ફિલ્મી જગતમાં ઓસ્કાર અવોર્ડએ સવર્વશ્રેષ્ઠ અવોર્ડ છે. જો કોઇ ફિલ્મ કે તેમાં કાર્ય કરનાર અભિનેતા, અભિનેત્રી કે ડાયરેક્ટરને ઓસ્કાર અવોર્ડ મળે તો તેમની કારકિર્દીમાં ખૂબ જ મોટી વાત કહેવાય.

એકેડેમી એવોર્ડ

ઓસ્કારને વિશ્વનો સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કારોમાંનો એક માનવામાં આવે છે. 1929ની 16મી મેએ પ્રથમ ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેને “એકેડેમી એવોર્ડ” તરીકે ઓળખવામાં આવતો હતો. પાછળથી તેનું નામ બદલીને “ઓસ્કાર એકેડેમી એવોર્ડ” રાખવામાં આવ્યું હતું.

હોલિવુડ ફિલ્મોને ઓસ્કાર

દર વર્ષે સૌથી વધુ કમાણી કરનારી હોલિવુડ ફિલ્મોને ઓસ્કાર એકેડેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવે છે. ત્યારબાદ નોમિનેટેડ ફિલ્મોમાંથી વિવિધ કેટેગરી જેવી કે, બેસ્ટ મેલ એક્ટર, બેસ્ટ ડાયરેક્ટર વગેરેમાં ઓસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

વિદેશી ફિલ્મો માટે અલગ વિભાગ

ઓસ્કાર માત્ર હોલિવુડની ફિલ્મો પુરતો જ સીમિત નથી. હોલિવુડ ફિલ્મો ઉપરાંત ઓસ્કાર એકેડેમી એવોર્ડ્ઝમાં વિદેશી ફિલ્મોનું સન્માન કરવા માટે પણ એક ખાસ વિભાગ છે. ઓસ્કર અવોર્ડમાં નોમિનેટ થવા માટે પણ ઘણા નિયમો છે. જાણો તે નિયમો વિશે.

  • દરેક ફિલ્મ 40 મિનિટથી વધુની હોવી જોઇએ.
  • ૩૫mm અથવા ૭૦mmની પ્રિન્ટ હોવી જરૂરી છે. અથવા પ્રતિ સેકન્ડ ૨૪ ફ્રેમ્સ અથવા પ્રતિ સેકન્ડ ૪૮ ફ્રેમ્સ હોવી જોઇએ.
  • ફિલ્મ ડિજિટલ ફોર્મેટમાં હોવી જોઈએ. પિક્સલ રિઝોલ્યુશન 1280×720 પિક્સલથી ઓછું ન હોવું જોઈએ.
  • ઓસ્કાર માટે ફિલ્મને નોમિનેટ કરવા માટે, તે મૂવીના તમામ સત્તાવાર ક્રેડિટ ફોર્મ સબમિટ કરવા જરૂરી છે.
  • તે વિભાગના સભ્યો જ કોઈપણ વિભાગમાં ઓસ્કાર એવોર્ડ માટે મત આપી શકે છે.
  • વિદેશી ફિલ્મ ઓસ્કર માટેના નિયમો થોડા અલગ છે. આ કિસ્સામાં, તમામ વિભાગોના વિશેષ સભ્યને મત દ્વારા ચૂંટવામાં આવે છે. કોઈપણ દેશ દર વર્ષે માત્ર એક જ ફિલ્મને નોમિનેશન મોકલી શકે છે.

ઓસ્કાર કઇ-કઇ કેટેગરીમાં મળી શકે છે ?

બેસ્ટ ફિલ્મ, બેસ્ટ અભિનેતા, બેસ્ટ અભિનેત્રી, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ ફિલ્મ રાઇટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, ધ બેસ્ટ-એનિમેટેડ ફિલ્મ, બેસ્ટ સોર્ટ ફિલ્મ, ધ બેસ્ટ સિનેમેટ્રોગ્રાફી, ધ બેસ્ટ કસ્ટમ ડિઝાઇન, બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીટર ફિલ્મ, બેસ્ટ ડોસ્યુમેન્ટ્રી સોર્ટ ફિલ્મ, બેસ્ટ ફિલ્મ એડિટીંગ, બેસ્ટ ઇન્ટરનેરનેશનલ ફીચર ફિલ્મ, બેસ્ટ વિઝ્યુલ ઇફેક્ટ, બેસ્ટ સાઉન્ડ, બેસ્ટ ઓરિજનલ સ્કોર, ધ બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઇલ, બેસ્ટ લાઇવ એક્શન ફિલ્મ, ધ બેસ્ટ બેસિક સ્ક્રીનપ્લે, ધ બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીન પ્લે.

ભારતમાંથી ઓસ્કારમાં નોમિનેટેડ ફિલ્મ

1958માં 30મા એકેડમી એવોર્ડ્સમાં મધર ઇન્ડિયા ફિલ્મને બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મ માટે નોમિનેટ થઇ હતી. 1989માં 61માં એકેડમી એવોર્ડ્સમાં સલામ બોમ્બે ફિલ્મને બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવી હતી. 2002માં લગાન ફિલ્મ 74મા એકેડમી એવોર્ડસ્ માટે બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મ તરીકે નોમિનેટ થઇ હતી.

ઓસ્કાર જીતનાર ભારતીયો

ભારતમાંથી પ્રથમ ઓસ્કાર એવોર્ડ જીતનારા ભાનુ અથૈયા હતા. જેમણે ફિલ્મ ‘ગાંધી’ માટે બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇનનો એવોર્ડ મળ્યો હતો. પશ્ચિમ બંગાળના જાણીતા ડાયરેક્ટર સત્યજિત રેને ૧૯૯૨માં તેમને ફિલ્મી જગતમાં તેમનો ફાળો આપવા બદલ તેમને ઓસ્કર અવોર્ડ આપવામાં આવ્યો હતો. રેસુલ પુકુટ્ટીને સ્લમડોગ મિલિયોનેર ફિલ્મમાં બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. એ.આર.રહેમાન અને ગુલઝારને સ્લમડોગ મિલિયોનેર ફિલ્મમાં જય હો સોંગ માટે બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો હતો. એ.આર.રહેમાને સ્લમડોગ મિલિયોનેર માટે બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો એવોર્ડ પણ જીત્યો હતો.

વાંચો: કેમ ઉજવવામાં આવે છે International Chess Day ?

નાટુ નાટુ ગીતને મળ્યો ઓસ્કર

‘RRR’ના ‘નાટુ નાટુ’એ ઓસ્કારમાં શ્રેષ્ઠ ઓરિજિનલ ગીતનો એવોર્ડ જીત્યો છે. તેમાં ફિલ્મના સાઉન્ડટ્રેક ટુ ડાન્સ બેટલને એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ઓરિજિનલ ગીતનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ મેળવનાર તે ભારતીય ફિલ્મનું પ્રથમ ગીત છે.

એમએમ કીરવાની અને ગીતકાર ચંદ્રબોઝ

નાટુ નાટુ ગીતના સંગીતકાર એમએમ કીરવાની અને ગીતકાર ચંદ્રબોઝ શ્રેષ્ઠ ઓરિજનલ ગીત માટે જીતેલા ઓસ્કરને લેવા માટે સ્ટેજ પર ગયા હતા. જુનિયર એનટીઆર ઉપરાંત, તેમના આર.આર.આરના સહ-અભિનેતા રામ ચરણ તથા તેમની પત્ની ઉપાસના અને ફિલ્મના દિગ્દર્શક એસ.એસ રાજામૌલીએ પણ એકેડેમી એવોર્ડ્સમાં હાજરી આપી હતી.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો.