સ્ત્રીઓ પોતાનું અને પોતાના શરીરનું ખૂબ જ ખાસ ધ્યાન રાખતી હોય છે. ત્યારે અમુક સ્ત્રીઓને ચહેરા પર વાળ ઉગતા હોય છે. જે એકદમ સામાન્ય બાબત છે. પરંતુ તે અનિચ્છનિય વાળને દૂર કરવા માટે ઘણી વાર મુંઝાતી હોય છે. તો ચહેરા પરના વાળને દૂર કરવાની 5 સરળ રીત વિશે જાણો.
ચહેરા પર ના વાળ અને ચહેરા પર રહેલી રુવાંટી ને દૂર કરવાની રીત:
ચહેરા પર વાળ કેમ ઉગે ?
મોટે ભાગે દરેક સ્ત્રીના ચહેરા પર વાળ હોય છે કારણ કે તેમનામાં હિર્સુટિઝમ(Hirsutism) હોય છે. પરંતુ અમુક સ્ત્રીઓને વધારે પ્રમાણમાં જ ચહેરા પર વાળ ઉગે છે. જે સામાન્ય રીતે એન્ડ્રોજન નામના હોર્મોન્સના વધારાના કારણે થાય છે. જે ખાસ કરીને પુરુષોમાં જોવા મળે છે.
1. વેક્સિંગ
આ પ્રક્રિયા માટે તમારા ચહેરા પર પાવડર લગાવો. આ દરમિયાન તમારા વેક્સને ગરમ કરો. ત્યારબાદ વેક્સને તમારા ચહેરા પર લગાવો અને વેક્સનો પટ્ટો તેના પર લગાવો. તેને તમારા વાળની વિરુદ્ધ બાજુ ખેંચો. આ પ્રક્રિયાથી ચહેરા પર લાલાશ થવાનો ડર રહે છે. આપશે. ચહેરા પરના વાળને દૂર કરવાની આ એક ઝડપી રીત છે. આ પ્રક્રિયા અંદાજે 3થી 6 અઠવાડિયા સુધી ચહેરા પર વાળ આવતા નથી.
2. શેવિંગ
આ રીતના ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવી લો. હવે તમારુ ફેશિયલ રેઝર લો અને ચહેરાના વાળને ધીમે-ધીમે કાઢો. અહીં વાળની વિરુદ્ધ દિશામાં રેઝર ન ફેરવતા વાળની દિશામાં રેઝર ફેરવવું જોઇએ. તેનાથી તમારા વાળ સરળતાથી નીકળી જશે. ત્યારબાદ ચહેરો સ્વચ્છ પાણીથી ધોઇ લો.
3. થ્રેડિંગ
આ રીતના ઉપયોગ માટે સૌ પ્રથમ ચહેરા પર પાવડર લગાવવો. ચહેરાના વાળ દૂર કરવા માટે દોરાનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ચહેરા પર બળતરા થઇ શકે અને ચહેરો લાલ થઇ શકે છે. ચહેરાને લાલાશ અને બળતરાથી બચાવવા ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવો. આ પ્રક્રિયા થોડી દર્દરૂપી હોય છે. આ પ્રક્રિયાથી અંદાજે 2થી 6 અઠવાડિયા સુધી વાળ આવતા નથી.
4. લેસર હેર રીમૂવલ ટ્રીટમેન્ટ
આ પ્રક્રિયામાં 6થી 7 બેઠક હોય છે. આ પ્રક્રિયાથી અંદાજે 90 ટકા જેટલા વાળ ઓછા થઇ જાય છે. આ પ્રક્રિયા દર્દમુક્ત હોય છે. આ પ્રક્રિયામાં વાળના ફોલિકલ (વાળ જ્યાંથી ઉગે તે મૂળ)નો નાશ કરવામાં આવે છે. જો તે ફોલિકલનો નાશ થઇ જાય તો તે વાળ ફરી ઉગતા નથી. પરંતુ જો તેનો નાશ થતો નથી તો થોડા સમયમાં તે ફરી ઉગી શકે છે. તેથી તેની 6થી 7 બેઠક લેવી પડે છે.
5. ઘરેલુ નુસખા
ચહેરા પાર થી વધારા ના વાળ દૂર કરવા માટે
(i) બે ચમચી જેટલી ખાંડ અને લીંબુનો રસ લઇને તેને 8-9 ચમચી પાસે મિક્ષ કરો. આ મિશ્રણને ઘર કરો. જ્યાં સુધી તેમાં પરપોટા ન દેખાય ત્યાં સુધી ગરમ કરો. ત્યારબાદ તેને ઠંડુ થવા મુકો. મિશ્રણ ઠંડુ થયા પછી તેને ચપ્પુની મદદ વડે ચહેરાના વાળ પર લગાવો. તેને લગભગ 20થી 25 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ચહેરા પર તેને હળવા હાથે ગોળાકાર આકારમાં ઘસો અને ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો.
(ii) એક બાઉલમાં 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ગુલાબજળ અને 1 ચમચી લીંબુનો રસ નાખો. આ ત્રણેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરાના વાળ ઉપર લગાવો. તેને સંપૂર્ણરીતે સુકાવવા દો. ચહેરા પર લગાવેલી પેસ્ટ સુકાઇ જાય ત્યારે હળવા હાથે તેને ચહેરા પર ઘસો. ત્યારબાદ તેને પાણીથી ધોઇ લો. સારા પરિણામ માટે આ પ્રક્રિયાને અઠવાડિયામાં ત્રણથી 4 વખત નિયમિત પણે કરો. આના થી તમારા ચહેરા પરથી વધારાના વાળ દૂર થઇ જશે
વાંચો: Tanning દૂર કરવાના આસાન ઉપાયો
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.