સોસાયટીની ખટપટથી દૂર ભાગવા તમે શું કરો છો? તમારામાંથી ઘણા બધાનો જવાબ હશે કે, અમારા ફોનમાં સારા ગીતો ચાલુ કરીને હેડફોન્સ લગાવીને ખોવાઇ જઇએ છીએ. સાચું કે નહિ ? પરંતુ શું તમે જાણો છો તે ઇયરફોન કે હેડફોન વિશેની આ વાતો ?
હેડફોન સૌ પ્રથમ કોને બનાવ્યા ?
ફ્રેન્ચ એન્જિનિયર અર્નેસ્ટ મર્કાડિયરે(Ernest Mercadier) 1891માં ઇન-ઇયર હેડફોનના સેટનું પેટન્ટ બનાવ્યું હતું. તે એટલા હળવા હશે કે, ઉપયોગમાં લેતી વખતે ઉપયોગકર્તાના માથા પર રાખી શકાતા હતા. નોંધનીય છે કે, તે આજના સમયમાં ઉપયોગમાં લેવાતા ઇયરબડની ખૂબ જ નજીક હતા. મર્કેડિયરના હેડફોનની શોધમાં આરામદાયક રહેવા માટે રબર બેન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે હેડફોન કમ્યુનિકેશનના ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. તેમાં માત્ર એક જ ઇયરપીસ હતો.
વાંચો : તમારા ફોન વિશેના આ તથ્યો જાણીને ચોંકી જશો
આધુનિક હેડફોનનો આવિષ્કાર
તમારા માનવામાં આવશે કે, આધુનિક હેડફોનનો આવિષ્કાર રસોડામાં થયો હતો. હા, નેથેનિયલ બાલ્ડવિને તેના રસોડામાં હાથથી પ્રથમ આધુનિક હેડફોન બનાવ્યા હતા. તે હેડફોનને રેડિયો સાધનના ટુકડા તરીકે નેવીને વેચવામાં આવતા હતા. પરંતુ તે રસોડામાં બનતા હોવાથી તેનું ઉત્પાદન ખૂબ જ ઓછું થતું હતું. તે એક સાથે માત્ર 10 જેટલા હેડફોન્સ બનાવી શકતો હતો. નૌકાદળ તેને રસોડામાંથી બહાર નીકળીને વ્યાવસાયિક રીતે કામ કરવાનું સુચવ્યું હતું. પરંતુ તેને કોઇકારણોસર તે વાતનો અસ્વીકાર કર્યો હતો.
હેડફોન પોર્ટેબલ ન હતા
70ના દાયકામાં હેડફોનોનો ઉપયોગ ઘરે રેકોર્ડ્સ સાંભળવા માટે કરવામાં આવતો હતો. તે કારણોસર હેડફોન ઉત્પાદકો માટે હેડફોનની પોર્ટેબિલિટી ચિંતાનો વિષય ન હતો. હેડફોનનું વજન તે સમયે 1થી 2 કિલોગ્રામ જેટલું હતું. જ્યારે સોનીએ વોકમેન રીલીઝ કર્યું ત્યારબાદ પોર્ટેબલ હેડફોનની માંગમાં વધારો થયો.
વાંચો : મનોરંજનના 10 પ્રકાર – તમને આમાંથી શું કરવું પસંદ છે ?
બોઝ – ગેમચેન્ચજર
બોઝ કોર્પોરેશનના સ્થાપક ડૉ. અમર બોઝ ફ્લાઇટમાં યુરોપ જઇ રહ્યા હતા. ત્યારે તેમણે ફ્લાઇટના મનોરંજનના ભાગરુપે હેડફોન ઉપયોગ કર્યો, જોકે, તેનાથી તે ખૂબ જ નિરાશ થઈ ગયા હતા કારણ કે તેમને તેમાં જોરદાર એર એન્જિનનો અવાજ પણ સંભળાતો હતો. તે સમયે તેમને આવા અવાજ-રદ કરતા હેડફોન્સ માટેનો વિચાર કરવાનું શરૂ કર્યું. જ્યારે એરક્રાફ્ટ લેન્ડ થયું ત્યાં સુધી તો તેમને આ કોન્સેપ્ટ વિચારી લીધો હતો. જેનાથી બોઝને ઘણી નામના મળી હતી.
ઉડ્ડયન ઉદ્યોગ ટાર્ગેટ
અવાજ-રદ કરનાર હેડફોનોને શરૂઆતમાં ઉડ્ડયન ઉદ્યોગ માટે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. 1980માં એરલાઇન્સે એરક્રાફ્ટનું વજન ઘટાડીને ઇંધણનો વપરાશ ઘટાડવાનું શરુ કર્યું હતું. તેથી તેઓ કોકપિટની આસપાસના ઇન્સ્યુલેશનને દૂર કરીને બચત કરવાનું નક્કી કર્યું હતું.
વાંચો : Oscar Award : ભારતમાંથી કોને મળ્યો હતો ઓસ્કાર
બોઝની સફળતા
આના પરિણામે કોકપિટની અંદર ખૂબ જ મોટા અવાજો આવતા હતા. હવે, ચિંતા એવી હતી કે, તે લાંબા ગાળે ક્રૂ મેમ્બર્સને સાંભળવાની ક્ષમતાને નુકસાન પહોંચાડશે. બોઝના અવાજ-રદ કરનાર પ્રોટોટાઇપ હેડફોનોનો ઉપયોગ તેમાંથી એક ફ્લાઇટમાં કરવામાં આવ્યો હતો. તથા તે એક મોટી સફળતા રહી હતી.
બોઝે 2000માં જ અવાજ-રદ કરતા હેડફોન્સને બજારમાં મુક્યા હતા. ત્યારબાદ આપણા જીવનમાં તે કેવી રીતે રોજબરોજમાં જરુરી થઇ ગયા તે તમે બધા જાણો છો.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો.