ભાદરવા સુદ ચોથના રોજ આપણા ગણપતિ બાપ્પાનો જન્મદિવસ છે. તે દિવસે લોકો ભગવાનની મૂર્તિને ઘરે લાવીને તેમનું પૂજન કરે છે. તે ભગવાનને 1, 3, 5, 7 અથવા 11 દિવસ સુધી રાખે છે. ત્યારબાદ તેમનું નદી, તળાવ અથવા કૃત્રિમ જળાશયમાં વિસર્જન કરીને આવતા વર્ષે જલ્દીથી પધારવાની પ્રાર્થના કરે છે.
How to do pooja on Ganesh Chaturthi | Ganpati Pooja Vidhi
અહીં અમે તમને ગણપતિ પૂજન કરવાની સંપૂર્ણ વિધી વિશે જણાવીશું.
પૂજા કરતા પહેલા આટલી સામગ્રી લઇને બેસવવું. શુદ્ધ પાણીથી ભરેલો કળશ, આચમની, તરભાણી(રકાબી), પવાલુ(ગલાસ), કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, હળદર, ચંદન, પુષ્પ, ધરો, ગોળ, નરાછડી, કપૂરના પાન વગેરે.
સૌપ્રથમ એક ટેબલ અથવા પાટલા પર લાલ અથવા લીલા રંગનું કપડું પાથરવું. તેના પર ચોખાથી સાથિયો બનાવીને તેના પર ગણપતિ દાદાની મૂર્તિ મૂકવી અને નીચે પ્રમાણેનું પૂજન કરવું.
ભગવાનની પૂજા શરુ કરતા પહેલાં પૂજા કરનાર યજમાન(વ્યક્તિ)એ પવિત્ર થવું જરૂરી છે. પહેલાં પોતે તિલક કરીને, હાથમાં નરાછડી બાંધવી.
સૌ પ્રથમ પોતાના માથા પર તિલક કરવું
ૐ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્વ્રશ્રવા: સ્વસ્તિન: પૂષા વિશ્શ્વવેદા: |
સ્વસ્તિવસ્તાક્ષ્યોડ અરિષ્ટનોમ: સ્વસ્તિનો બૃહસ્પતિદર્ધાતુ ||
હવે પોતાના હાથ પર નરાછડી બાંધવી.
ૐ જદાબદ્ધ્નન્દાક્ષયણા હિરણ્યગૂઁશતાનીકાય સુમનસ્યમાના: |
તન્ન્મડઆબદ્ધ્નામિ શત શારદા યાયુષ્માજરદ્રષ્ટિર્જથાસમ્ ||
હવે જળનું આચમન કરવું.
ૐ ભૂ: પૂનાતુ, ૐ ભુવ: પૂનાતુ, ૐ સ્વ: પુનાતુ
આ મંત્ર બોલીને ત્રણ વખત જળનું આચમન કરી લેવું.
ૐ ભૂર્ભુવ: સ્વ: પુનાતુ
આ મંત્ર બોલીને જળ વડે હાથ ધોઇ લેવા.
કપૂરના પાન પર ચોખા મૂકીને તેના પર ત્રણ સોપારી મૂકીને ભગવાનનું આવાહન કરવું.
ભગવાનનું આવાહન કરવું
હે હેરમ્બ ત્વામેહ્યેહિ હ્યમ્બિકાત્ર્યમ્બકાત્મજ ।
સિદ્ધિ-બુદ્ધિ પતે ત્ર્યક્ષ લક્ષલાભ પિતુ: પિત: ॥
નાગસ્યં નાગહારં ત્વાં ગણરાજં ચતુર્ભુજમ્ ।
ભુષિતં સ્વાયુધૌદવ્યે: પાશાંકુશાપરશ્વધૈ ॥
આવાહ્યામી પૂજાર્થં રક્ષાર્થં ચા મમ્ કૃતો: ।
ઇહાગત્ય ગૃહાણ ત્વં પૂજાં યાગં ચ રક્ષ મે ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ: ।
અવાહાયામિ-સ્થપાયામિ ॥
ભગવાનનું આવાહન કર્યા પછી મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂરો.
અસ્યૈ પ્રાણ: પ્રતિષ્ઠાન્તુ અસ્યૈ પ્રાણારક્ષરન્તુ ચ ।
અસ્યૈ દેવત્વમર્ચાયૈ મામહેતિ ચા કશ્ચાન ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી શ્રી મહાગણાધિપતાયે નમ: ।
સુસુપ્રતિષ્ઠો વરદો ભવ ॥
ભગવાનને બેસવા માટે આસન આપો.
વિચિત્રરત્નખચિતં દિવ્યાસ્તરણસંયુતમ્ ।
સ્વર્ણ સિંહાસનં ચારુ ગૃહાણ ગુહાગ્રજ ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ: ।
આસનં સમર્પયામિ ॥
ભગવાનને આસન આપ્યા પછી પગ ધોવા પાણી આપો.
ૐ સર્વતીર્થસમુદ્રૂતં પાદ્યં ગન્ધાદિભિર્યુતમ્ ।
ગજાનન ગૃહાણેદં ભગવાન ભક્તવત્સલ: ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ: ।
પાદયો: પાદ્યં સમર્પયામિ ॥
હવે ભગવાન ગણપતિને અર્ઘ્ય સમર્પણ કરો
ૐ ગણાધ્યક્ષ નમસ્તેડસ્તુ ગૃહાણ કરુણા કર ।
અર્ઘ્યં ચ ફલ સંયુક્તં ગન્ધમાલ્યાક્ષતૈર્યુતમ્ ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ: ।
હસ્તોરઘ્યઁ સમર્પયામિ ॥
ભગવાનને અર્ઘ્ય આપ્યા પછી પાણીથી આચમન કરાવવવું.
વિઘ્નરાજ નમસ્તુભ્યં ત્રિદશૈરભિવન્દિત ।
ગંઙ્ગોદકેન દેવશ કુરુષ્વાચમનં પ્રભો ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ:।
મુખે અચમનીયં સમર્પયામિ ॥
હવે ભગવાનને સ્નાન કરાવવું. સૌ પ્રથમ ભગવાનને પાણીથી સ્નાન કરાવો.
નર્મદા ચંદ્રભાગાદિ ગઙ્ગાસઙ્ગસજૈર્જલૈ ।
સ્નાનિ તોસિ મયા દેવ વિઘ્નસઘં નિવારય ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ: ।
સર્વાંઙ્ગ સ્નાનં સમર્પાયામિ ॥
ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવો
પંચામૃતં મયાડડનીતં પયોદધિ, ઘૃતં મધુ ।
શર્કરા ચ સમાયુક્તં સ્નાનાર્થં પ્રતિગૃહ્યતામ્ ॥
હવે ભગવાનને ફરી પાણીથી સ્નાન કરાવો
ગંઙ્ગા ચ યમુના ચૈવ ગોદાવરી સરસ્વતી ।
નર્મદા સિન્ધુ: કાવેરી સ્નાનાર્થં પ્રતિગૃહ્યતામ્ ॥
ભગવાનને ફરી પાણીથી સ્નાન કરાવો
ગંઙ્ગા ચ યમુના ચૈવ ગોદાવરી સરસ્વતી ।
નર્મદા સિન્ધુ: કાવેરી સ્નાનાર્થં પ્રતિગૃહ્યતામ્ ॥
હવે, રકાબી જેવા કોઇ પાત્રમાં પાનનું પત્તું મૂકી શુદ્ધ કરેલા ગણપતિ ભગવાનને વચ્ચે અને રિદ્ધિ-સિદ્ધિને બે બાજુ પધારવા.
ભગવાનને વસ્ત્ર પહેરાવો. (નારાછડીનો ટુકડો મુકવો)
શીતવાતોષ્ણ સન્ત્રાણં લજ્જાયા રક્ષણં પરમ ।
દેહાલંકરણં વસ્ત્રમત: શાન્તિ પ્રયચ્છ મે ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ: ।
વસ્ત્રં સમર્પયામિ ॥
ભગવાનને યજ્ઞોપવિત પહેરાવો.
નવભિસ્તન્તુભિર્યુક્તં ત્રિગુણં દેવતામયમ્ ।
ઉપવીતં મયાદત્તં ગૃહાણ પરમેશ્વર ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ:।
યજ્ઞોપવીતં સમર્પયામિ ॥
ભગવાનને ચંદન ચડાવવું
શ્રી ખણ્ડ ચન્દન દિવ્યં ગન્ધાઢયં સુમનોહરમ્ ।
વિલેપણં સુરશ્રેષ્ઠ ચન્દનં પ્રતિગૃહ્યતામ્ ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ: ।
ગન્ધં સમર્પયામિ ॥
વાંચો : હિન્દુ લગ્નના સાત વચન અને તેનુ મહત્વ
ગણપતિ દાદાનું ચોખા ચડાવીને પૂજન કરવું.
અક્ષતાશ્ચ સુર શ્રેષ્ઠ કુમ્કુમાલા: સુશોભિતા: ।
મયા નિવેદિતા ભક્તયા ગૃહ પરમેશ્વર ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ:।
અક્ષતાન્ સમર્પયામિ ॥
ભગવાનને પુષ્પની માળા પહેરાવો.
મલ્યાદિની સુગન્ધીનિ માલ્યાદીનિવૈ પ્રભુ: ।
મયા હ્રતાની પુષ્પાણિ ગૃહ્યન્તાં પૂજનાય ભો: ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ: ।
પુષ્પમાલં સમર્પયામિ ॥
ભગવાનને પાન ચડાવવું.
ત્વત્પ્રિયાણિ સુપુષ્પાણિ કોમલાનિ શુભાનિ વૈ ।
શમીદલાની હેરમ્બ ગૃહાણ ગણનાયકા ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ: ।
શમી પત્રાણિ સમર્પયામિ ॥
ભગવાનને દુર્વા(ધરો) ચડાવવી.
દુર્વાઙકુરાન્ સુહરિતાનમૃતાન્ મંઙ્ગલા પ્રદાન ।
આનીતાંસ્તવ પૂજાર્થ ગૃહ ગણનાયક ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ:।
દુર્વાઙકુરાન્ સમર્પયામિ ॥
ભગવાનને અબીલ, ગુલાલ ત્રણે પર ચડાવવું તથા રિધ્ધી સિધ્ધી માઁ પર હળદર ચડાવવી.
સિન્દૂર શોભનં રક્તં સૌભાગ્યં સુખવર્ધનમ્ ।
શુભદં કામદં ચૈવ સિન્દૂરં પ્રતિગૃહ્યતામ્ ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગનાધિપતાયે નમ:।
સિન્દૂર સમર્પયામિ ॥
ભગવાનને અગરબત્તી અથવા ગૂગળનો ધૂપ ધરવો.
વનસ્પતિરસોદ્ભુતો ગાન્ધાઢયો ગન્ધ ઉત્તમ: ।
આઘ્રેય: સર્વ દેવાનાં ધૂપોડ્યં પ્રતિગૃહ્યતામ્ ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ: ।
ધૂપમાઘ્રાપયામિ ॥
ભગવાનને ઘીનો દીવો કરવો.
સાજ્યં ચવર્તિસંયુક્તં વહ્નિના યોજિતં મયા ।
દિપં ગૃહાણ દેવેશ ત્રૈલોક્યતિમિરા પહમ્ ॥
ભક્તયા દીપં પ્રયાચ્છામિ દેવાય પરમાત્માને ।
ત્રાહિમાં નિર્યાદ્ ઘોરાદ્દીપજ્યોતિર્નમોડ્સ્તુતે ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ: ।
દીપં દર્શયામિ ॥
ભવગનાને હવે, નૈવેદ્યં અર્પણ કરવું. તેમાં ગોળ મૂકવો તથા ઘરે બનાવેલ નૈવૈદ્ય ભગવાન આગળ મૂકવું.
નૈવેદ્યં ગૃહ્યતાં દેવ ભક્તિ મે હ્યચલાં કુરુ ।
ઇપ્સિતમ મે વરં દેહિ પરત્ર ચ પરાં ગતિમ્ ॥
શર્કરા ખણ્ડ ખાદ્યાનિ દધિ ક્ષીર ઘૃતાણી ચ ।
આહારં ભક્ષ્ય ભોજ્યં ચ નૈવેદ્યમ પ્રતિગૃહતમ્ ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સાહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ: ।
નૈવેદ્યં મોદકમયઋતુફલાનિ ચ સમર્પયામિ ॥
ભગવાનને દક્ષિણા અર્પણ કરવી.
હિરણ્યગર્ભગર્ભસ્થં હેમ બીજં વિભાવસો: ।
અનન્ત પુણ્ય ફલદમત: શાન્તિં પ્રયચ્છ મે ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ: ।
દ્રવ્યં દક્ષિણાં સમર્પયામી ॥
ગણપતિ ભગવાનની આરતી ગાઇને આરતી કરવી.
વાંચો : કૃષ્ણના તેમના ભક્તો માટેના પ્રેમનો એક અદ્ભુત કિસ્સો
આરતી પછી બંન્ને હાથમાં પુષ્પ અને ચોખા લઇને ગણપતિનું ધ્યાન ધરી તેમને પુષ્પ અર્પણ કરવા.
નાનાસુગંન્ધિ પુષ્પાણિ યથા કલોદ્ભવાનિ ચ ।
પુષ્પાઙ્જલિર્મયા દત્તો ગૃહાણ પરમેશ્વર ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ: ।
મન્ત્ર પુષ્પાંજલિ સમર્પયમિ ॥
બંન્ને હાથ જોડીને પ્રદક્ષિણા કરતા હોય તેવા ભાવથી હાથને ફેરવવો.
યાનિ કાનિ ચ પાપાનિ જ્ઞાતાજ્ઞાત કૃતાનિ ચ ।
તાનિ સર્વાણિ નાશ્યાન્તિ પ્રદક્ષિણા પદે પદે ॥
ૐ સિદ્ધિ-બુદ્ધિ સહિતાય શ્રી મહાગણાધિપતાયે નમ: ।
પ્રદક્ષિણાં સમર્પયામિ ॥
આ રીતે ગણપતિ ભગવાનની પૂજા પૂર્ણ કરવી.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.