રક્ષાબંધનને થોડાક જ દિવસો બાકી છે. ત્યારે દરેક ભાઇ-બહેન એક બીજાને કંઇને કંઇ ગિફ્ટ તો આપશે જ. ગિફ્ટની કોઇ કિંમત ના હોય. કિંમત તો ભાઇ-બહેનના પ્રેમની હોય છે. તો જાણો, ભાઇને અથવા બહેનને ગિફ્ટ આપવાના આપના બજેટ પ્રમાણેના અમુક આઇડિયા.
Rakshabandhan/Rakhi Gift Ideas:
1. ચોકલેટ (chocolate)

જો બજેટ ઓછું હોય તો આ ગિફ્ટ તમારા માટે સારી રહેશે. ચોકલેટ એક એવી વસ્તુ છે કે, તે 5 રુપિયાથી લઇને 500 રુપિયા સુધી મળી રહેશે. આ ગિફ્ટ બહેન-ભાઇને અને ભાઇ-બહેનને પણ આપી શકે છે. તથા ચોકલેટ એક એવી વસ્તુ છે કે, તે દરેકને ભાવે છે. તો રક્ષા બંધન પર આ એક સારી ગિફ્ટનો ઓપ્શન હોઇ શકે છે.
2. એક દિવસનો પ્રવાસ (One day trip)

આપણી જીંદગી એટલી વ્યસ્થ થઇ ગઇ છે કે, આપણને આપણા પરિવાર સાથે બેસવાનો સમય હોતો નથી. ભાઇ-બહેન ઇચ્છા હોવા છતાં બેસીને મનની વાતો નથી કરી શકતા. ત્યારે તમે તમારા ભાઇ અથવા બહેન સાથે એક દિવસ માટે કોઇ પણ નજીકના સ્થળે ફરવા જવાનું આયોજન કરી શકો છો. તેનાથી તમે આખો દિવસ તેમની સાથે વિતાવવા મળશે.
3. કાંડા ઘડિયાળ (Wrist Watch)

આ પણ તમારા બજેટ પ્રમાણે આપવા માટેની એક સારી ગિફ્ટ છે. તે પણ ભાઇ અને બહેન બન્નેને આપી શકાય તેની ગિફ્ટ છે. તમે અલગ-અલગ કંપની પ્રમાણે અલગ-અલગ કિંમતની ઘડિયાળ ખરીદીને આપી શકો છો.
4. સરપ્રાઇઝ (Surprise)

તમે જો તમારા ભાઇ-બહેનથી દૂર રહેતા હોય તો, તેમને ત્યાં અચાનક મળવા જઇને સરપ્રાઇઝ આપી શકાય. આ રીતે તેઓ ખૂબ જ ખુશ થશે. તેમને તમે અલગ-અલગ ઘણી રીતે સરપ્રાઇઝ આપી શકો છો. તેમને ધારી ન હોય તેવું કોઇ કાર્ય કરી અથવા તેવી કોઇ વસ્તુ પણ આપી શકો છો.
5. હાથથી બનાવેલુંને કાર્ડ (Handmade card)

ગ્રિટીંગ કાર્ડ તો હવે બજારમાં ગમે તેવા ઘણા બધા મળે છે. તેથી હવે આપણે હાથથી કાર્ડ બનાવવાનું તો જાણે ભૂલી જ ગયા છીએ. પરંતુ બજારમાંથી લાવેલા કાર્ડ કરતા હાથથી બનાલેલા કાર્ડનો પ્રેમ અલગ જ હોય છે. તેમાં થોડી મહેનત પડે પણ તે જોઇને તમારા ભાઇ કે બહેનની ખુશીનો પાર નહિ રહે. તથા આમા કોઇ પ્રકારનો ખર્ચો પણ થશે નહિ. તમે ઘરમાં જ રહેલી વસ્તુનો ઉપયોગ કરીને કાર્ડ બનાવી શકો છો.
6. તમે બનાવેલું જમવાનું (Special food made by you)

આ ગિફ્ટ તો દરેક ભાઇ-બહેનને ગમશે. તેમાં પણ બહેનોને તો ગિફ્ટ કંઇક વધારે જ ગમશે. જે ભાઇ ક્યારેય પાણીનો ગ્લાસ પણ ભરીને ન આપતો હોય, તે તેના હાથે બહેનનું મનગમતું કંઇક ભોજન બનાવે તો તે ખૂબ જ ખુશ થશે. આ ગિફ્ટમાં પૈસા જરાય નહિ ખર્ચાય પરંતુ તે ખૂબ જ કિંમતી હશે.
7. કેશ (Cash)

જો તમારી પાસે સમય ન હોય અથવા તમે બહુ જ કન્ફયુઝ હોય કે શું આપવું ? તો આ એક સારો ઓપશન છે. તમે તમારા ભાઇ અથવા બહેનને કેશ આપી દો. તો તેમને જે જરુર હશે તે જાતે જ લાવી દેશે. તથા પૈસા તેમને કામ પણ આવશે.
8. ઇલેક્ટ્રિક ગેજેટ (Electric gadgets)

જો બજેટ વધારે સારું હોય તો આ એક સારો ઓપશન રહેશે. તમે તેમને જરુર મુજબ અલગ-અલગ પ્રકારના ગેજેટ્સમાંથી કોઇ પણ એક આપી શકો છો. તેમાં તમે મોબાઇલ ફોન, સ્પીકર, બ્લૂટૂથ ઇયરફોન તથા ટેબ્લેટ જેવી વસ્તુ આપી શકો છો.
9. જ્વેલરી (Jewelry)

આ ગિફ્ટ ભાઇ બહેન આપી શકે છે. તમે તમારા બજેટ પ્રમાણે તે આપી શકો છો. તમે આર્ટિફિશીયલથી લઇને ગોલ્ડ, સિલ્વર, કુંદન, ઓક્સાડાઇઝ જ્વેલરી આપી શકો છો. તેમાં તમે નેકલેસ, ઇયરીંગ, રીંગ જેવી જ્વેલરી આપી શકો છો. છોકરીઓને સૌથી વધુ ગમતી ગિફ્ટમાંની એક ગિફ્ટ છે.
10. ગિફ્ટ વાઉચર (Gift voucher)

દરેક શોપિંગની વેબસાઇટ ઉપર તમે ગિફ્ટ વાઉચર ખરીદી શકો છો. તો તમે તમારા ભાઇ અથવા બહેનને તે ગિફ્ટ વાઉચર આપી શકો છો. તો તેઓ તે વેબસાઇટ પરથી તેમને ગમે તે વસ્તુ તેમની જરુરિયાત મુજબ ખરીદી શકે છે.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.