ભારતમાં 10.1 કરોડથી વધારે લોકો ડાયાબિટીસ નામની બિમારીથી પીડાય છે. પરંતુ ડાયાબિટીસ હવે જીવલેણ રોગ નથી. તમે ડૉક્ટરની સારવાર તથા તમારા જીવનશૈલીમાં સામાન્ય ફેરફારથી પણ આ બિમારીથી લડી શકો છો. તમે ઘરમાં જ રહેલી ચીજ-વસ્તુનો ઉપયોગ કરીને તથા તમારી જીવનશૈલીમાં સામાન્ય ફેરફારથી તમે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકો છો.
ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે કે જેમાં લોહી માં શર્કરા (ગ્લુકોઝ/શુગર) નું પ્રમાણ વધી જાય છે અને શરીર એનો યોગ્ય પ્રમાણે ઉપયોગ કરી શકતું નથી. તો ચાલો જાણીએ તમે કઈ રીતે ડાયાબિટીસ ને કંટ્રોલ માં રાખી શકો છો.
1. તજ
તજએ ભારતીય રસોડામાં વપરાતો એક સામાન્ય મસાલો છે. જે તમને દરેક ઘરમાં આસાનીથી ઉપલબ્ધ થઇ જશે. તજ ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સુધારવામાં અને લોહીમાં શર્કરા (ગ્લુકોઝ/શુગર) ના સ્તરને ઘટાડવામાં મદરૂપ થાય છે. તમારા રોજિંદાજીવનમાં તજનો સરળ રીતે ઉપયોગ કરો. – તજનો પાવડર બનાવી દો. તજ નો પાવડર બનાવી ને તમે જયારે પણ કંઈક નાસ્તો કરો એટલે ઉપર ભભરાવી ને ખાઓ. તમે તેને દહીં ની ઉપર ભભરાવી ને પણ ખાઈ શકો છો. દરરોજ લગભગ અડધી ચમચી તજ ખાવાથી બ્લડ શર્કરા (ગ્લુકોઝ/શુગર) નિયંત્રણ પર રહે છે.
2. મેથીના દાણા
મેથીના દાણા તેનામાં રહેલા ફાઇબરના લીધે લોહીમાં રહેલા શર્કરા (ગ્લુકોઝ/શુગર)ના સ્તરને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. અંદાજે એક ચમચી જેટલા મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટે તેનું સેવન કરો. આ સિવાય તમે મેથીના દાણાનો પાવડર બનાવીને તેને તમે તમારા ભોજનમાં પણ લઇ શકો છો.
3. કારેલા
કારેલાએ ગુણોથી ભરેલું શાકભાજી છે. તે એન્ટી ડાયાબિટીક ગુણ ધરાવતું શાક છે. તેમાં એવા સંયોજનો રહેલા છે કે, જે ગ્લુકોઝ ચયાપચયને સુધારવામાં અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં મદદ કરે છે. તમે કારેલાનું શાક બનાવીને પણ ખાઇ શકો છો અથવા તેનો રસ કાઢીને ખાલી પેટે પણ પી શકો છો.
4. એપલ સાઇડર વિનેગર
એપલ સાઇડર વિનેગર ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરવા અને જમ્યા પછી લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડવા માટે દર્શાવવામાં આવ્યું છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો અને જમ્યા પહેલા પીવો. જો કે, તમારી દિનચર્યામાં એપલ સીડર વિનેગર નો ઉપયોગ કરતા પેહલા તમારા ડૉક્ટર ની સલાહ લેવી જરૂરી છે, કારણ કે તે અમુક દવાઓ સાથે રિએકશન કરી શકે છે.
5. એલોવેરા
એલોવેરા જેલ બ્લડ સુગરનું સ્તર ઘટાડીને બ્લડ સુગરના કંટ્રોલમાં ફાળો આપી શકે છે. દરરોજ થોડી માત્રામાં એલોવેરા જ્યુસ પીવો જોઈએ.
6. નિયમિત વ્યાયામ
ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે શારીરિક પ્રવૃત્તિ એ એક શક્તિશાળી સાધન છે. નિયમિત કસરત કરવાથી ઇન્સ્યુલિનનું પ્રમાણ સુધારવામાં અને લોહીમાં શુગરના સ્તરને ઘટાડવામાં મદદ મળી શકે છે. એકંદરે તમારા સ્વાસ્થ્ય ને સારું રાખવા માટે સવારે ચાલવાનું, સ્વિમિંગ, વજન ઉપાડવાની કસરતો અને હળવી કસરતો કરવી જોઈએ.
7. હાઇડ્રેટેડ રહો – પાણી પીવો
ડાયાબિટીસના નિયંત્રણ માટે પુષ્કળ પાણી પીવું જરૂરી છે. યોગ્ય હાઇડ્રેશન કિડનીના કાર્યને ટેકો આપે છે અને લોહી માં શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ગ્રીન ટી અને તજની ચા જેવી હર્બલ ચા પણ તમને હાઇડ્રેટ કરી શકે છે.
8. સંતુલિત આહાર
સંતુલિત આહાર લો અને વધારે પડતું ખાવાનું ટાળો. શાકભાજી, આખા અનાજ, પ્રોટીન અને સ્વસ્થ ચરબી જેવા સંપૂર્ણ, પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરો. ખાંડવાળા નાસ્તા અને પ્રોસેસ્ડ ફૂડ્સ ટાળો જે લોહી માં શુગરના સ્તરમાં ઝડપથી વધારો કરી શકે છે.
9. તણાવ નું નિયંત્રણ ( સ્ટ્રેસ મેનેજમેન્ટ )
સતત તણાવ લોહી માં શુગર ના પ્રમાણ માં વધારો કરી શકે છે. જયારે પણ તમને વધારે પડતો તણાવ લાગે ત્યારે ઊંડા શ્વાસ લો, ધ્યાન કરો, યોગ કરો અને પ્રકૃતિ માં તમારો સમય પસાર કરો. તમારા સ્ટ્રેસ ને સારી રીતે નિયંત્રિત કરવાથી ડાયાબિટીસના વધુ સારા નિયંત્રણમાં મદદ મળી શકે છે.
10. નિયમિત દેખરેખ
અંત માં, ડાયાબિટીસ ને કંટ્રોલ માં રાખવા અને તંદુરસ્ત જીવન જીવવા સતત દેખરેખ રાખવી જરૂરી છે. સતત દેખરેખ કરવા માટે તમારા ડૉક્ટર ની સલાહ લઇ અને લોહી માં શુગર ના પ્રમાણ ચેક કરવાના મશીન નો ઉપયોગ કરી શકો છો.
નિષ્કર્ષ:
ઘરેલુ ઉપચારો તમને ડાયાબિટીસ ના નિયંત્રણ માં મદદ કરી શકે છે પણ તમારા ડૉક્ટર ની સલાહ લેતા રેવું એ ખુબ જરૂરી છે. કોઈ પણ નિર્ણય લેતા પેલા તમારા ડૉક્ટર ની સલાહ જરૂર લો. ઘરેલુ ઉપચારો, નેચર અને આધુનિક દવાઓ ના બેલેન્સ થી તમે સારી રીતે ડાયાબિટીસ ને નિયંત્રણ કરી શકો છો.