સુષ્મિતા સેન અને લલિત મોદીના સંબંધો ઘણી ચર્ચામાં છે. લલિત મોદીના જીવનની અજાણી વાતો વિશે જાણો. ક્યારે અને કઇ રીતે સુષ્મિતા સાથે સંબંધો વધ્યા?

લલિત કુમાર મોદી એક ભારતીય બિઝનેસમેન છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક તથા પ્રથમ ચેરમેન અને કમિશ્નર હતા. તેમને આ ટુર્નામેન્ટ 2010 સુધી ત્રણ વર્ષ સુધી ચલાવી હતી. તાજેતરમાં તે ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન અને તેમના સંબંધોને લઇને ચર્ચામાં છે.

પ્રારંભિક જીવન

લલિત મોદીનો જન્મ 29, નવેમ્બર 1963ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણકુમાર અને માતાનું નામ બીના હતું. તેમને એક મોટી બહેન અને નાનો ભાઇ છે. બહેનનું નામ ચારુ અને ભાઇનું નામ સમીર છે. તેમના દાદા ગુજર માલ મોદીએ મોદી ગ્રુપના બિઝનેસ તથા મોદીનગર શહેરની સ્થાપના કરી હતી. તેમના પિતા કે. કે. મોદીએ ફેમિલિ બિઝનેસને ખૂબ જ ફેલાયો હતો.

પ્રાથમિક શિક્ષણ

લલિત મોદીને 1971માં શિમલાની બિશપ કોટન સ્કૂલમાં ભણવા માટે મુક્યા હતા. જોકે, કિડનેપીંગની ધમકીને કારણે તેમના પરિવારે તેમને સેન્ટ જોસેફ કોલેજ નૈનીતાલમાં મોકલ્યા હતા. ત્યાંથી 1980માં તેમને સ્કૂલ બંક કરીને ફિલ્મ જોવા જવા માટે હાંકી કાઢવામાં આવ્યા હતા.

અમેરિકામાં અભ્યાસ

અમેરિકામાં તેમને 1983થી 1986 વચ્ચે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો હતો. તેમણે બે વર્ષ સુધી ન્યૂયોર્કની પેસ યુનિવર્સિટીમાં અને ત્યારબાદ એક વર્ષ માટે નોર્થ કેરોલિનાની ડ્યુક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે બંન્નેમાંથી એક પણ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી ન હતી.

કોકેઇન ખરીદવાનો પ્રયત્ન

કોલેજ દરમિયાન 1985માં તેમણે તથા ત્રણ અન્ય વિદ્યાર્થીઓએ એક મોટેલમાંથી 10,000 ડોલરમાં અડધો કિલો કોકેઇન ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો. વેચનારનો ડોળ કરતા સામે વાળા શખ્સે તેમને ગોળી મારવાની ધમકી આપી 10,000 ડોલર લૂંટી લીધા હતા.

વિદ્યાર્થી પર હુમલો

આ ઘટનાના બીજા દિવસે મોદી અને તેના મિત્રોએ એક વિદ્યાર્થી પર શંકા હોવાના કારણે માર માર્યો હતો. તેના લીધે 1 માર્ચ 19985ના રોજ તેમને કોકેઇનની હેરફેર કરવા, હુમલો કરવા અને કિડનેપીંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

બે વર્ષની સજા

જ્યારે આ કેસની સુનાવણી થઇ ત્યારે મોદીને આ ગુના માટે દોષી ગણાવ્યો હતો. પરંતુ તેમની બે વર્ષ જેલની સજાને કોઇક કારણોસર સ્થગિત કરવામાં આવી હતી. જેલની બદલે તેમને પાંચ વર્ષ પ્રોબેશન હેઠળ રહીને 100 કલાકની સમાજ સેવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો.

ભારત પરત ફર્યા

1986માં તેમને ખરાબ સ્વાસ્થયના કરાણે ભારત આવવાની પરવાનગી માંગી હતી. કોર્ટે તેમની અરજી સ્વીકારીને તેમને ભારતમાં 200 કલાકની સમાજ સેવા કરવાનો આદેશ આપ્યો હતો.

ફેમિલિ બિઝનેસમાં જોડાયા

લલિત મોદી 1986માં દિલ્હી પરત ફર્યા હતા. અહીં આવી તે ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. તેમણે ૧૯૮૭થી ૧૯૯૧ દરમિયાન આંતરરાષ્ટ્રીય તમાકુ કંપની લિમિટેડના પ્રમુખ તરીકે સેવા આપી હતી. 21 ઓગસ્ટ 1989ના રોજ તેમને ભારતની સૌથી મોટી તમાકુની કંપનીઓમાંની એક ગોડફ્રે ફિલીપ્સ ઇન્ડિયાના નોન-એક્ઝિક્યુટિવ અને નોન-ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા.

લલિત મોદી અને મિનલ સાગરાનીના લગ્ન

દિલ્હીમાં મોદીએ તેમનાથી નવ વર્ષની મિનલ સાગરાનીને મળવાનું શરૂ કર્યું. જે નાઇજિરિયા સ્થિત સિંધી હિન્દુ બિઝનેસમેન પેસુ અસવાણીની પુત્રી હતી. તથા નાઇજિરિયા સ્થિત અન્ય એક સિંધી બિઝનેસમેન જેક સાગરાનીની પૂર્વ પત્ની હતી. તેમનો પરિવાર તેમની લગ્નની વિરોધ હતો. કારણકે, મિનલ તેમનાથી નવ વર્ષ મોટી હતી તથા ડિવોર્સી માતા પણ હતી. મોદીએ તેમના દાદીને પોતાના પક્ષમાં કરી લીધા હતા. દાદીએ આખા પરિવારને લગ્ન માટે મનાવી લીધા હતા.

મિનલનું મૃત્યુ

મિનલ અને લલિત મોદી એ ૧૭ ઓક્ટોબર ૧૯૯૧ના રોજ મુંબઇમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેઓ મુંબઇમાં સ્થાયી થયા હતા. તેમને બે બાળકો છે. પુત્રનું નામ રુચિર મોદી અને પુત્રીનું નામ આલિયા મોદી છે. 10 ડિસેમ્બર 2018ના રોજ મિનલનું કેન્સરના લીધે અવસાન થયું હતું.

વોલ્ટ ડિઝની સાથે જોઇન્ટ વેન્ચર

લલિત મોદીએ 1993માં ફેમિલિ ટ્રસ્ટના પૈસાનો ઉપયોગ કરીને મોદી એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક્સ (MEN)ની સ્થાપના કરી હતી. MENએ વોલ્ટ ડિઝની સાથે 10 વર્ષનું જોઇન્ટ વેન્ચર કર્યું હતું. ભારતમાં ડિઝનીના અમુક કન્ટેન્ટ તથા ફેશન ટીવીનું પ્રસારણ કરવા માટે કર્યું હતું.

બિઝનેસમાં અસફળતા

મોદીના તેના સ્થાપક મિશેલ એડમ લિસોવસ્કી સાથે સંબંધ બગ્ડયા બાદ MENએ ફેશન ટીવી સાથેનો કરાર ગુમાવ્યો હતો. મુંબઇમાં મોદીના મોટા ભાગના બિઝનેસ સફળ રહ્યા ન હતા. તેઓ તેમના પિતાની કંપનીમાંથી મેન્ટેનન્સ અલાઉન્સ ઉપર નિર્ભર થઇ ગયા હતા.

ઓનલાઇન લોટરીનો બિઝનેસ

લલિત મોદીએ ત્યારબાદ તેમના પરિવાર દ્વારા સંચાલિત મોદી એન્ટરપ્રાઇઝના પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર બન્યા. 2002માં મોદીએ કેરળમાં સિક્સો નામનો ઓનલાઇન લોટરીનો બિઝનેસ શરૂ કર્યો હતો.

ઇન્ડિયન ક્રિકેટ લીગ લિમિટેડ

અમેરિકામાં મોદી અમેરિકન સ્પોર્ટ્સ લીગની જંગી આવકથી પ્રભાવિત થયા હતા. તેમણે 1995માં 50 ઓવરની નવી ટુર્નામેન્ટ માટે પોતાનો વિચાર BCCI સમક્ષ રજૂ કર્યો હતો. તેમણે તેની માટે ઇન્ડિયન ક્રિકેટ લીગ લિમિટેડ નામ પણ રજિસ્ટર કરાવ્યું હતું. જોકે BCCIએ આ પ્રસ્તાવને ગંભીરતાથી લીધો નથી. ત્યારબાદ મોદીએ બોર્ડમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.

IPLની શરૂઆત

લલિત મોદીએ 2008માં ક્રિકેટની 20-20 આધારિત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના મિત્રો અને પરિવારના સભ્યોએ પણ IPLમાંથી ઘણા રૂપિયા કમાયા હતા.

BCCIએ સસપેન્ડ કર્યા

કોચી ફ્રેન્ચાઇઝીના પ્રતિનિધિઓએ 16 એપ્રિલ, 2010ના રોજ BCCIને લલિત મોદી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. લલિત મોદીએ તેમને ફ્રેન્ચાઇઝી છોડી દેવાની ધમકી આપી હતી. IPLના ફાઇનલના એક દિવસ પછી 24 એપ્રિલના રોજ BCCIએ તેમને 22 આરોપો હેઠળ સસપેન્ડ કર્યા હતા.

ક્રિકેટર ક્રિસ કેઇર્ન્સ પર ખોટો દાવો

લલિત મોદીએ 2010માં ટ્વિટર પર દાવો કર્યો હતો કે, ન્યૂઝીલેન્ડનો ક્રિકેટર ક્રિસ કેઇર્ન્સ 2008 દરમિયાન મેચ ફિક્સિંગમાં સામેલ હતો. કેઇર્ન્સ માર્ચ 2012માં મોદી પર ખોટા નિવેદન કરવા બદલ દાવો કર્યો હતો. તથા 9,50,000 ડોલર લલિત મોદીએ આપવા પડ્યા હતા.

સુષ્મિતા સેન સાથેના સંબંધો

લલિત મોદી અત્યારે લંડનમાં રહે છે. અને સુષ્મિતા સેન સાથેના સંબંધોના લીધે તેઓ અત્યારે ઘણી ચર્ચામાં છે.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.