વડોદરા એક એવું શહેર જે મેટ્રો સીટી જેવું ગીચ પણ નથી કે, નાના શહેરની જેમ સુવિધા વગરનું પણ નથી. વડોદરામાં રહેવાની તો મજા આવે જ છે પરંતુ, ત્યાં ફરવા માટે પણ એટલા જ સરસ સ્થળો છે, ત્યારે જાણો, વડોદરામાં ફરવા લાયક સ્થળો વિશે.
Best places to visit in vadodara
- લક્ષ્મી વિલાસ પેલેસ
- મહારાજા ફતેહ સિંહ મ્યુઝિયમ
- સુરસાગર તળાવ
- સયાજી બાગ
- વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી
- તાંબેકર વાડા
- કીર્તિ મંદિર
- અતાપી વન્ડરલેન્ડ
વડોદરામાં જોવા માટે શ્રેષ્ઠ સ્થળો:
લક્ષ્મી વિલાસ પેલેસ
આ પેલેસ 1890માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બનાવવામાં આવ્યો હતો. જેમણે બરોડા રાજ્ય પર શાસન કર્યું હતું. મેજર ચાર્લ્સ માન્ટને મહેલના મુખ્ય આર્કિટેક્ટ તરીકે શ્રેય આપવામાં આવ્યો હતો.
વડોદરાના રાજવી પરિવારનું હજી પણ આ રહેઠાણ છે. લક્ષ્મી વિલાસ પેલેસ 19મી સદીમાં અંદાજે રૂપિયા 60 લાખના ખર્ચે બાંધવવામાં આવ્યો હતો. તે 500 એકરમાં બનેલું અત્યાર સુધીનું સૌથી મોટું ખાનગી રહેઠાણ સ્થળ છે. તે લંડનમાં આવેલા બકિંગહામ પેલેસથી ચાર ઘણો મોટો છે. તે ગુજરાતમાં રાજ-યુગનો સૌથી પ્રભાવશાળી મહેલ છે. અહીં શસ્ત્રો તેમજ કલાનો અત્યંત પ્રભાવશાળી સંગ્રહ છે.
તેમાં વિશાળ મેદાન જેવો પાર્ક પણ છે. જેમાં ગોલ્ફ કોર્સનો પણ સમાવેશ થાય છે. પરિસરમાં આવેલી નવલખી વાવએ ગુજરાતની સુકાઈ ગયેલી જમીનોને ફરી હરિયાળી બનાવવા માટે રાજાઓ દ્વારા બનાવવામાં આવેલી છે. બિલ્ડીંગની અંદરની અન્ય ઇમારતોમાં LVP બેન્ક્વેટ્સ એન્ડ કન્વેન્શન્સ, મોતી બાગ પેલેસ અને મહારાજા ફતેહ સિંહ મ્યુઝિયમ બિલ્ડિંગનો સમાવેશ પણ થાય છે. અહીં મોતી બાગ ક્રિકેટ ગ્રાઉન્ડ, બરોડા ક્રિકેટ એસોસિએશનની ઓફિસો અને એક દુર્લભ ઇન્ડોર સાગ ફ્લોરવાળી ટેનિસ કોર્ટ અને બેડમિન્ટન કોર્ટ પણ છે.
મહારાજા ફતેહ સિંહ મ્યુઝિયમ
લક્ષ્મી વિલાસ પેલેસના કમ્પાઉન્ડમાં આવેલું મહારાજા ફતેહ સિંહ મ્યુઝિયમની સ્થાપના 1961માં કરવામાં આવી હતી. આ ઈમારતને અગાઉ રાજકીય પરિવારના બાળકો માટે શાળા તરીકે ઉપયોગ થતો હતો. પરંતુ પછીથી તેને સંગ્રહાલયમાં ફેરવવા માટે નવીનીકરણ કરવામાં આવ્યું હતું.
આ મ્યુઝિયમ પ્રતિષ્ઠિત મરાઠા પરિવારની કલાકૃતિઓનું પ્રદર્શન કરે છે. યુરોપીયન કલચર અને રોકોકો પેઇન્ટિંગ્સ, પોટ્રેઇટ્સ, માર્બલ બસ્ટ્સ તથા રાજા રવિ વર્માના ચિત્રોના સંગ્રહનો (30થી વધુ ઓરિજનલ પેઇન્ટિંગ્સ) ભાગ છે. આ કળાનો મોટાભાગનો ભાગ મહારાજાએ પોતે જ ભેગો કર્યો હતો. અહીં બહારના ભાગમાં રાજકુમાર માટે સંપૂર્ણ રીતે કાર્યરત રમકડાની ટ્રેન (વિશ્વનું સૌથી નાનું એન્જિન ધરાવતી) છે.
વાંચો : બનાસકાંઠામાં આવેલા જોવાલાયક સ્થળોની માહિતી
સુરસાગર તળાવ
સુરસાગર તળાવ એ 18મી સદીમાં બંધાવવામાં આવ્યું હતું. તેને ચાંદ તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે શહેરના જૂના વિસ્તારમાં આવેલું વડોદરા શહેરના કેન્દ્રમાં છે. સુરસાગરની વચ્ચે ભગવાન શિવની 120 ફૂટ ઉંચી સ્વર્ણ જડિત પ્રતિમા છે. બારમાસી તળાવમાં તળિયે ઘણા દરવાજા છે. જે ઓવરફ્લોડિંગના કિસ્સામાં ખોલવામાં આવે છે અને તે પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવે છે.
સયાજી બાગ
સયાજી બાગને કમાટી બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહારાજા સયાજી રાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમણે બરોડાના નાગરિકો માટે 1879માં આ બાગનું નિર્માણ કર્યું હતું. તે વિશ્વામિત્રી નદીના કિનારે હરિયાળી, સંગ્રહાલયો અને ગેલેરીઓની સુંદર પૃષ્ઠભૂમિ તરીકે બનાવવામાં આવી હતી.
અહીં પ્રખ્યાત મ્યુઝિયમ તથા પિક્ચર ગેલેરી છે. અહીં માછલીઘર, પ્રાણી સંગ્રહાલય, આરોગ્ય સંગ્રહાલય, પ્લેનેટેરિયમ આવેલું છે. અહીં ટોય ટ્રેન અને ફ્લાવરબેડ જેવા બાળકોને આકર્ષિત કરતા અન્ય સ્થળો છે. બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી કલાના સંગ્રહનું ઘર છે. જેમાંથી મોટાભાગના આકર્ષણો મહારાજા સયાજીરાવ ત્રીજા દ્વારા એકત્રિત કરવામાં આવ્યો છે.
દેશના પશ્ચિમ ભાગમાં આવેલો આ સૌથી મોટો સાર્વજનિક બગીચો છે. જે 113 એકરમાં ફેલાયેલો છે. અહીં વૃક્ષોની 96થી વધુ પ્રજાતિઓ અને એક નાનું પ્રાણી સંગ્રહાલય પણ છે. જે પ્રકૃતિ પ્રેમીઓ માટે જોવાલાયક રસપ્રદ સ્થળ છે.
વાંચો : અમદાવાદમાં સ્થાપત્ય કલા, વિજ્ઞાન અને મનોરંજનનું સંયોજન
વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી
આ મ્યુઝિયમ દેશના સૌથી પ્રસિદ્ધ મ્યુઝિયમોમાંનું એક માનવામાં આવે છે. તે 1894માં બંધાવવામાં આવ્યું હતું. તેને પ્રખ્યાત આર્કિટેક્ટ આર. એફ. ચિશોલ્મ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. સયાજી બાગમાં પિક્ચર ગેલેરીની બિલ્ડિંગ 1910માં બનાવવામાં આવી હતી. તેમાં પ્રખ્યાત બ્રિટિશ પેઇન્ટર્સ ટર્નર અને કોન્સ્ટેબલ અને અન્ય ઘણા લોકો દ્વારા બનાવેલો ઓરિજિનલ સંગ્રહ છે.
મ્યુઝિયમની મુલાકાત લેનારા પ્રવાસીઓ માટે ઇજિપ્તની મમી અને બ્લુ વ્હેલનું હાડપિંજર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે. અહીં મુઘલ લઘુચિત્રોનો સંગ્રહ, તિબેટીયન આર્ટ્સની સંપૂર્ણ સુવિધાયુક્ત ગેલેરી વગેરેનો સમાવેશ પણ થાય છે. મ્યુઝિયમમાં કલા, શિલ્પ, એથનોગ્રાફી અને એથનોલોજીનો સંપૂર્ણ સંગ્રહ છે. ચિત્ર ગેલેરીમાં કેટલાક ચિત્રો માત્ર ઓરિજનલ જ નહીં પરંતુ માસ્ટરપીસ છે.
તાંબેકર વાડા
આ ઇમારત બરોડાના ભૂતપૂર્વ દિવાન ભાઉ તાંબેકરનું નિવાસસ્થાન હતું. તેણે પછીથી એક શાળાની ભૂમિકા નિભાવી હતી. જેને પાછળથી શિફ્ટ કરવામાં આવી હતી.
રાવપુરા વિસ્તારમાં આવેલો તાંબેકર વાડા 140 વર્ષ જૂનો છે. તે 19મી સદીના ભીંતચિત્રોનું પ્રદર્શન કરે છે. થોડી ક્ષતિગ્રસ્ત પરંતુ આકર્ષક ઈમારત એ અગાઉના મરાઠા સ્થાપત્યની એક બારી છે. નાજુક લાકડા પર કરેલું કામ અને વેધર પેઇન્ટિંગ્સ ઘરને શણગારે છે. ચિત્રો પાણી આધારિત રંગદ્રવ્યોના ઉપયોગથી સૂકા ચૂના પર ટેમ્પેરામાં કરવામાં આવ્યા છે.
કીર્તિ મંદિર
કીર્તિ મંદિર માટે એવું કહેવાય છે કે, સયાજીરાવ મહારાજાએ રાજવી ગાયકવાડ પરિવારના મૃત સભ્યોની યાદમાં નિર્માણ કરાવ્યું હતું. તે ઇમારત ભગવાન મહાદેવને સમર્પિત કરીને છોડી દીધી હતી.
ગાયકવાડ વંશની શાહી સમાધિ બરોડાની સૌથી અદભૂત ઇમારતોમાંની એક છે. શહેરની મધ્યમાં આવેલી આ ઇમારત 1936માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની સિલ્વર જ્યુબિલી ઉજવણીના માનમાં બનાવવામાં આવી હતી. આ ઈમારત E આકારની છે. તેમાં બાલ્કનીઓ, છત, ગુંબજ જેવી સુંદર સ્થાપત્ય કલાઓ જોવા મળે છે. કેન્દ્રિય શીખરમાં 35 મીટર ઉંચી ભવ્ય કોતરણી જોવા મળે છે. અહીં ગંગાવતરન, મીરાના જીવન, મહાભારતનું યુદ્ધ અને નાટરી પૂજન જેવી થીમ પર નંદલાલ બોઝએ કરેલા ચિત્રો છે. અહીં પ્રખ્યાત કલાકાર રાજા રવિ વર્માના કેટલાક દુર્લભ ચિત્રો પણ છે.
વાંચો : માઉન્ટ આબુના જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો
અતાપી વન્ડરલેન્ડ
વડોદરામાં આવેલું આતાપી વન્ડરલેન્ડ ગુજરાતનું સૌથી મોટું થીમ પાર્ક છે. જે 70 એકરમાં ફેલાયેલું છે. આ પાર્કમાં 40 થી વધુ રાઇડ્સ અને આકર્ષણો છે. જે દરરોજ લગભગ 7,000 જેટલા દર્શકોને આકર્ષે છે.
અહીં અદભૂત વોટર લેસર શો, આકર્ષિત કરતું જુગનુ વર્લ્ડ, જે ભારતનું પહેલું ગ્લો ગાર્ડન છે. લોસ્ટ વેલી ડાયનાસોર આકર્ષણ, ડાન્સિંગ ફાઉન્ટેન સાથેનું વૃંદાવન ગાર્ડન, ભારતનું પ્રથમ ટ્યુબી જમ્પ અને બીજી ઘણી આકર્ષિત કરતી રાઈડ્સ છે. જે બાળકો અને યુવાનો બંન્ને આકર્ષે છે.
મલ્ટિ-કૂઝીન ઓપન રેસ્ટોરન્ટ ફૂડ કોર્ટ, ગોલ્ફ કાર્ટ, મેડિકલ સેન્ટર, બેબી ફીડિંગ રૂમ અને પ્રાર્થના રૂમ જેવી ઘણી સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. કોર્પોરેટ અને સામાજિક કાર્યક્રમો અહીં લીલાછમ લૉનમાં થીમેટિક બેકડ્રોપ્સની પસંદગીઓ સાથે આયોજિત કરવાની સુવિધાઓ અહીં છે.
અતાપી વન્ડરલેન્ડ સવારે 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલુ હોય છે. તથા દર બુધવારે તે બંધ રહે છે.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.