રમતો જીવનમાં ઘણી મહત્વની હોય છે. ઘણી રમતો શરીર કસીને રમાય છે, તો અમુક મગજ કસીને રમાય છે. તેમાંની મગજની કસરત માટેની પ્રથમ સ્થાને માનવામાં આવતી રમત ચેસ છે. 20 જુલાઇએ દર વર્ષે International Chess Day તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે, આ દિવસે 1924માં ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન(FIDE)ની સ્થાપના થઈ હતી.

ઇન્ટરનેશનલ ચેસ ડેની શરુઆત

આ દિવસને ઇન્ટરનેશનલ ચેસ ડે તરીકે ઉજવવાનો વિચાર સૌ પ્રથમ UNESCO દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. FIDEની સ્થાપના પછી 1966થી ઇન્ટરનેશનલ ચેસ ડે ઉજવવવામાં આવે છે. આ દિવસે FIDE દ્વારા વિશ્વભરમાં ચેસની ઇવેન્ટસ તથા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.

ચેસની શરુઆત

ચેસની શરુઆત ક્યાં થઇ તે શરુઆતથી જ ચર્ચાનો વિષય રહ્યો છે. ભારત, ચીન, રશિયા, અને સેન્ટ્રલ એશિયામાં ચેસની શરુઆત થઇ હોવાની ચર્ચાઓ થાય છે. ચેસની શરુઆત ભારતમાં રમાતી શતરંજ પરથી થઇ હોવાનું માનવામાં આવે છે.

ચેસ કઇ રીતે રમાય ?

આ રમત 2 ખેલાડીઓ રમી શકે છે. ચેસમાં રહેલી કુકરીના અલગ-અલગ નામ હોય છે. એક ખેલાડી પાસે 8 પ્યાદા, 2 હાથી, 2 ઘોડા, 2 ઊંટ તથા 1 રાજા અને 1 રાણી હોય છે. 8 પ્યાદા આગળ હોય છે. અને હાથી, ઘોડા, ઊંટ તથા રાજા, રાણી તેની પાછળ હોય છે. બંન્ને ખેલાડીમાં એકની લાલ કુકરી હોય છે અને એકની કાળી કુકરી હોય છે. જેથી બંન્ને પોત-પોતાની કુકરીની ઓળખ કરી શકે છે.

દરેક ચાલનું મહત્વ

ચેસમાં કોઇ પણ એક ખેલાડી પ્રથમ ચાલ રમે છે. તેમાં સામેવાળા ખેલાડીના રાજાને મારવાનો ધ્યેય રાખે છે. આ રમતમાં એક-એક ચાલ વિચારીને રમવી પડે છે. તથા સામેવાળા ખેલાડીની ચાલ પર પણ ધ્યાન આપવું પડે છે. આ રમતમાં એક ખોટી ચાલ આખી રમતને જીતમાંથી હારમાં ફેરવી શકે છે.

કુકરીની સમજ

  • રાજા – રાજા આ રમતમાં સૌથી મુખ્ય છે. આખી રમત જ રાજાને બચાવવા માટે જ રમાય છે. તે કોઇ પણ દિશામાં માત્ર એક ડગલું ભરી શકે છે.
  • રાણી – રાણીને અમુક લોકો વઝીર તરીકે પણ ઓળખતા હોય છે. તે રમતની સૌથી શક્તિશાળી ખેલાડી છે. તે ગમે તે દિશામાં ગમે તેટલું ચાલી શકે છે.
  • હાથી – હાથી તેની ઇચ્છા મુજબ ગમે તેટલું ચાલી શકે છે. પરંતુ તે માત્ર ઊભી કે આડી દિશામાં જ ચાલી શકે છે. તે ત્રાંસું ચાલી શકતો નથી.
  • ઊંટ – ઊંટ પણ તેની ઇચ્છા પ્રમાણે ગમે તેટલું ચાલી શકે છે. પરંતુ માત્ર ત્રાંસી દિશામાં જ ઊભું કે આડું ચાલી શકતો નથી.
  • ઘોડો – ઘોડાની ચાલ દરેત કરતા અલગ હોય છ. તે ગમે તે દિશામાં અઢી ડગલાં ચાલી શકે છે. L આકારમાં ગમે તે દિશામાં ચાલી શકે છે.
  • પ્યાદુ – પ્યાદુ એક સૈનિકની જેમ કામ કરે છે. તે એક ડગલું આગળ વધે છે. પરંતુ બીજી કુકરીને ત્રાંસી રીતે અથડાવીને પાડે છે. એક પ્યાદુ માત્ર એક જ ડગલું આગળ વધી શકે છે. તે પ્રથમ ચાલમાં 2 ડગલાં ખસી શકે છે. છે. તે પાછળ ચાલી શકતો નથી. જો કોઈ પ્યાદાની સામે આવે છે, તો તે પાછળ પણ ખસી શકતો નથી.
  • ચેકમેટ – જ્યારે રાજા ચારે બાજુથી ઘેરાઇ જાય છે અને રાજા ત્યાંથી નીકળી શકતો નથી ત્યારે ચેકમેટ કહેવામાં આવે છે. ચેકમેટ થયા પછી રાજા ત્યાંથી ખસી ન શકે તો ગેમ ત્યાં જ પૂરી થઇ જાય છે તથા સામેવાળો ખેલાડી જીતી જાય છે.

ગ્રાન્ડ માસ્ટર

ભારતમાં ચેસ રમતા ખેલાડીઓમાંના મુખ્ય 10 ખેલાડીઓમાં વિશ્વનાથ આનંદ, પેંતાલા હરિકૃષ્ણ, ભાસ્કરન અધીબન, કૃષ્ના શશીકરન, વિદિત સંતોશ ગુજરાતી, પરિમંજન નેગી, સુર્યા શેખર ગાંગુલી, અભિજીત ગુપ્તા, સેતુરમન એસ. પી., અરવિંજ ચિથંબરમ છે. ગ્રાન્ડ માસ્ટરને ચેસનું સૌથી મોટું ટાઇટલ માનવામાં આવે છે અને ભારતમાંથી ટોટલ 45 જેટલા ખેલાડી આ ટાઇટલ જીતી ચૂક્યા છે.

વાંચો – ચાલો જાણીએ 5 રમતો વિશે જે બાળકો સાથે-સાથે વડીલો પણ રમી શકે

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.