How to dispose damaged Indian National Flag (Tricolor)?
સ્વાતંત્ર્ય દિવસનો તહેવાર પૂર્ણ થઇ ગયો છે. હજુ ઘણા બધાએ પોતાના ઘર ઉપરથી તિરંગો ઉતાર્યો નથી. તમે જો નવા ફ્લેગ કોડ 2022 મુજબ, તિરંગાને ઘર ઉપર કે, ખુલ્લામાં રાખો છો. તો તેનું સન્માન જળવાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઇએ.
તિરંગાને કઇ રીતે મુકવો ?
જો તમે તિરંગાને ઉતારવા માંગતા હોય તો, તેને આ રીતે વાળીને મુકવો. રાષ્ટ્રધ્વજનો કેસરી અને લીલો રંગનો પટ્ટો સફેદ રંગના પટ્ટાની નીચે આવે તે રીતે વાળો. ત્યારબાદ સફેદ રંગના પટ્ટાને બે બાજુથી વાળીને અશોક ચક્ર ઉપર દેખાય તે રીતે ચોરસ વાળીને મુકવો. ત્યારબાદ તેને સન્માન સાથે તે જ સ્થિતિમાં જમીનને ન અડે તેમ મુકી દો. તેનો ઉપયોગ આવતા વર્ષે ફરી કરી શકશો.
વાંચો : Indian Flag : ભારતના રાષ્ટ્રધ્વજનો સંપૂર્ણ ઇતિહાસ
ફાટેલા અને ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજનું શું કરવું ?
રાષ્ટ્રધ્વજ જો ખરાબ થઇ ગયો હોય અથવા ફાટી ગયો હોય તો તુરંત જ તેને ઉતારી લેવો. હવે, સવાલ એ થાય કે, ફાટેલા અને ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજનો નિકાલ કઇ રીતે કરશો ? જો રાષ્ટ્રધ્વજ ખરાબ થઇ ગયો હોય તો તેનો નિકાલ એકાંત જગ્યાએ કરવો જોઇએ. તેને બાળીને અથવા બીજી કોઇ પણ રીતે રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાય તેમ નિકાલ કરવો.
વાંચો : જાણો વડાપ્રધાનના Har ghar tiranga અભિયાન વિશેની દરેક માહિતી
કાગળના રાષ્ટ્રધ્વજનું શું કરવું ?
જો રાષ્ટ્રધ્વજ કાગળનો બનેલો હોય તો તે વળે નહિ તે રીતે કોઇ ફાઇલમાં લઇને તેને મૂકી દેવો. જો કાગળનો રાષ્ટ્રધ્વજ ફાટી જાય અથવા ક્ષતિગ્રસ્ત થાય તો તેને જમીન પર કે જ્યાં-ત્યાં કચરામાં ન ફેંકવો જોઇએ. તેનો નિકાલ પણ એકાંતમાં તેનું સન્માન જળવાય તે રીતે કરવો જોઇએ.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.