29 ઓગસ્ટ એટલે કે આજે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે. તેમને હોકીના જાદુગર કેમ કહેવામાં આવે છે ? શું જાદુ હતો એમનામાં કે બોલ એમની સ્ટીકને છોડી જ નહોતી શકતી. જાણો, મેજર ધ્યાનચંદના જીવન તથા તેમના જીવનના અમુક કિસ્સાઓ વિશે.
પ્રારંભિક જીવન
ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદ(ત્યારનું પ્રયાગરાજ)માં થયો હતો. તેમનું પુરુ નામ ધ્યાનચંદ સિંઘ હતું. ધ્યાનચંદના પિતા આર્મીમાં હતા. તેથી તેમને પરિવાર સાથે અલગ-અલગ શહેરોમાં સ્થળાંતર કરવું પડતું હતું. તે કારણોસર ધ્યાનચંદે માત્ર ધોરણ 6 સુધી જ અભ્યાસ કર્યો હતો.
16 વર્ષની ઉંમરે સેનામાં જોડાયા
નાનપણમાં ધ્યાનચંદને હોકીમાં કોઇ ખાસ રસ ન હતો. તે 1922માં માત્ર 16વર્ષની ઉંમરમાં સેનામાં ભરતી થઇ ગયા હતા. સેનામાં જોડાયા પછી તેમનો રસ હોકીમાં વધવા લાગ્યો. તેમની સાથેના મેજર તિવારીએ તેમને હોકી રમવા માટે પ્રેરણા આપી.
ધ્યાનસિંહ બન્યા ધ્યાનચંદ
ધ્યાનચંદમાં ધીમે-ધીમે હોકી માટે જૂનૂન વધવા લાગ્યું. ત્યારબાદ તે તેમની ડ્યૂટી પછી ચાંદની રાતમાં હોકીની પ્રેક્ટિસ કરતા હતા. તેમને આ રીતે ચાંદની રાતમાં પ્રેક્ટિસ કરતા જોઇને તેમના સાથી સિપાહીઓએ તેમનું નામ ધ્યાનચંદ્ર કરી દીધું. જે ધીમે-ધીમે ધ્યાનચંદ થઇ ગયું. આ રીતે ધ્યાનસિંહ ધ્યાનચંદ બની ગયા.
સિપાહીથી બન્યા મેજર
તેમને પોતાના જૂનૂન અને પ્રેક્ટિસથી પોતાને હોકીનો સૌથી મોટો ખેલાડી બનાવી દીધો. તેમને સેના તરફથી હોકી રમીને પોતાનું સારુ પર્ફોમન્સ આપવા લાગ્યા. જેનાથી સેનામાં તેમનું પ્રમોશન થતુ રહ્યુ અને તે એક સિપાહીથી મેજર બની ગયા.
આંતરાષ્ટ્રીય મેચ રમવાની તક
1926માં તેમને આંતરરાષ્ટ્રીય મેચમાં રમવાની તક મળી. જ્યાં તેમને ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ પોતાની ડેબ્યૂ મેચ રમી હતી. 1927માં લંડન ફોક સ્ટોક ફેસ્ટિવલાં તેમને બ્રિટિશ હોકી ટીમની વિરુદ્ધ 10 મેચમાં 72માંથી 36 ગોલ કર્યા હતા.
1928માં નેધલેન્ડના સમર ઓલોમ્પિકમાં રમતી વખતે તેમને 3માંથી 2 ગોલ કર્યા. ભારતે આ મેચ 3-0થી જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
1932માં લોસ એન્જલિન્સ સમર ઓલોમ્પિકમાં ભારતે અમેરિકાની ટીમને 24-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વર્ષે ધ્યાનચંદે 338માંથી 143 ગોલ પોતે કર્યા હતા.
3 વાર ઓલોમ્પિકમાં ગોલ્ડ જીતનાર ટીમના સભ્ય
ધ્યાનચંદ ત્રણ વાર ઓલોમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાવાળી ભારતીય હોકી ટીમના સભ્ય હતા. 1948 સુધી 42 વર્ષની ઉંમર સુધી તેઓ આંતરાષ્ટ્રીય મેચમાં રમ્યા હતા.
તેના પછી તેઓ નિવૃત થઇ ગયા હતા. નિવૃતિ પછી પણ તેઓ આર્મીમાં થતી મેચોમાં તેમનું યોગદાન આપતા રહ્યા.
પદ્મ વિભૂષણથી સન્માન
1956માં મેજર ધ્યાનચંદને ભારતના પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધ્યાનચંદે ભારતીય હોકીને નવી રાહ બતાવી હતી. તેમના જન્મદિવસે 29 ઓગસ્ટને ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ધ્યાનચંદનો એક યાદગાર કિસ્સો
ધ્યાનચંદની બોલ તેમના સ્ટીકથી એ રીતે ચોંટેલી રહેતી હતી કે, તેમની સામે રમતા ખેલાડીઓને શંકા જતી કે તેમની પાસે કોઇ સ્પેશિયલ સ્ટીક છે. એકવાર હોલેન્ડમાં રમતા સમયે તેમની સ્ટીકમાં ચુંબક હોવાની શંકાના લીધે તેમની સ્ટીકને તોડીને પણ જોવામાં આવી હતી.
ભારત અને જર્મનીની મેચ
4 ઓગસ્ટ 1936માં રમાયેલા ઓલોમ્પિક ફાઇનલમાં ભારત અને જર્મનીની સામસામે હતા. મેચ જર્મનીમાં રમાઇ રહી હતી. હિટલર પણ ત્યાં તેની ટીમનો જુસ્સો વધારવા હાજર હતો. મેચ શરૂ થતાં જ પહેલાં હાફમાં રમત કસોકસીની ચાલી હતી. ત્યારસુધી ભારત 1-0નો ગોલ બનાવ્યો હતો.
ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ ચાલ
સેકેન્ડ હાફમાં જે થયુ તે ત્યાં બેઠેલા દરેક માટે આશ્રર્યજનક હતું. લોકો કહે છે કે, જર્મનીના વિશેષજ્ઞોએ પીચને જરૂરથી વધારે ભીની કરી દીધી હતી. જેથી સસ્તા બૂટ પહેરાલા ભારતીય ખેલાડીઓને દોડવા અને ગોલ કરવામાં તકલીફ પડે અને તે મેચ હારી જાય.
ભારતની જીત
ભીની પીચને જોઇને ધ્યાનચંદે પોતાના બૂટ ઉતારી દીધા. જેથી તે સરળતાથી ભાગી શકે. ત્યારબાદ તેમને અને તેમની ટીમે એક પછી એક એમ કરીને કુલ 7 ગોલ કર્યા. જીત ભારતની ટીમની થઇ.
હિટલર સ્ટેડિયમ છોડી ચાલ્યો
જર્મનીની ટીમની શર્મજનક હાર જોઇને હિટલર અડધી મેચમાં જ સ્ટેડિયમ છોડીને જતા રહ્યા. ધ્યાનચંદની પ્રભાવિત રમતને જોઇને હિટલરે તેમને તેની ઓફિસમાં બોલાવ્યા. હિટલરે ધ્યાનચંદને ઉપરથી નીચે સુધી જોયા. ધ્યાનચંદે ફાટેલા બૂટ પહેરેલા હતા.
ભારત તરફથી રમવાનો તેમનો નિર્ણય
હિટલરે તેમના બૂટ તરફ ઇશારો કર્યો અને તેમને સારી નોકરીની લાલચ આપી તથા જર્મનીની બાજુએથી રમવા માટે કહ્યું. પરંતુ તેમને તરત જ ના પાડીને ભારત તરફથી રમવાનો તેમનો નિર્ણય જણાવ્યો.
ક્રિકેટર ડોનબ્રેડમેનને પ્રભાવિત
મહાન ક્રિકેટર ડોનબ્રેડમેનને પણ તેમની રમતથી પ્રભાવિત થયા હતા. તેમને ધ્યાનચંદના સન્માનમાં કહ્યુ હતુ કે, તે ક્રિકેટના રનની જેમ ગોલ બનાવે છે.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો.
વાંચો: કમરના દુ:ખાવાના કારણોથી સારવાર સુધીની સંપૂર્ણ માહિતી – Back Pain