આજે અષાઢ સુદ પૂનમ છે, એટલે ગુરુ પુર્ણિમા. ગુરુનો દિવસ. ગુરુ પૂર્ણિમાં કેમ ઉજવવામાં આવે છે ?, ગુરુનું જીવનમાં શું મહત્તવ છે ?, ગુરુ કેવા હોવા જોઇએ ? ચાલો જાણીએ, ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું મહત્તવ.
ગુરુપૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા ?
અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા અને મહાભારતના રચયતા એવા વેદ વ્યાસનો જન્મદિવસ. એવું કહેવાય છે કે, માણસને સૌ પ્રથમ વેદ શીખવનાર મહર્ષિ વેદ વ્યાસ હતા. તેથી જ તેમને હિંદુ ધર્મના પ્રથમ ગુરુ કહેવાયા છે. તથા આ જ કારણથી ગુરુ પુર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે.
બોદ્ધ ધર્મમાં ઉજવણી
ઉત્તરપ્રદેશના વારાણસીમાં ભગવાન બુદ્ધે સારનાથમાં આ દિવસે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. નેપાળમાં પણ આ દિવસને ખૂબ જ મોટી રીતે ઉજવવામાં આવે છે. ત્યાં આ જ દિવસને ટીચર્સ ડે તરીકે ઉજવાય છે.
ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરવું જોઇએ ?
હિન્દુ ધર્મમાં ગુરુનું સ્થાન ભગવાન કરતા પણ ઉંચું રાખવામાં આવ્યું છે. તેથી આ દિવસે લોકો તેમના ગુરુની ઉપાસના કરે છે તથા જીવનના લક્ષ્ય સુધી પહોંચવા માટે તેમના આશીર્વાદ લે છે. ગુરુને યથાશક્તિ ગુરુ દક્ષિણા આપી ગુરુનું ઋણ ચૂકવવાની કોશિશ કરે છે. કારણ કે, ગુરુનું ઋણ ચૂકવવું તો શક્ય જ નથી.
ગુરુ કેવા હોઇ શકે ?
જેની પાસેથી જીવનમાં લક્ષ્યને મેળવવા સાચું માર્ગદશર્ન આપે તે ગુરુ કહેવાય. તમે 5 વર્ષના બાળકથી લઇને 80 વર્ષના વૃદ્ધને પણ ગુરુ બનાવી શકો છો. સાચા ગુરુ પોતાના શિષ્યને સાંચો માર્ગ ચિંધવાનું કાર્ય કરે છે. પરંતુ તેના પર ચાલવાનું તો શિષ્ય એ જ હોય છે.
ગુરુ સાચો માર્ગ ચિંધે
જો તમે તમારા ધ્યેય પર પહોંચવામાં નિષ્ફળ જાઓ છો અને તેનો દોષનો ટોપલો ગુરુ પર નાખો છો તો તે ખોટું છે. ગુરુના બતાવ્યા માર્ગ પર જો ચાલવામાં આવે તો નિષ્ફળ થવાની શક્યતાઓ નહિવત થઇ જતી હોય છે.
સાચા ગુરુની પરખ જરૂરી
અત્યારે ઘણા બધા ધૂતારા ગુરુ બની તમને ખોટું જ્ઞાન આપવાના બહાને છેતરી જાય છે. પરંતુ તે પણ તમને ખોટા ગુરુ પર વિશ્વાસ ન કરવાની વાત શિખવતા જાય છે. આ સમયમાં સાચા ગુરુની પરખ કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ જો તે ગુરુ તમને મળી જાય છે તો તમને સફળ થતા કોઇ અટકાવી શકતું નથી.
વાંચો: Hindu marriage 7 vachan | હિન્દુ લગ્નના સાત વચન અને તેનુ મહત્વ
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.