IPL એટલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League). તે 2008માં બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) દ્વારા રજૂ કરવામાં આવેલી 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તે પુરુષો દ્વારા રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તેની પ્રથમ સિઝન 18 એપ્રિલ 2008ના રોજ શરૂ થઈ હતી. IPLની પ્રથમ વિજેતા રાજસ્થાન રોયલ્સ હતી. આ તો તમે બધા જાણો જ છો. પરંતુ અહીં જાણવા મળશે IPL વિશે અમુક એવી વાતો જે ભાગ્યે જ તમે જાણતા હશો.
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 15 વખત યોજાઈ ચુકી છે. તથા 16મી IPL ચાલી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે, IPLના ઇતિહાસમાં MVP(મોસ્ટ વેવ્યુએબલ પ્લેયર)નો એવોર્ડ માત્ર 4 ભારતીય ખેલાડીઓને જ મળ્યો છે. સૌ પ્રથમ વાર ભારતીયમાં આ પુરસ્કાર સચિન તેંડુલકરને મળ્યો હતો. વર્ષ 2010માં મુંબઇ ઇન્ડિયન્સ માટે તેને 618 રન બનાવ્યા હતા. તેમને તે ટુર્નામેન્ટની ઓરેન્જ કેપ પણ જીતી હતી. સુનિલ નારાયણ એક માત્ર ભારતીય છે. જેમણે તેમની કારકિર્દીમાં 2 વખત IPLનો MVP એવોર્ડ જીત્યો હતો. તેણે ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી આ મેચ રમીને 2012 અને 2018માં આ એવોર્ડ મેળવ્યો હતો. ત્યારબાદ 2016માં વિરાટ કોહલી તથા 2021માં હર્ષલ પટેલએ આ એવોર્ડ મેળવ્યો હતો.
શું 50 ઓવરની IPL ?
1995માં સૌ પ્રથં લલિત મોદીએ ઇન્ડિયન ક્રિકેટ લીગ(ICL)નો પ્રસ્તાવ મુક્યો હતો. જે 50 ઓવરની વન ડે ટુર્નામેન્ટ હતી. જોકે, BCCIએ તેમનો આ વિચારને ગંભીરતાથી લીધો ન હોતો. 2007માં ઝી દ્વારા ICLની શરૂઆત કરી હતી. ત્યારબાદ BCCIએ પોતાની 20-20 લીગ શરૂ કરવાનું નક્કી કર્યું.
વાંચો : IPLનો પ્રસ્તાવ મુકનાર લલિત મોદી કોણ હતા ?
સૌથી વધુ IPL ફાઈનલ રમનાર ટીમ
IPLમાં એક ટીમ એવી છે, જે સૌથી વધુ વખત ફાઇનલમાં રમી ચૂકી છે. તે ટીમ પર 2 વર્ષનો પ્રતિબંધ પણ લાગ્યો હતો. તેમ છતાં તે રમી ત્યારે તે લગભગ 80% ફાઇનલ રમી ચૂકી છે. આહા, સાચું ચેન્નઇ સુપર કિંગ્સ (CSK). તે 15 IPLમાંથી 9 વખત ફાઇનલમાં રમી ચૂકી છે.
વાંચો : CSKના ખેલાડી M.S. DHONI વિશે
સૌથી વધુ ફાઇનલ જીતનાર ટીમ
આગળ તમે જાણ્યું કે, CSK સૌથી વધુ વખત ફાઇનલ રમનાર ટીમ છે. પરંતુ CSKએ સૌથી વધુ વખત IPL જીતી નથી. સૌથી વધુવાર IPL જીતનાર ટીમમાં મુંબઇ ઇન્ડિયન્સ આવે છે. મુંબઇ ઇન્ડિયન્સે 5 વખત IPL જીતી છે. તેના પછી આ લિસ્ટમાં નામ CSKનું આવે છે. તેને 4 વખત IPL જીતી છે.
વાંચો : ભારતમાં મહિલા ક્રિકેટની શરુઆતની સફર પર એક ઝલક
IPLનો પ્રથમ બોલર
2008માં જ્યારે IPLની શરુઆત થઇ ત્યારે પ્રથમ બોલ નાખનાર પ્રવીણ કુમાર હતા. તે સમયે તે રોયલ ચેલેન્જિર્સ બેંગલોરમાંથી રમતા હતા. તેમની સામે બેટિંગ કરનાર સૌરવ ગાંગુલી હતા. તે સમયે તે કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમી રહ્યા હતા. તે સમયે KKRએ 140 રનથી આ મેચ જીતી હતી.
પ્રથમ ચોગ્ગો-છગ્ગો
2008માં જ્યારે કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. ત્યારે બ્રેન્ડન મેક્કુલમ(Brendon McCullum)એ ઝહીર ખાન સામે પ્રથમ બાઉન્ડ્રી ફટકારી હતી. IPLમાં પ્રથમ છગ્ગો મારનાર પણ બ્રેન્ડન મેક્કુલમ હતા.
વાંચો : બાળકોના મગજના વિકાસ માટેની કેટલીક રમતો
ઓરેન્જ કેપ જીતનાર પ્રથમ ભારતીય
ઓરેન્જ કેપ તે ખેલાડીને આપવામાં આવે છે, જે આખી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવે છે. આ કેપ પ્રથમવાર કોઇ ભારતીયને 2010ની IPLમાં આવપવામાં આવી હતી. ઓરેન્જ કેપ જીતનાર પ્રથમ ભારતીય બીજું કોઇ નહિ પરંતુ આપણા દરેકના ચાહીતા સચિન તેંડુલકર હતા.
પ્રથમ ઓરેન્જ કેપ
ભારતીય ખેલાડીમાં પ્રથમ ઓરેન્જ કેપ જીતનાર તો સચિન તેંડુલકર હતા. પરંતુ 2008ની IPLમાં ઓરેન્જ કેપ કોને જીતી હતી ? IPLમાં પ્રથમ ઓરેન્જ કેપ એવોર્ડ જીતનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શોન માર્શન (Shaun Marsh) હતા. જેમણે માત્ર 11 મેચમાં 616 રન બનાવ્યા હતા. તે કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમ્યા હતા.
વાંચો : કેમ ઉજવવામાં આવે છે International Chess Day ?
પ્રથમ પર્પલ કેપ
ઓરેન્જ કેપ સૌથી વધુ રન કરતા ખેલાડીઓને આપવામાં આવે છે. જ્યારે પર્પલ કેપ ટુર્નામેન્ટ દરમિયાન સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીને આપવામાં આવે છે. સૌપ્રથમ પર્પલ કેપ એવોર્ડ પાકિસ્તાની ઝડપી બોલર સોહેલ તનવીરં (Sohail Tanvir)ને આપવામાં આવ્યો હતો. જે રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યા હતા.
IPLનું ટાઇટલ ન જીતનાર ટીમ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)એ હજી સુધી IPLનું ટાઇટલ જીત્યું નથી. પરંતુ ભવિષ્યમાં તે IPLનું ટાઇટલ જીતી શકે છે.