ગૌરી વ્રતથી હવે ઉપવાસના દિવસોની શરુઆત થઇ ગઇ છે. ઉપવાસમાં ફરાળી વાનગીઓ ખાઇ-ખાઇને કંટાળી જાઓ. અને કંઇક ઠંડુ પીવાની ઇચ્છા થાય ત્યારે આ રેસીપી જરુરથી ટ્રાય કરજો. આ ડ્રીંકથી તમને ભરપૂર એનર્જીનો અહેસાસ થશે.

સામગ્રી

8થી 10 કાજુ
5થી 6 બદામ
7થી 8 પિસ્તા
1/4 ચમચી ઇલાયચી
4થી5 કેસરના તાંતણા
2 ચમચી ખાંડ
2 કપ દૂધ

ડ્રાયફ્રુટવાળુ દૂધ બનાવવાની સરળ રીત-

સૌ પ્રથમ એક બાઉલ લો. તેમાં 8થી 10 કાજુ, 5થી 6 બદામ અને 6થી 8 જેટલા પિસ્તા લો. તેમાં 5થી 6 ચમચી જેટલું દૂધ ઉમેરો. તેને અંદાજે 15-20 મિનિટ માટે દૂધમાં પલટવા દો. તેનાથી ડ્રાયફ્રુટ સોફ્ટ થશે અને ટેસ્ટમાં પણ વધારો થશે.

15થી 20 મિનિટ પછી દૂધમાં પલાટેલા ડ્રાયફ્રુટ વાળા મિશ્રણને મિક્સર જારમાં લો. તેમાં 2 ચમચી જેટલી ખાંડ ઉમેરો. તેમાં 4થી 5 કેસરના તાંતણા ઉમેરો. કેસર ઉમેરવું ઓપ્સનલ છે. પરંતુ તે ઉમેરવાથી દૂધનો રંગ અને સ્વાદ બંન્ને ખૂબ જ સરસ આવે છે. તેમાં 1/4 ચમચી ઇલાયચી પાવડર ઉમેરો. હવે, તેમાં 1થી 2 કપ જેટલું દૂધ ઉમેરો.

દરેક સામગ્રી સારી રીતે પિસાઇ જાય તેટલી વાર મિક્સરમાં બ્લેન્ડ કરો. તેને ગ્લાસમાં કાઢીને તેની પર કેસર, પિસ્તાથી ગાર્નિસ કરો. એકદમ સ્વાદિસ્ટ ડ્રાયફ્રુટથી ભરેલું દૂધ તૈયાર છે.

વાંચો : જોતા જ મોઢામાં પાણી આવી જશે – માલપૂઆ બનાવવીની સરળ રેસિપી

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.

Categorized in: