Krishna Janmashtami | Mahabharat | Story of Mahabharat

આજે શ્રાવણ વદ આઠમ એટલે કે, જન્માષ્ટમીનો પાવન પર્વ છે. આપણા વ્હાલા એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. આ દિવસનો ભક્તો આખું વર્ષ રાહ જોવે છે. તો ચાલો આજે આપણે જાણીએ આપણા કૃષ્ણ વિશે.

જો તમારે કોઇ પણ મનુષ્યનો સ્વભાવ જાણવો હોય તો, તેને વારંવાર મળવું પડે છે. તો ભગવાનના સ્વભાવની જાણ કઇ રીતે થાય ? તેની માટે સ્તસંગ કરવો, શ્રીમદ ભાગવદ ગીતાનું શ્રવણ કરવું, સંતોનો સંગ કરવો અને ભક્તોનો સંગ કરવો જોઇએ.

આજે અહીં એક પ્રસંગ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના સ્વભાવ વિશે જાણીએ. આ પ્રસંગ મહાભારતનો છે. મહાભારતના યુદ્ધના સમયે ભિષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી હતી કે, આજે યુદ્ધમાં અર્જુન જીવિત રહેશે અથવા હું રહીશ.

રાત્રિનો સમય હતો. યુધિષ્ઠિરને ભિષ્મ પિતાની પ્રતિજ્ઞાના લીધે ચિંતા થતી હતી, તેથી તેમને ઊંઘ પણ આવતી ન હતી. તે તેમના કક્ષમાં આમથી તેમ આંટા મારી રહ્યા હતા.

પછી તે અર્જુન શું કરી રહ્યો છે, તે જોવા ગયા. તે અર્જુનના કક્ષમાં ગયા તો તે આરામથી સુઇ રહ્યો હતો. પછી તે ભગવાન કૃષ્ણના કક્ષમાં ગયા તો ભગવાન પણ બેઠેલા હતા.

વાંચોઃ ગુરુ પુર્ણિમા કેમ ઉજવવાય છે, ગુરુનું જીવનમાં શું મહત્વ છે ?

યુધિષ્ઠિરએ ભગવાનને કહ્યું, હે પ્રભુ, અર્જુનનો આરામથી સુઇ રહ્યો છે. તેને કોઇ જ ચિંતા નથી કે, ભિષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી છે કે, તે અર્જુનને મારવાના છે.

ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને અર્જુનની નજીક લઇ ગયા. યુધિષ્ઠિર અર્જુનની નજીક ગયા. અર્જુનના શ્વાસ-શ્વાસમાંથી માત્ર એક જ નામ નીકળી રહ્યું હતુ. ‘શ્રી કૃષ્ણ-શ્રી કૃષ્ણ’.

અર્જુનને હવે કેમ ચિંતા હોય ? તેની પાસે પ્રભુ છે. હવે, ચિંતા કૃષ્ણએ કરવાની છે. ત્યારબાદ શ્રી કૃષ્ણ તેમની સખી દ્રૌપદીના રૂમમાં ગયા. તેમણે કહ્યું, સખી ચાલો મારી સાથે.

દ્રૌપદી કોઇ પણ સવાલ વગર શ્રીકૃષ્ણની સાથે ચાલી ગઇ. કૃષ્ણ તેમને ભિષ્મ પિતાના રૂમમાં લઇ ગયા. જ્યાં તે ભગવાનનું ભજન અને ભક્તિ કરતા હતા.

ભિષ્મ પિતાએ દુર્યોધનની પત્ની ભાનુમતિને કહ્યું હતુ કે, તું આવજે હું તને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ. આ વાત કૃષ્ણને ખબર હતી.

દ્રૌપદી રૂમમાં ગઇ અને ભિષ્મ પિતાના પગે લાગી. તેમણે આશીર્વાદ આપી દીધા. ‘અખંડ સૌભાગ્યવતી ભવ:’.

દ્રૌપદીએ કહ્યું, હે ! પિતામહ, શું તમારા આશીર્વાદ ફળશે કે તમારો શ્રાપ ? ત્યારબાદ પિતામહે કહ્યું, પુત્રી તુ ? દ્રૌપદી, તું કોની સાથે અહીં આવી ? દ્રૌપદીએ કહ્યું, હું કિશન ભૈયા સાથે આવી છું.

પિતામહે કહ્યુ, અરે ! આ કોણ કિશન ભૈયા છે ? જે અડધી રાત્રે તને અહીં લઇને આવ્યા. ચાલ, મને પણ બતાવ.

દ્રૌપદી પિતામહને ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઇ ગઇ. ત્યાં જઇને જોયું તો ભગવાન તેમના પિતાંબરમાં દ્રૌપદીની પાદુકા લઇને ઊભા હતા.

આ દ્રશ્ય જોઇને જ પિતામહની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે કહ્યું, હે કેશવ ! તું તારા ભક્તો માટે શું-શું નથી કરતો ? દ્રૌપદીની પાદુકા તે તારા પિતાંબરમાં લઇ લીધી.

શ્રી કૃષ્ણ ભક્તો માટે કંઇ પણ કરી શકે છે.

વાંચોઃ ગુજરાતમાં આવેલા 10 પવિત્ર શિવમંદિરો અને તેનું મહત્વ

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો.