરંડાના તેલનો ઉપયોગ દુ:ખાવો અને બળતરા ઘટાડવા માટે થાય છે.
- જો તમારા ઘૂંટણનો દુ:ખાવો 4 અઠવાડિયાથી વધારે છે તો તેને ઇગ્નોર કર્યા વગર ડૉક્ટરને મળવું જોઇએ.
- જો ઘૂંટણનો દુ:ખાવો હાડકામાં વળાંક અથવા આડા જોડાયેલા હાડકાને લીધે કે પછી કોઇ અન્ય બિમારીના લીધે હોય તો ડૉક્ટરની સારવાર લેવી ખૂબ જ અગત્યની છે તેનાથી જ તેનું નિદાન આવી શકે છે.
વાંચો : આયુર્વેદિક ગુણધર્મોથી ભરેલું બીલી કેટલાય રોગોથી બચાવી શકે
ઘૂંટણના દુ:ખાવામાં રાહત મેળવવા કરાતી કસરત
- સૌ પ્રથમ જમીન પર બેસી જાઓ. ત્યારબાદ બંન્ને પગને સીધા કરી દો. બંન્ને પગ વચ્ચે થોડી જગ્યા રહે તેનું ધ્યાન રહે. હવે ઘૂંટણના સ્નાયુઓને ટાઇટ કરવા તથા લૂઝ કરવા જોઇએ. આવું અંદાજે 20થી 25 વાર કરવું જોઇએ.
- જમીન પર બેસીને બંન્ને પગને ભેગા કરો. તમારા હાથ ઘૂંટણ પર મૂકો. પગના પંજાને ગોળ ફેરવો. તેનાથી આખું ગોળ બને તે રીતે ફેરવો. આવું તમારે 5 વાર ડાબેથી જમણે અને 5 વાર જમણેથી ડાબે એ રીતે કરવાનું છે.
- પંજાને બહારની બાજુ ખેંચો અને જે નસો ખેંચાય તેને ફીલ કરો. એ જ રીતે હવે પંજાને અંદરની બાજુ ખેંચો અને નસો ખેંચાય તે બાજુ ધ્યાન કેન્દ્રિત કરો. આને અંદાજે 10 વાર રીપીટ કરો. આનાથી ઘૂંટણના દુ:ખાવામાં રાહત થશે.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.