ઘઉંના લોટ અને ગોળમાંથી બનતા સ્વાદિષ્ટ ગળ્યા માલપૂઆ બનાવવાની વ્રતમાં ખાઇ શકાતી વાનગીની રીત. કેવી રીતે તેને વધારે સ્વાદિષ્ટ બનાવી શકાશે.

સામગ્રી

1 કપ ઘઉંનો લોટ
200ml પાણી
1 ચમચી વરિયાળી
અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર
100 ગ્રામ ગોળ, 50 તેલ (માલપુઆને શેકવા માટે)

માલપૂઆ બનાવવાની સરળ રીત –

સ્ટેપ 1

સૌ પ્રથમ એક બાઉલ લો. તેમાં 200ml(જરૂર મુજબ) જેટલા પાણીમાં 100 ગ્રામ જેટલો ગોળ નાખો. ગોળ પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી ન જાય ત્યાં સુધી ચમચી વડે હલાવતા રહો. ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો.

સ્ટેપ 2

ગોળ જ્યારે સંપૂર્ણ ઓગળી જાય ત્યારે તેમાં 1 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરી તેનું મીડિયમ થીક બેટર બનાવો. તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં કાળા મરી અને વરિયાળી ઉમેરો. તેનાથી તેની સુંગધ અને સ્વાદ બંન્નેમાં વધારો થઇ જશે.

સ્ટેપ 3

ત્યારબાદ તવી લો અને તેને ગરમ કરો. તમે નોનસ્ટીક અથવા સાદી તવીનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તવી પર તેલ લગાવી આપણે બનાવેલું ઘઉંના લોટનું બેટર એકસરખું પાથરો. ધ્યાન રહે કે, બેટર વધારે જાડું ન રહે નહિ તો, માલપૂઆ કાચા રહેવાની શક્યતા રહે છે.
એક તરફ શેકાઇ ગયા પછી બીજી તરફ ફેરવી એક ચમચી તેલ લગાવી શેકો. માલપૂઆનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને થવા દો. બંન્ને બાજુથી સરખી રીતે ચડવા દો.
માલપૂઆને શેકાતા સામાન્ય કરતા થોડી વધારે વાર લાગે છે. અંદાજે આટલી સામગ્રીમાં બે જણ માટે 3થી 4 જેટલા માલપૂઆ બનશે. તેની ઉપર ડ્રાયફૂટની ઝીણી કતરણ નીખીને સજાવો.

વ્રતમાં ખાઇ શકાતી વાનગી

આ માલપૂઆ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ગૌરીવ્રત અને જયા-પાર્વતીનું વ્રત કરતી બાલિકાઓ એકટાણામાં આ માલપૂઆ ખાઇ શકે છે.

વાંચો: તુરિયા ઢોકળીના શાકની રેસીપી – Turiya Dhokali Recipe In Gujarati

વાંચો: ડુંગળીના ભજિયા અને ગ્રીન ચટણી બનાવવાની સરળ રીત

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.

Categorized in: