2022ને પૂરું થવામાં અને 2023ની શરુઆતમાં ગણતરીના જ દિવસો બાકી છે. ઘણા બધાએ અલગ-અલગ પ્લાનિંગ કર્યા હશે કે, નવા વર્ષનું સ્વાગત કેવી રીતે કરવું. જો તમારું એ પ્લાનિંગ હજી બાકી છે તો ચિંતા ના કરો અમે આપીશું થોડાક આઇડિયા નવા વર્ષના દમદાર સ્વાગત માટે.
1) ન્યૂયર પાર્ટી
તમે તમારા ઘરે અથવા બહાર પાર્ટી ઓર્ગેનાઇઝ કરી શકો છો. તમારા પરિવાર કે મિત્રવર્તુળને બોલાવીને તમે સાથે નવા વર્ષનો આનંદ માણી શકો છો. તમે ન્યૂયર માટે સારસ મજાનું ડેકોરેશન પણ કરી શકો છો. જો તમે પાર્ટી ઓર્ગેનાઇઝ કરવા ન માંગતા હોય તો તમે બહાર જ્યાં આવી પાર્ટીનું આયોજન થતું હોય છે ત્યાંના પાસ લઇને ત્યાં પણ જઇ શકો છો.
2) બોર્ડસ ગેમ્સ
તમને વધારે ઘોંઘાટ વાળી પાર્ટી પસંદના હોય તો તમે તમારા પરિવાર કે મિત્રો સાથે માત્ર બોર્ડસ ગેમ્સ રમીને પણ આનંદ માણી શકો છો. ઘરે બેસીને ખૂબ જ સરસ રીતે ન્યૂયર માનાવવાનો આ એક સારો આઇડિયા છે. તમારી પાસે જેટલી પણ બોર્ડ ગેમ હોય તેના નામની નાની-નાની ચીઠ્ઠી બનાવી લો. ત્યારબાદ તેમાંથી કોઇપણ ચીઠ્ઠી ઉપાડો. જે ગેમ આવે તે રમો. ધ્યાન રહે, દરેક ગેમ અંદાજે 20 મિનિટ અથવા 1 રાઉન્ડ પૂરતી જ રમવી અને ફરી નવી ચીઠ્ઠિ લેવી. આનાથી તમે એક ગેમ લાંબો સમય રમવાથી કંટાળશો પણ નહિ અને અલગ-અલગ ઘણી ગેમ રમવા મળશે.
3) મૂવી નાઇટ
ઘરમાં બેસીને ઓછા લોકોની સાથે ન્યૂયર મનાવવાનો સૌથી સારો ઓપ્શન છે. અહીં તમે આરામથી 3થી 4 કલાલનો સમય પસાર કરી શકશો. કોઇ સારા મૂવીની સાથે પોપકોર્ન અને કોલ્ડ્રીંક્સ મળી જાય તો મજા જ આવી જાય.
4) મેમરી બોર્ડ
તમે તમારા પરિવારના સભ્યો કે મિત્રો સાથે મળીને 2022નું મેમરી બોર્ડ બનાવી શકો છો. તેમાં તમે આખા વર્ષમાં સાથે વિતાવેલી દરેક પ્રકારની યાદોનું મેમરી બોર્ડ બનાવી શકો છો. તેમાં તમે સાથે વિતાવેલી ક્ષણો સારા ફોટોઝ લગાવી શકો છો. તેને તમે તમારી રીતે વધારે ક્રિયેટીવ પણ બનાવી શકો છો.
5) કેક બેકિંગ અને ડેકોરિંગ
તમે ન્યૂયર પાર્ટી માટે કેક ઓર્ડર કરવાની બદલે ઘરે જાતે પણ બનાવી શકો છો. એકલા કેક બનાવું પણ બોરિંગ થઇ જાય તો અહીં તમે પરિવાર કે મિત્રો મળીને પણ કેક બનાવી શકો છો. તમે કેકને સજાવીને તમારી ક્રિયેટીવિટી બતાવી શકો છો.
6) બોનફાયર
ન્યૂયરનો સમય એ શિયાળાનો સમય હોય છે. આ એક સારો મોકો છે જ્યારે તમે બોનફાયરનું આયોજન કરીને તમારા પ્રિય લોકો સાથે સમય વિતાવી શકો છો. તમારા મનગમતા મ્યુઝિક સાથે ડાન્સનો પણ આનંદ માણી શકો છો.
7) કરાઓકે નાઇટ
કરાઓકે નાઇટમાં પરિવાર અને મિત્રો સાથે મ્યુઝિક માણવાનો બેસ્ટ મોકો છે. અહીં તમને તમારા મિત્રોમાં કોણ કેટલું સુરીલું છે અને કોનો સુર સાથે સબંધ જ નથી જાણી શકશો.
8) ન્યૂયર પ્રોગ્રામ જોવા
તમે જો ન્યૂયરમાં કંઇ જ કરવા ન માંગતા હોય અને એકલા મનાવવા માંગતા હોય તો આ સૌથી બેસ્ટ ઓપ્શન છે. રજાઇમાં બેસીને હાથમાં ચા કે કોફીનો કપ લઇને ટીવી પર ન્યૂયરના પ્રોગ્રામ જોવો.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો.