વ્રતની શરુઆત
અષાઢ મહિનાની અજવાળી અગિયારસ એટલે કે અષાઢ સુદ અગિયારસના દિવસે આ વ્રતની શરુઆત થાય છે. સૌ પ્રથમવાર આ વ્રત માઁ પાર્વતી એટલે કે માઁ ગૌરીએ કર્યું હતું. તેથી જ તેને ગૌરી વ્રત કહેવાય છે.
વ્રતની તૈયારી
વ્રતના સાત દિવસ પહેલા અષાઢ સુદ અગિયારસના દિવસે શરૂઆત થાય છે. વ્રતની શરૂઆત સૌ પ્રથમ જ્વારા વાવવાથી થાય છે. વાંસની છાબડીમાં માટી અને છાણાનો ભૂક્કો કરીને ખાતર તૈયાર કરાય છે.
તેમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોળા આ સાત ધાનને વાવવામાં આવે છે. કંકુના છાંટા કરીને છાબડીને પાટલી પર ગોઠવવામાં આવે છે. પરંતુ હવે જ્વારા બજારમાં તૈયાર મળી રહે છે.
ગૌરી વ્રતની પૂજનની વિધી
વ્રતના દિવસે બાલિકાઓ વહેલી ઉઠીને તૈયાર થાય છે. ત્યારબાજ જ્વારાનું પૂજન કરે છે. માઁ ગૌરીને પ્રાર્થના કરે છે. ઘીનો દીવો કરે છે. કંકુ, ચોખાથી પૂજન કરે છે. અબીલ- ગુલાલ ચડાવે છે અને અગરબત્તીનો ધૂપ કરે છે.
વ્રતના નિયમો
વ્રત કરનારી બાલિકાઓ પાંચ દિવસ સુધી એક ટાઇમ મોળું જમે છે. તેમ છતાં ભૂખ લાગવા પર ફરાળ કરે છે. પાંચમા દિવસે વ્રતનો છેલ્લો દિવસ હોવાથી જાગરણ કરવું પડે છે.
બાલિકાઓ વાર્તા સાંભળી, ગીતો ગાય, રમતો રમે છે. આમ, અલગ-અલગ રીતે તેઓ આખી રાત પસાર કરે છે. સવારના જ્વારાને નદી કે તળાવે પધરાવીને વ્રતની પૂર્ણાહુતિ કરે છે.
વ્રતના ફાયદા
આ વ્રતમાં મીઠાનું સેવન કરવામાં આવતુ નથી. મીઠાનું સેવન કરવાથી આરોગ્યને ઘણા લાભ થાય છે. જેમકે, તમે વધુ સક્રિય અને ઊર્જાસભર અનુભવ કરો છો. મીઠું ન ખાવાથી તમે કેન્સર જેવા મોટા રોગોથી દૂર રહો છો.
વાંચો: જયા-પાર્વતીના વ્રતની વાર્તા
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.