મહેંદી ઘણા વર્ષોથી ખૂબ જ લોકપ્રિય છે. વિવિધ પ્રસંગો દરમિયાન સ્ત્રીઓ તેને હાથમાં લગાવે છે. કુદરતી મહેંદીની સુગંધ એટલી મનમોહિત હોય છે કે, તે તમારા મનને શાંત કરે છે. એક કહેવત છે કે “મહેંદીનો રંગ જેટલો ઘેરો, પતિનો પ્રેમ તેટલો વધુ”. અમુકને કુદરતી રીતે જ મહેંદીનો રંગ ઘરો આવતો હોય છે. પરંતુ જો તમારો મહેંદીનો રંગ ઘેરો નથી આવતો તો આ અમુક રીત તેનાથી તમે ઘેરો રંગ મેળવી શકશો.
1. મહેંદી પહેલાં વેક્સિંગ
જો તમે વેક્સિંગ કરાવતા હોય તો મહેંદી લગાવતા પહેલાં વેક્સિંગ કરાવી લેવું જોઇએ. તેનાથી હાથ પરના વધારાના વાળ અને ગંદકી દૂર કરીને તમારી ત્વચા સાફ થાય છે. તે ત્વચાનો ગ્લો વધારે છે. મહેંદી લગાવ્યા પછી રેઝરનો ઉપયોગ પણ ન કરવો જોઇએ. તેના ઉપયોગથી મહેંદીનો રંગ આછો થઇ જશે. તમારે જ્યારે મહેંદી લગાવવાની હોય તેના બે દિવસ પહેલાં વેક્સિંગ કરાવી લેવું જોઇએ.
2. હાથને સાફ કરવા
જ્યારે પણ તમે તમારા હાથ પર મહેંદી લગાવો છો. તેના પહેલા તમારા હાથને સારી રીતે ધોઈ લેવા જોઇએ. સાબુ અથવા હેન્ડ વોશથી હાથને યોગ્ય રીતે ધોવા જોઇએ. સ્વચ્છ ટુવાલની મદદથી તમારા હાથને કોરા કરીને સંપૂર્ણપણે સૂકાઇ જવા જોઇએ. તમારા હાથ પર કોઈપણ પ્રકારનું લોશન, મોઇશ્ચરાઇઝર અથવા સનસ્ક્રીન લગાવવું નહિ. ફક્ત ધ્યાન રાખો કે, તમારા હાથ સંપૂર્ણપણે સૂકા અને સ્વચ્છ હોવા જોઇએ.
3. નીલગિરીનું તેલ
નીલગિરીના તેલને સામાન્ય રીતે “મહેંદી તેલ” દ્વારા પણ ઓળખવામાં આવે છે. જે મહેંદી પહેલાં લગાવવામાં આવે છે. તમે મહેંદી લગાવતા પહેંલા તેને તમારી ત્વચા પર લગાવો. જો તમે મહેંદી ઘરે બનાવી હોય તો તમે તેને તમારા મહેંદીના કોનમાં પણ ઉમેરી શકો છો. આ તેલ તમને વધુ ઘેરો રંગ આપવામાં મદદ કરશે. મહેંદીમાં વપરાતા હાનિકારક રસાયણોને બદલે આ તેલનો ઉપયોગ કરવો વધારે સારો રહે છે.
વાંચો : Tanning દૂર કરવાના આસાન ઉપાયો
4. કુદરતી રીતે સુકાવવા દો
મહેંદી લગાવ્યા પછી તેને સંપૂર્ણપણે સુકાવા દો. તમારા હાથને વધારે હલાવશો નહિ. કારણકે, જો કોઇ વસ્તુનો સ્પર્શ થશે તો તમારી ડિઝાઇન બગડશે. તે ડિઝાઇનને સુધારવા પાછલ સમય બગડશે અને મહેંદી જલ્દી સુકાશે નહિ. તમારી મહેંદીને સંપૂર્ણપણે કુદરતી રીતે સુકાવા દો. તેને સુકાવવા માટે બ્લો ડ્રાયર અથવા કોઈ પણ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરવો ન જોઇએ. તેવું કરવાથી મહેંદી તેનો રંગ નહિ છોડી શકે.
5. થોડી વધારે રાખો
હાથમાં રહેલી મહેંદી જલ્દી જ સુકાઇ જશે. પરંતુ તેને લગભગ 10 કલાક સુધી હાથમાં રાખવી જોઇએ. આમ કરવાથી મહેંદીનો રંગ ઘેરો થવામાં મદદરુપ થશે. જો તમારી રાખી શકાય તો તેને દિવસમાં 8-10 કલાક તથા આખી રાત હાથમાં રાખો. તમે તેને દેટલા લાંબા સમય સુધી રાખશો તેનો રંગ એટલો જ ખીલીને આવશે.
વાંચો : સ્ત્રીઓના ચહેરા પરના વાળને દૂર કરવાની આસાન રીતો
6. મહેંદીને લપેટો
મહેંદી લપેટવાથી તમારા શરીરની ગરમીને બહાર નીકળતા બચાવશે. તેનાથી તમારા શરીરની હૂંફ મહેંદીના રંગને ઘેરો બનાવશે. મહેંદીને લપેટતી વખતે તમારે તમારી મહેંદીની ડિઝાઇન ખરાબ ન થાય તેનું ધ્યાન રાખવું જોઇએ. આ કાર્ય થોડું મુશ્કેલ હોવીથી તમારા મહેંદી આર્ટિસ્ટને જ કરવાનું કહેવું જોઇએ.
7. લીંબુ અને ખાંડ
લીંબુનો રસ અને ખાંડનું મિશ્રણ લગાવવાથી મહેંદીનો રંગ ઘાટ્ટો થશે. આ સામગ્રી પણ દરેકના ઘરમાં ઉપલ્બધ જ હોય છે. માત્ર તેનું મિશ્રણ બનાવીને તેને મહેંદી પર લગાવવાનું છે. તે બનાવવું ખૂબ જ સરળ છે. એક લીંબુનો રસ અને થોડી ખાંડ લો. તેને સારી રીતે ભેળવી દો. જ્યારે મહેંદી પૂરી રીતે સુકાઈ જાય ત્યારે આ મિશ્રણને રુની મદદથી તેના પર ખૂબ જ હળવા હાથે લગાવો. આ મિશ્રણના ઉપયોગ વધારે ન કરવો જોઇએ. તેવું કરવાથી મહેંદીનો રંગ કાળો થઇ જશે.
8. લવિંગ
લવિંગનો ધુમાડો મહેંદીનો ઘેરો રંગ લાવવામાં મદદ કરે છે. આ લવિંગનો ઉપયોગ કરવાની રીત ખૂબ જ સરળ છે. તમારે કેટલાક લવિંગ લેવાના છે અને તેને મધ્યમથી ઓછા તાપ પર કોઈપણ વાસણ અથવા તવી પર મૂકી દેવાની. લવિંગ ગરમ થશે તો તેમાંથી ધીમે-ધીમે ધુમાડો નીકળશે. તે ધુમાડાથી તમારા હાથને શેકો. અંદાજે 5 મિનિટ સુધી તમારા હાથને શેકો. લવિંગ તમને મહેંદીનો ઘેરો રંગ લાવવામાં કરેખર મદદરૂપ થશે.
વાંચો : ચાલો જાણીએ 5 રમતો વિશે જે બાળકો સાથે-સાથે વડીલો પણ રમી શકે…..
9. વિક્સ અથવા બામ
વિક્સ અથવા કોઇપણ પ્રકારના બામનો ઉપયોગ મહેંદીનો ઘેરો રંગ લાવવામાં થાય છે. મહેંદીને ઘણા કલાકો થઇ ગયા હોય અને તે સંપૂર્ણપણે સુકાઇ જાય. ત્યારે પાણીનો ઉપયોગ કર્યા વિના તમારા હાથમાંથી મહેંદી હળવેથી ઉતારો. તેના પર વિક્સ અથવા કોઇ પણ પ્રકારનો બામ લગાવો. તેના ઉપયોગથી મહેંદીનો રંગ ઘાટ્ટો આવશે.
તમારે કોઈપણ પ્રસંગના બે કે ત્રણ દિવસ પહેલા મહેંદી લગાવી દેવી જોઇએ. આનાથી તમને કુદરતી રીતે ઘાટ્ટો રંગ લાવવવામાં મદદરુપ થશે. કારણ કે, મહેંદીનો રંગ ખીલવામાં સમય થાય છે.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.