French fries recipe in Guajarati – French fry recipe
સામગ્રી
- 3 મોટી સાઇઝના બટાકા
- મીઠું સ્વાદાનુસાર
- તળવા માટે તેલ (જરુર મુજબ)
- પાણી (જરુર મુજબ)
વાંચો : પેરી-પેરી મસાલો બનાવવાની રીત
બનાવવાની રીત
- સૌ પ્રથમ બટાકાને છોલી દો. (લાલ છાલવાળા બટાકા સૌથી સારા રહેશે.)
- છોલેલા બટાકાને લાંબી-લાંબી ફ્રેન્ચ ફ્રાઇઝના આકારમાં કાપી લો.
- બટાકા કપાઇ જાય ત્યારબાદ, એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મુકો.
- પાણી ગરમ થઇ ગયા બાદ બટાકાને પાણીની અંદર ઉમેરો.
- બટાકાને પાણીની અંદર 70% જેટલા ચડી જાય ત્યારપછી તેમાંથી પાણી નીકાળી દો.
- બટાકાને એક કોરા કપડાની અંદર નીકાળીને કોરા કરી દો.
- એક કડાઇમાં તેલ ગરમ કરીને થોડી-થોડી બાફેલી ફ્રેન્ચ ફ્રાઇઝને ગોલ્ડન બ્રાઉન (કડક) થાય ત્યાં સુધી તળી લો.
- તેના ઉપર મીઠું અથવા પેરી-પેરી મસાલો નાખીને બરાબર મિક્સ કરીને પીરસો.
વાંચો: સાબુદાણાના વડા બનાવવાની રેસિપી | Sabudana vada recipe
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.