આજે ભાદરવા સુદ આઠમ એટલે આપણા રાધાજીનો જન્મદિવસ. આજનો દિવસ રાધાષ્ટમીના દિવસ તરીકે ઓળખાય છે. ત્યારે આજના શુભ અવસર પર જાણીએ રાધારાણી વિશે.
કોણ હતા રાધા ?
આજે જાણીએ કોણ છે શ્રી રાધા ? કોઇ કહે છે તે શ્રી લક્ષ્મીનો અવતાર છે, કોઇ કહે છે તે દેવી છે. ત્રણ બેહનો હતી. મેના, ધન્ના અને કલાવતી.
મેનાજીન ત્યાં પાર્વતીજીએ અવતાર લીધો હતો. ધન્નાના ત્યાં સીતાજીએ અવતાર લીધો હતો. એક દિવસ ત્રણે બેહનો બેઠી હતી. ત્રણે વાતો કરતી હતી.
મેનાએ કહ્યું, મારા ત્યાં તો સાક્ષાત માઁ જગદમ્બાએ અવતાર લીધો છે. ધન્નાએ કહ્યું, મારા ત્યાં સાક્ષાત માઁ લક્ષ્મીએ અવતાર લીધો છે. ત્યારે કલાવતીને થયું મારી તો કોઇ પુત્રી જ નથી. તેમને વિચાર્યુ હું પણ શ્રીમદ નારાયણની સેવા કરીશ પૂજા-અર્ચના કરીશ અને તેમને પ્રાર્થના કરીશ કે, મારા ત્યાં પણ કોઇ દેવીનો અવતાર થાય.
કલાવતીએ ઘણા વર્ષો સુધી શ્રીમદ નારાયણની તપસ્યા કરી. ભગવાન નારાયણ પ્રસન્ન થયા. ત્યારે કલાવતીએ ભગવાનને કહ્યું, હું પણ ચાહુ છું કે, મારા ત્યાં પણ કોઇ દેવીનો જન્મ થાય. ત્યારે ભગવાને કહ્યું, દ્વાપર યુગમાં મારો જન્મ મથુરામાં દેવકી અને વાસુદેવના ત્યાં થશે. ત્યારે મારી જ શક્તિથી શ્રી રાધા તમારે ત્યાં દીકરીના રૂપમાં આવશે.
શ્રીકૃષ્ણની જ શક્તિ રાધા છે તથા રાધા જ કૃષ્ણ છે. બંન્ને એક હોવા છતાં તેમના સ્વભાવ થોડા અલગ છે. આપણા શ્રી કૃષ્ણ કૃપા કરવા માટે પાત્ર તથા કુપાત્ર જોવે છે. પરંતુ રાધા રાણી કૃપા કરવા પાત્રતા નથી જોતા તે દરેક જીવ પર કૃપા કરે છે.
રાધાનો જન્મ
રાધાજીનો જનમ રાવલ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ વૃષભાનુજી અને તેમની માતાનું નામ કિર્તીમા હતું. વૃષભાનુજી હંમેશા ભગવાને પ્રાર્થના કરતા હતા મારે પણ ઘરે દીકરીનો જન્મ થાય.
એકવાર વૃષભાનુજી સ્નાન કરવા નદી કિનારે ગયા. તો યમુના નદીમાં એક પ્રકાશ ફેલાઇ રહ્યો હતો. તેમને નજીક જઇને જોયું તો તે કમળનું ફૂલ હતું. તે ફૂલમાં નાનકડી દીકરી હતી. તે આપણા પ્રિય રાધા રાણી હતી. તે દિવસે પાદુકિ અષ્ટમીના દિવસે રાધારાણીનો જન્મ થયો હતો.
રાધારાણી ભગવાન શ્રી કૃષ્ણથી 11 મહિના મોટા છે. રાધા રાણીએ પોતાના જન્મ પછી આંખો ખોલી ન હતી. જ્યારે ભગવાનનો જન્મ થયો. ભગવાનના જન્મ પછી જ્યારે યશોદા મૈયા અને નંદ બાબા ભગવાનને લઇને બરસાના આવ્યા.
બરસાના આવીને જ્યારે કૃષ્ણએ સ્પર્શ કર્યો, ત્યારે ભગવાનના સ્પર્શ પછી જ રાધા રાણીએ પોતાની આંખો ખોલી. આંખો ખોલીને પહેલા શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા.
વાંચો : કૃષ્ણના તેમના ભક્તો માટેના પ્રેમનો એક અદ્ભુત કિસ્સો
રાધા રાણીની બાળલીલા
રાધાજી એકવાર પોતાની સખીઓ જોડે રમી રહ્યા હતા. તે સમયે ત્યાંથી ઋષિ દુર્વાશા નીકળ્યા. તેમનો સ્વભાવ ઘણો ક્રોધિત માનવામાં આવતો હતો તથા તે વાત-વાતમાં શ્રાપ આપી દેતા હતા.
રાધા રાણીએ રમત-રમતમાં માટીના લાડુ બનાવ્યા હતા. તે દુર્વાશા ઋષિને આપ્યા. ઋષિને થયું નાનકડી દીકરી છે, લાડુ લઇ લઉં અને આગળ જઇને ફેંકી દઇશ.
પરંતુ રાધા રાણીએ કહ્યું, ના બાબા, હાલ જ ખાઇ લો. તેમનું મન રાખવા માટે તેમને તે લાડુ ખાધો. માટીનો તે લાડુ તેટલો સ્વાદિષ્ટ હતો કે, દુર્વાશા ઋષિ ખુશ થઇ ગયા. તેમને કહ્યું, આટલો સ્વાદિષ્ટ લાડુ મેં પહેલા ક્યારેય નતો ખાધો.
તેમને રાધા રાણીને આશીર્વાદ આપ્યા કે, ” હે રાધે, તરા હાથનું બનાવેલું જમવાનું જે પણ ખાશે તે દિર્ઘાયુ થશે. તથા હું તને આશાર્વાદ આપુ છું કે, તું હંમેશા કિશોરી જ રહીશ. તારી ઉંમર ક્યારે નહિ વધે.” ત્યારથી શ્રી રાધા રાણીનું એક નામ શ્રી કિશોરીજી પણ છે.
વાંચો : ભારતમાં આવેલા 10 જાણીતા ગણપતિ મંદિર અને તેનું મહત્વ
પ્રિયા કુંડ
રાધાને દુર્વાશા ઋષિએ આપેલા આશાર્વાદની વાત આખા બ્રજમાં ફેલાઇ ગઇ. આ વાત યશોદા માતાને ખબર પડી. તે દિવસે જ યશોદા માતાએ વિચારી લીધું કે, હવે તો રાધા મારા ઘરની જ વહુ બનશે.
નંદબાબા અને વૃષભાનુજી બમન્ને પાક્કા મિત્રો હતા. યશોદા માતાએ રાધાને પોતાના ઘરે આવવાનું નિમંત્રણ આપ્યું. રાધા ત્યાં આવી. યશોદા માતાએ ઘણા લાડથી તેમને જમાડ્યા અને રાધાના હાથ હલ્દીથી પીળા કરી દીધા. રાધા ઘરે જઇ રહી હતી.
ત્યારે રાધાની સખીઓએ પૂછ્યું, અરે ! રાધા તારા હાથમાં શું લાગ્યું છે ? રાધાએ કહ્યું, યશોદા માતાએ હલ્દી લગાવી. સખીએ કહ્યુ, તને ખબર છે, હલ્દીનો મતલબ શું છે ? યશોદા માતા તે પેલા કાળા કલુટા કનૈયા માટે તને પોતાની વહુ ઘોષિત કરી દીધી.
આ સાંભળી રાધા રાણી શરમથી દોડ્યા અને પ્રિયા કુંડમાં જઇને પોતાના હાથ ધોયા.
આજે પણ બરસાનામાં આ પ્રિયા કુંડ છે. તેનું પાણી પીળું છે. તેને પીલી પોખર અને પ્રિયા કુંડ તરીકે ઓળખવામાં આવે છે.
વાંચો : ગુજરાતમાં આવેલા 10 પવિત્ર શિવમંદિરો અને તેનું મહત્વ
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.