ગુડ ફ્રાઈડે એ ખ્રિસ્તીઓનો તહેવાર છે. તે ઈસુના મૃત્યુની યાદ મનાવવામાં છે. તે પાશ્ચલ ટ્રિડ્યુમ ( Paschal Triduum)ના પ્રમાણે આવતા ઇસ્ટર પહેલાના શુક્રવારે મનાવવામાં આવે છે. તેને હોલી ફ્રાઇડે, ગ્રેટ ફ્રાઇડે અથવા બ્લેક ફ્રાઇડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 7 એપ્રિલ 2023ના રોજ મનાવવામાં આવશે.

ઇસ્ટર પહેલાનો શુક્રવાર

ઘણા દેશોમાં ઇસ્ટર સન્ડે પહેલાના શુક્રવારે ઇશુના મૃત્યુની ઉજવણી કરે છે. ત્યારે લોકો તે દિવસે ઉપવાસ કરીને પ્રાર્થના કરે છે. ઘણા ચર્ચમાં બપોરના સમય દરમિયાન ઉજવણી કરવામાં આવે છે. કારણ કે, બપોરના સમયે અંદાજે 3 વાગ્યા સુધી ઇશુને ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા. ઘણા ચર્ચમાં ક્રોસનું સરઘસ કાઢીને તે દિવસનું અવલોકન કરવામાં આવે છે. ભારત સહિત ઇટાલી, માલ્ટા, ફિલિપાઇન્સ અને સ્પેન જેવા ઘણા દેશોમાં સરઘસ કાઢવામાં આવે છે.

વાંચો : તમારા ફોન વિશેના આ તથ્યો જાણીને ચોંકી જશો

સૂકી બ્રેડ અને શેકેલા બટાકા ખાઇને ઉપવાસ

બર્મુડામાં ગુડ ફ્રાઈડેના દિવસે હાથથી બનાવેલી પતંગો ક્રોસના પ્રતીકરૂપે ઉડાવવામાં આવે છે. તથા સ્વર્ગમાં તેમના આરોહણનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ રિવાજ 19મી સદીથી ઉજવવામાં આવે છે. બેલ્જિયમ અને મેક્સિકો જેવા દેશોમાં ચર્ચમાં ગુડ ફ્રાઈડેના દિવસે ઈસુની પીડાની યાદમાં ક્રોસ પર કાળો રંગ લપેટવામાં આવે છે. આ દિવસ ગૌરવપૂર્ણ છે, તથા ઘણા શહેરોમાં અને ગામોમાં ઉદાસીનતાની સામાન્ય લહેર અનુભવાય છે. પોલેન્ડમાં ઘણા ખ્રિસ્તીઓ સૂકી બ્રેડ અને શેકેલા બટાકા ખાઇને ઉપવાસ કરે છે. ઇંડાની સજાવટ એ પણ પોલેન્ડ અને અન્ય ઘણા દેશોમાં ઇસ્ટર તૈયારીઓનો એક ભાગ છે.

ગુડ ફ્રાઇડે કેમ કહેવાય છે ?

આ દિવસને ગુડ ફ્રાઇડે તરીકે જ શા માટે ઓળખવામાં આવે છે. તેના પાછળ અલગ-અલગ ઘણા કારણો જોવા મળે છે. ગુડ ફ્રાઇડે શબ્દએ “ગોડ’સ ફ્રાઇડે(ભગવાનનો શુક્રવાર)” પરથી બન્યો છે. જ્યારે અમુક લોકો ગુડને “સારુ અથવા પવિત્ર”ના અર્થમાં ઘણે છે. અન્ય અર્થઘટનો મુજબ ઇસુએ સહન કરેલી ભયાનક પીડા છતાં આ ઘટના પ્રેમ અને કૃત્યનું પ્રતિનિધિત્વ કરે છે. ઈસુ માનવજાતના પાપોની કિંમત ચૂકવવા મૃત્યુ પામ્યા હતા. ઘણા રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓ આ દિવસને ગ્રેટ ફ્રાઇડે કહે છે. આ દિવસને બ્લેક ફ્રાઈડે અથવા સોરોફુલ(sorrowful) ફ્રાઈડે તથા લોંગ(long) ફ્રાઈડે તરીકે પણ ઓળખવામાં આવે છે.

વાંચો : મનોરંજનના 10 પ્રકાર – તમને આમાંથી શું કરવું પસંદ છે ?

ખ્રિસ્તીઓનો સૌથી જૂનો તહેવાર

ગુડ ફ્રાઈડે ખ્રિસ્તીઓનો સૌથી જૂનો તહેવારમાનવામાં આવે છે. કેટલાક સ્ત્રોત મુજબ, તે 100 CEથી ઉજવવામાં આવે છે. તે તેના શરૂઆતના વર્ષો દરમિયાન ઉપવાસ સાથે સંકળાયેલું હતું. તથા ચોથી સદી CE દરમિયાન વધસ્તંભ સાથે સંકળાયેલું હતું.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.