બાળકનો જ્યારે જન્મ થાય છે, તે સમયે બાળકના મગનું કદ પુખ્ત વયના વ્યક્તિ કરતાં ચોથા ભાગનું હોય છે. 1 વર્ષની ઉંમરમાં તેના મગજનો વિકાસ બમણો થાય છે. તથા 3 વર્ષની ઉંમર સુધીમાં 80% જેટલો વિકાસ થઇ જાય છે. બાળક જ્યારે 5 વર્ષનું થાય છે, ત્યારસુધીમાં 90થી 100% જેટલો સંપૂર્ણ વિકાસ થઇ જાય છે.

બાળકોનો 2થી 5 વર્ષની ઉંમરમાં થતો વિકાસ ઘણો મહત્વનો હોય છે. આ સમયમાં બાળકો જે શીખે છે તેની અસર તેમના પર રહે છે. ત્યારે તેઓ જે રમતો રમે છે, તેની અસર પણ થતી હોય છે. ત્યારે અમે તમને અહીં જણાવીશું કેટલીક માઇન્ડ ગેમ્સ જે બાળકોના વિકાસમાં મદદરૂપ થશે.

1. બિલ્ડિંગ બ્લોક્સ (BUILDING BLOCKS)

બિલ્ડિંગ બ્લોક્સ

બિલ્ડિંગ બ્લોક્સ એ સૌથી જૂની ગેમ્સમાંથી એક છે. જે બાળકોને કદ, આકાર, વજન અને સંતુલન વિશે શીખવવામાં મદદ કરે છે. આ દરેક જગ્યાએ સરળતાથી મળી શકે તેવું રમકડું છે. જેમ-જેમ બાળક મોટું થાય છે, તેમ-તેમ તમે તેનામાં નવા વિચારોને પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે ‘હું જે બનાવું છું તે તું બનાવી શકીશ’ જેવી રમતો રમી શકો છો. આકાર અને રંગ ઓળખવાથી માંડીને સર્જનાત્મકતા અને મનની ઉત્તેજના સુધી, બાળકના વિકાસના તમામ પાસાઓ આ ગેમથી ખુલ્લા પડે છે.

2. પઝલ (PUZZLES)

પઝલ

આ એક એવી રમત છે, જે તમારે તરત જ બાળકોને રમાડવાની શરૂ કરી દેવી જોઇએ. આ એક એવી રમત છે જે બાળકોના વિસાસમાં બહુ મોટો ફાળો આપે છે. તે હાથ-આંખના કોર્ડિનેશનથી લઇને લોજીકલ રીતે વિચારતા શીખે છે. પઝલનો ક્યો ટુકડો ક્યા આવશે તે તેના દેખાવ એને આકાર પરથી નક્કી કરતા શીખે છે. સૌથી મોટો ફાયદો એ છે કે, પઝલ પૂર્ણ કરવાથી બાળકમાં ખુશી સાથે-સાથે આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.

3. મેમરી કાર્ડ (MEMORY CARDS)

મેમરી કાર્ડ

મેમરી ગેમ્સ એ બાળકો માટે મગજની એક્સરસાઇઝ માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. આનંદ કરતા-કરતા બાળકોને માહિતી મેળવી શકે છે. આ ગેમ્સ કાર્ડ્સ તરીકે તથા સ્માર્ટફોન અને લેપટોપમાં પણ ઉપલબ્ધ થાય છે. બાળકોને સ્માર્ટફોન કે લેપટોપ આપવા કરતાં કાર્ડ્સમાંથી ગેમ રમાડવી વધુ સારી રહેશે. બાળકોની યાદશક્તિ વધારવાની શ્રેષ્ઠ રમત છે. તમને આમાં આલગ-અલગ પ્રકારના કાર્ડ્સ મળી રહેશે.

વાંચો : મેજર ધ્યાનચંદના જીવન વિશેની અમુક અજાણી વાતો

4. રોલ પ્લે (ROLE PLAY)

રોલ પ્લે

ટીચર-ટીચર, ડૉક્ટર-નર્સ અથવા ચોર-પોલીસ જેવા અન્ય ઘણા વિકલ્પો છે. રોલ-પ્લે જેવી રમત બાળકની સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિને વધારવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ રમત બાળકોમાં યોગ્ય નૈતિકતા દાખવવામાં પણ મદદ કરી શકે છે. જે સમાજ સાથે વ્યવહાર કરતી વખતે તેમને ફાયદાકારક થશે.

5. વસ્તુ શોધો (FIND THAT THING)

તમારે ફક્ત ફ્લેશકાર્ડ્સ અને અમુક વસ્તુઓની જરૂર છે. એવી વસ્તુઓ જે બાળક ઉપયોગમાં લેતુ હોય અને તેને ઓળખી શકે. આ બાળકને આસપાસની વસ્તુ સાથે પરિચય કરાવવાની સારી મનોરંજક રીત છે. ઉદાહરણ તરીકે તમે ફ્લેશકાર્ડ્માં તમારા બાળકને બોલનો ફોટો બતાવો. તથા તમારા બાળકને તે શોધીને લાવવાનું કહો.

આ રમતથી તમારું બાળક યોગ્ય ઉચ્ચારણ અને વસ્તુની ઓળખ કરતા શીખશે. જો કાર્ડના હોય તો તમે એવું પણ કહી શકો કે, ઘરમાંથી ત્રણ લાલ રંગની વસ્તુ શોધીને લાવો. તેનાથી તે રંગની ઓળખ કરતા પણ શીખશે.

6. નીચેની બાબતોને સરખાવો (MATCH THE FOLLOWING)

આ રમત ૨થી ૪ વર્ષની ઉંમરના બાળકો માટે ઉત્તમ ગણવામાં આવે છે. એક કાગળ લો અને તેમાં બે ભાગ પાડો. બંન્ને બાજુ કેટલાક ચિત્રો દોરો. ત્યારબાદ તમારા બાળકને રંગબેરંગી ક્રેઓન/ પેન્સિલોથી બંન્ને બાજુ મેચ કરવા આપો. ઉદાહરણ તરીકે, ફૂલ – મધમાખી, ચાનો કપ – ચાની કીટલી, વરસાદ – છત્રી, ટોમ – જેરી, જૂતા – મોજાં, બેબી – ડાયપર વગેરે જેવી વસ્તુઓની જોડી બનાવી શકીએ છીએ.

જો તમારા બાળકો જોડી ઓળખી ન શકે તો, તેમને તેના વિશે શીખવવાની આ સારી તક છે. આ રમત બાળકોની યાદશક્તિમાં વધારો કરે છે. તથા તમે તેમને જે શીખવ્યું છે તે તેમને યાદ છે કે નહિ, તે તમને ખ્યાલ આવે છે. તમે સર્જનાત્મક બની અને થીમ્સમાં ફેરફાર કરી શકો છો. જો તમે એ વાતથી ચિંતિત હોય કે, આવી ગેમ માટે તમારી ડ્રોઇંગ સ્કિલ સારી નથી. તો તમે ઇન્ટરનેટ પરથી ફોટો પ્રિન્ટ પણ કરી શકો છો.

વાંંચો : કેમ ઉજવવામાં આવે છે International Chess Day ?

7. સ્ટોરી ટેલિંગ (STORY TELLING)

સ્ટોરી ટેલિંગ

સ્ટોરી ટેલિંગ મગજના વિવિધ એરિયાને જોડે છે. જ્યારે બાળક કોઈ વાર્તા સાંભળતું હોય છે, ત્યારે તેની વર્કિંગ મેમરીનો સંપૂર્ણ ઉપયોગ કરે છે. જેથી તે તમામ પાત્રો અને તેમાં અત્યાર સુધીમાં શું બન્યું છે તેનું ધ્યાન રાખી શકે છે. સ્ટોરીમાં જેમ-જેમ ઘટનાઓ આગળ વધે છે તેમ તેમ નવી માહિતી પર બાળકનું મગજ પ્રક્રિયા કરતું રહે છે. આ એક અદ્ભુત કસરત છે, કારણ કે તેનાથી યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો થાય છે અને તેમાં બાળકને મજા પણ આવે છે.

8. શારિરીક રમતો (PHYSICAL GAMES)

બાળકોના આખા શરીરને સંલગ્ન કરવાથી બાળકોમાં એક્ઝિક્યુટિવ ફંક્શન સ્કીલને મજબૂત બનાવવાની તક મળે છે. બોલને ફેંકવો અને પકડવો, કૂદવું અને દોડવું, તથા ફિનિશ લાઇન સુધી પહોંચવું વગેરે રમતો બાળકોના મગજનો વિકાસ કરે છે. રમતો જેવી કે, રસ્સાખેંચ, રિંગ રાઉન્ડ ધ રોઝી અથવા અન્ય કોઈ પણ રમત જે બાળકોનું ધ્યાન ખેંચે છે. તે તેમને ગેમમાં તેમનો વારો આવે ત્યાં સુધી રાહ જોવાની શીખવે છે. તેથી તે સેલ્ફ – કન્ટ્રોંલ કરતા શીખે છે.

9. ફીલી બોક્સ (FEELY BOXES)

એક ખાલી બોક્સ લો. તેની અંદર કેટલીક બાળકની જાણીતી વસ્તુઓ મૂકો અને બોક્સમાં બાળકને હાથ નાખવા કહો. બાળકને જોયા વગર અનુમાન કરવાનું કહો કે, તે વસ્તુ કઇ હશે. આ રમત તેમને વસ્તુને સક્રિયપણે અનુભવવા અને તે વસ્તુ કોના જેવી લાગે છે તે વિચારશે. તથા બાળક તે પ્રકારની જાણીતી દરેક વસ્તુને કમ્પેર કરશે. આનાથી તેમની વર્કિંગ મેમરી, ન્યુરલ પાથ વે અને સેન્સોરી ઇન્ફોર્મેશનમાં સુધારો થાય છે.

વાચો : ક્રિકેટ જગતના ખ્યાતનામ ક્રિકેટર M.S. DHONIના જન્મદિવસ પર તેમના જીવનની કેટલીક વાતો…

10. બોર્ડ ગેમ્સ (BOARD GAMES)

બોર્ડ ગેમ્સ

સાપ-સીડી, લુડો, કેન્ડી લેન્ડ અને ચેસ એ અત્યાર સુધીની કેટલીક બેસ્ટ બોર્ડ ગેમ્સમાંથી એક છે. બોર્ડ ગેમ્સ બાળકોને ધીરજ રાખતા શીખવે છે. બાળકે આમાં તેનો વારો આવે તેની રાહ જોવી પડે છે. આ એક સારો ગુણ છે, જે બાળકોને કામ આવે છે.

વાચો : બોર્ડ ગેમ્સ વિશે વધુ માહિતી જાણવા ક્લિક કરો

11. વાંચન (READING)

વાંચન

ચિત્રો જોવા અથવા સાંભળવું તેના કરતાં વાંચવું બાળકો માટે વધારે પડકારજનક છે. કારણ કે, તેનાથી તેમના મગજના ભાગો જોડાણો બનાવે છે. જ્યારે તેઓ વાંચે છે, ત્યારે તેમની કલ્પના શક્તિમાં પણ વધારો થાય છે. વાંચન માત્ર ભાષાને સુધારવામાં જ મદદ નથી કરતું. તેનાથી કમ્યુનિકેશનમાં પણ મદદ મળે છે. તે મગજને તીક્ષ્ણ (Sharp) બનાવે છે. વાંચનથી શબ્દભંડોળ, સામાન્ય જ્ઞાન, અને જોડણીમાં પણ નોંધપાત્ર સુધારો થાય છે.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.