મોબાઇલએ દરેકના જીવનનો એક ભાગ થઇ ગયો છે. તેના વગર અત્યારના સમયમાં જીવન અગવડ ભર્યું થઇ જાય છે. ત્યારે શું તમે જાણો છો મોબાઇલ ફોન વિશેની આ અજાણી વાતો ?
1. પ્રથમ મોબાઇલની કિંમત
પ્રથમ મોબાઇલ ફોનનું વેચાણ વર્ષ 1983માં થયું હતું. માર્ટિન કૂપરે તેની શોધ કરી હતી. તમે માનો કે ન માનો પરંતુ પ્રથમ મોબાઇલ ફોનની કિંમત અંદાજે 4,000 ડોલરની આસપાસ હતી.
2. મોબાઇલ અને ટોઇલેટ શીટ
મોબાઇલની આ હકીકત તમને થોડી વધારે અઘરી લાગશે. પરંતુ તમારો મોબાઇલ જે તમે હંમેશા તમારા હાથમાં રાખો છો, તે ખૂબ જ ગંદો હોય છે. આપણે મોબાઇલ આપણી સાથે લગભગ દરેક જગ્યાએ લઇ જઇએ છીએ. દરરોજ વપરાતો મોબાઇલમાં તમારી ટોઇલેટ શીટ કરતાં 18 ઘણા વધારે બેક્ટેરિયા હોય છે. તેથી તમારા મોબાઇલને નિયમિતપણે સાફ કરવાનું રાખવું જોઇએ.
વાંચો : મનોરંજનના 10 પ્રકાર – તમને આમાંથી શું કરવું પસંદ છે ?
3. સ્પેસશીપ કરતા વધુ શક્તિશાળી મોબાઇલ
તમે તમારા મોબાઇલમાં રહેલા ચિપ્સ અને પ્રોસેસર્સ વિશે વાતો તે કરતા જ હશો. એન્ડ્રોઇડ ફોન તેમના પ્રોસેસર્સને વધુ શક્તિશાળી બનાવવા માટે નવી રીતો શોધતું રહે છે. નાસા અનુસાર, મોટાભાગના મોબાઇલમાં હવે એપોલો 11 મૂન લેન્ડિંગ માટે ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટર્સ કરતા વધુ કમ્પ્યુટિંગ પાવર ધરાવે છે.
4. એક દિવસમાં 340,000 આઇફોનનું વેચાણ
આઇફોન્સ એ મોટાભાગની વસ્તીનો મનપસંદ મોબાઇલ છે. આઇફોનનો ક્રેઝ વધારે છે કે, ઓછો છે તે તો ખબર નહિ પરંતુ 2012માં આઇફોનનું વેચાણ ઊંચું હતું. એપલે એક જ દિવસમાં 340,000 આઇફોનનું વેચાણ કર્યું હતું. તે વર્ષે અંદાજે 12.5 ફોનનું કરોડનું વેચાણ થયું હતું.
વાંચો : Oscar Award : ભારતમાંથી કોને મળ્યો હતો ઓસ્કાર
5. પ્રથમ મોબાઈલ ફોનનું વજન
આજના સમયમાં મોબાઇલ ફોનનું વજન 200 ગ્રામની આસપાસ હોય છે, જેમાં નવા બનતા મોડેલને દિવસેને દિવસે વધુ હળવા (વજન વગરના) બનતા જાય છે. જોકે, પ્રથમ મોબાઇલ ફોનનું વજન લગભગ 2.5 પાઉન્ડ એટલે કે અંદાજે 1.13 કિલો જેટલું હતું. અંદાજે 1 કિલો જેટલું વજન ખિસ્સામાં મૂકીને ફરવું કેવું લાગે તમે વિચારી શકો છો.
6. ફોન અને ડર
જ્યારે આપણા મોબાઇલ સ્વીચ ઓફ કે બંધ થઇ જાય છે અથવા તમે તેને ગમે ત્યાં મૂકીને ભૂલી જાઓ છો, ત્યારે આપણે અજાણતામાં જ થોડી ચિંતામાં આવી જઇએ છીએ. પરંતુ તમને એ જાણીને નવાઇ લાગશે કે, મોબાઇલ વગર રહેવાનો જે ડર છે તે મોટાભાગે દરેક વ્યક્તિ હોય છે. આ ડરનું એક નામ છે, ‘નોમોફોબિયા’. આ શબ્દ ‘નો મોબાઇલ ફોબિયા’ શબ્દસમૂહનો એક શબ્દ છે. આપણા દરેકની આ સ્થિતિ છે તેથી તેનો સાથે મળીને સામનો કરવો જોઇએ.
વાંચો : Rakshabandhan 2022 : 10 ગિફ્ટ જે ભાઇ-બહેન એક બીજાને આપી શકે
7. નોકિયા અને મોર્સ કોડ
જ્યારે તમે નોકિયાના મોબાઇલનું નામ સાંભળો ત્યારે તમને આપોઆપ સાપવાળી ગેમ યાદ આવી જશે. પરંતુ તેની સાથે જ નોકિયાની પ્રખ્યાત રિંગટોન પણ યાદ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, નોકિયા રિંગટોન એ ખરેખર મોર્સ કોડમાં SMS છે.
8. રિંગ વાગ્યાનો ભ્રમ
આપણો મોબાઇલ ફોન જ્યારે ન વાગતો હોય ત્યારે પણ તે વાગે છે તેવું દરકે કોઇકવાર તો અનુભવ્યું જ હશે. આપણે ઘણી વાર વગર રિંગ વાગે ફોન કાઢીને ચેક કરીએ છીએ કે, તે ખરેખર વાગ્યો તો નથી. આ રિંગઝાઇટી કરીને એક વાસ્તવિક માનસિક ઘટના છે. આનો પણ સામાન્યપણે દરેકને અનુભવ થાય છે.
વાંચો : ચાલો જાણીએ 5 રમતો વિશે જે બાળકો સાથે-સાથે વડીલો પણ રમી શકે…..
9. સવારના 9:41નું રહસ્ય
સ્ટીવ જોબ્સે 2007માં પ્રથમ આઇફોનની જાહેરાત કરી હતી. તે જાહેરાત તેમને સવારે 9:41 એ કરી હતી. ત્યાર બાદ એપલ તેના દરેક આઇફોનની જાહેરાત સવારે 9:41એ જ કરે છે. શું તમે આ વાત જાણતા હતા ?
10. વેબસાઇટ VS એપ્લિકેશન
તમારા ફોનમાં ઘણી બધી અલગ-અલગ પ્રકારની એપ્લિકેશન હશે. તમે શું વધારે વાપરો છો ? એપ્લિકેશન કે વેબસાઇટ ? એક રિસર્ચ પ્રમાણે મોબાઇલનો ઉપયોગ કરનાર વ્યક્તિના મોબાઇલના ઉપયોગના સરેરાશ સમયનો અંદાજે 65થી 85 ટકા જેટલો સમય તે મોબાઇલ એપ્લિકેશન્સ પર વાપરે છે. વેબસાઇટ પર વપરાતો સમય ખૂબ જ ઓછો હોય છે.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો.