14 સપ્ટેમ્બર એટલે આજે હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દીએે આપણી રાષ્ટ્રીય ભાષા છે. 14 સપ્ટેમ્બર 1949ના દિવસે ભારતમાં હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી.
ક્યારે ઉજવાય છે હિન્દી દિવસ ?
ભારતના બંધારણમાં હિન્દી ભાષાને દેશની રાષ્ટ્રભાષા તરીકે ઉલેખ્ખ કરાયો છે. આ મહત્વનો નિર્ણય 14 સપ્ટેમ્બરના દિવસે લેવામાં આવ્યો હતો. તેથી જ 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દી ભારતીય પ્રજાસત્તાકની 22 સત્તાવાર ભાષાઓમાંની એક ભાષા છે.
હિન્દીનો ઉદ્ભવ
હિન્દી ભાષાનો ઉદ્ભવ પણ સંસ્કૃત ભાષામાંથી જ થયો છે. હિન્દી શબ્દ ફારસી શબ્દ ‘હિન્દ’ માંથી આવ્યો છે. જેનો મતલબ ‘સિંધુ નદીની ભૂમિ’ છે. હિન્દીનો સૌપ્રથમ ઉપયોગ કવિ કાલિદાસે કર્યો હતો. તેમને હિન્દીમાં ‘વિક્રમોર્યવશિયમ્’ નામનું નાટક લખ્યું હતું.
વાંચો : વિશ્વ ગુજરાતી ભાષા દિવસના દિવસે ગુજરાતી ભાષા સાથે પ્રેમ કરો
હિન્દી દિવસ કેમ મનાવવામાં આવે છે ?
દેશભરમાં હિન્દી ભાષા અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. સૌ પ્રથમ 14 સપ્ટેમ્બર, 1949ના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ હિન્દી ભાષાના સન્માનમાં 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો હતો.
ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા
વિશ્વભરમાં લગભગ 120 મિલિયન લોકો હિન્દીને દ્વિતિય ભાષા તરીકે બોલે છે. તથા 420 મિલિયનથી વધુ લોકો હિન્દીનો પ્રથમ ભાષા અથવા માતૃભાષા તરીકે ઉપયોગ કરે છે. હિન્દી દુનિયાની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારતમાં અંદાજે 77 ટકા લોકો હિન્દી બોલે, સમજે અને વાંચે છે.
વાંચો : ફાટી ગયેલા કે ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજનું શું કરવુ ?
અન્ય દેશોમાં હિન્દીનો ઉપયોગ
લોકો એવું માને છે કે, હિન્દી માત્ર ઉત્તર ભારતમાં જ બોલાતી ભાષા છે. પરંતુ હિન્દીનો દબદબો ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ છે. પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, મૉરીશસ, સૂરીનામ, ફિજી, ગુયાન અને ત્રિનિદાદા ઇંડ ટોબોગોમાં બોલાતી ભાષા છે.
હિન્દી સાહિત્યમાં પુરસ્કાર
હિન્દી સાહિત્યને માન આપવા અને હિન્દી ભાષા પ્રત્યે આદર દર્શાવવા માટે આજે દેશભરમાં અસંખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. હિંદી દિવસ પર મંત્રાલયો, વિભાગો, રાષ્ટ્રીય બેંકો અને નાગરિકો વગેરેને હિંદી ભાષામાં તેમના યોગદાન માટે રાજભાષા કીર્તિ પુરસ્કાર અને રાજભાષા ગૌરવ પુરસ્કાર જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો.