ઓછી સાર-સંભાળ સાથે ઘરની અંદરની હવા શુદ્ધ કરીને ઓક્સિજનની અછતને પૂરી કરશે આ 10 પ્લાન્ટ. ક્યા પ્લાન્ટથી શું ફાયદા થશે ?
ઘરને શુષોભિત કરે તથા ઘરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે તેવા Indoor Plants વિશે જાણીએ. જેની સંભાળ રાખવી ખૂબ જ સરળ રહેશે.
1 .એલોવેરા પ્લાન્ટ (Aloe Vera)

એલોવેરાને ગુજરાતીમાં કુવરપાઠું તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ઉછેર કરવો ખૂબ જ સરળ છે અને તે દેખાવમાં પણ ખૂબ જ આકર્ષિત લાગે છે. જો તેની સારી રીતે કાળજી રાખવામાં આવે તો આ પ્લાન્ટ ઘણા વર્ષો સુધી જીવંત રહે છે. તે ઉપરાંત તે ઘણી બીજી રીતે પણ ઉપયોગી છે. તે સ્વાસ્થયરૂપી તથા ત્વચાની સારસંભાળમાં પણ મદદરૂપ થાય છે.
2. બામ્બૂ પ્લાન્ટ (Bamboo Plant)

બામ્બૂને ગુજરાતીમાં વાંસ તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઘરની અંદર જ ખૂબ જ સરળતાથી ઉછેર કરી શકાય છે. તે ખૂબ જ ઓછા સૂર્યપ્રકાશમાં પણ રહી શકે છે. તેને ન્યૂનતમ પાણીની જરૂર પડે છે. બામ્બૂ કુદરતી એરપ્યોરિફાયર તરીકે કામ કરીને હવાને શુદ્ધ રાખવામાં મદદરૂપ થાય છે. તે દેખાવમાં પણ ખૂબ સુંદર લાગે છે તેથી ઘરને સુંદર બનાવવાનું પણ કામ કરે છે.
3. મની પ્લાન્ટ (Money Plant)

તેના પાંદડા દેખાવમાં હથેળી જેવા હોવાથી તે આકર્ષિત લાગે છે તેથી ઘરને સુષોભિત કરવામાં મદદરૂપ થાય છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે મની પ્લાન્ટને ફૂલ પણ આવે છે અને તે દેખાવે ખૂબ જ સુંદર હોય છે. તેને મહિનામાં 3 કે 4 વખત જ પાણીની જરૂર પડે છે. જો તેને વધારે પાણીની જરૂર હોય તો તે તમને તેના પાંદડા જોઇને ખબર પડે છે. તેના પાંદડાઓમાં કરચલીઓ પડવા લાગી છે. આ એક એવો પ્લાન્ટ છે જે એન્ટી રેડિયન્ટ તરીકે કામ કરે છે. ઘરમાં મોબાઇલ કે લેપટોપના ઉપયોગથી જે રેડિએશન ઉત્પન્ન થાય તેની માટે એન્ટી રેડિયેટર તરીકે કાર્ય કરે છે.
4. પીસ લીલી (Peace Lily)

તેનું નામ પીસ લીલી ( Peace Lily) તેના સફેદ ફૂલોના લીધે છે. તેના ફૂલ શાંતિના પ્રતીક સફેદ ઝંડા જેવા લાગે છે. તે ઘરમાં દરેક પરિસ્થિતિમાં ઓછામાં ઓછી સારસંભાળ સાથે જીવંત રહી શકે છે. તેને અઠવાડિયામાં 2થી 3 વાર પાણીની જરૂર પડે છે. તેને ન્યૂનતમ સૂર્યપ્રકાશની જરૂર પડે છે. તે હવામાં ભેજનું પ્રમાણ વધારીને તેને શુદ્ધ કરે છે. જે સારી ઊંઘ માટે ઉપયોગી થાય છે.
5. બની ઇયર કેકટસ પ્લાન્ટ (Bunny Ear Cactus)

તે ઘરના શુષોભન માટે વપરાતો એક ખાસ છોડ છે. આ છોડથી અંતર જાળવવું સમજદારી ભર્યું ગણાશે કારણ કે, તે કાંટાળો છોડ છે. તેને ઘરમાં જ્યાં સૌથી વધારે સૂર્યપ્રકાશ આવે ત્યાં ગોઠવી શકાય કારણ કે, તેને વધારે સૂર્યપ્રકાશની જરૂર પડે છે.
વાંચો: 10 સરળતાથી જાળવણી કરી શકાય એવી બજેટ ફ્રેન્ડલી કુતરાની જાતો
6. તુલસીનો છોડ (Holy Basil)

ભારતમાં અને ખાસ કરીને હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ જ મહત્તવ રહેલું છે. તેનો એન્ટિબાયોટિક તરીકે પણ ઉપયોગ થાય છે. તુલસીના છોડના બે પ્રકાર હોય છે. કાળી તુલસાને શ્યામ તુલસી તથા લીલા કલરની તુલસીને રામ તુલસી કહેવામાં આવે છે.
7. જેડ પ્લાન્ટ (Jade Plant)

આ પ્લાન્ટનું થડ બીજા પ્લાન્ટના થડની બરાબરીમાં જાડું હોય છે. તેના પાંદડા અંડાકાર આકારના હોય છે. જે ઘરને સજાવવાના ઉપયોગમાં આવે છે. આ પ્લાન્ટનું જીવન ખૂબ જ લાંબુ હોય છે. તેની ઉંચાઇ અંદાજે ત્રણ ફૂટ સુધીની હોય છે. આ પ્લાન્ટને ઉનાળામાં વધારે પાણીની જરૂર પડે છે. જેડ પ્લાન્ટ ઘરની અંદરની હવાને શુદ્ધ કરે છે, તથા રાત્રે કાર્બન ડાયોક્સાઇડ શોષે છે.
8. ડોન્કી ટેલ પ્લાન્ટ (Donkey Tail Plant)

ડોન્કી ટેલ પ્લાન્ટ દેખાવમાં એકદમ સુંદર લાગે છે. તેમાં વસંત દરમિયાન ફૂલ આવે છે. તેને થોડી વધારે કાળજીની જરૂર પડે છે. તેને સમયસર ખાતર, પૂરતો સૂર્યપ્રકાશ અને પાણી આપતા રહેવું પડે છે. આ પ્લાન્ટ તેના દેખાવને કારણે વધારે લોકપ્રિય છે.
9. લેડી પ્લામ પ્લાન્ટ (Lady Palm Plant)

આ છોડની સંભાળ વધારે મુશ્કેલ નથી. તેમ છતાં તેને નિયમિતરૂપે પાણી આપવું જરૂરી છે. તેને રૂમની એવી જગ્યાએ મુકવાનું પસંદ કરો જ્યાં સૂર્યપ્રકાશ આસાનીથી પહોંચતો હોય. આ પ્લાન્ટ ભરપૂર માત્રામાં ઓક્સિજન આપે છે. અને હવામાં રહેલા હાર્મફુલ કેમિકલને દૂર કરે છે.
10. ઝેમિઓકોકસ ઝેમફોલિઆ (Zamioculcas zamiifolia)

ઝેમિઓકોકસ ઝેમફોલિઆને ટૂંકમાં ZZ પ્લાન્ટ કહેવામાં આવે છે. ZZ પ્લાટનું થડ સુંદર હોય છે. આ પ્લાન્ટ હવાને શુદ્ધ કરે છે. આ પ્લાન્ટના પાંદડા એકદમ સાઇની હોય છે. તેથી રૂમમાં બ્રાઇટનેસ રહે છે.
જાણો કંઇક નવું: Oscar Award : ભારતમાંથી કોને મળ્યો હતો ઓસ્કાર
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.