ડેન્ડ્રફ તે દરેકમાં જોવા મળતી સામાન્ય પરંતુ અસામાન્ય સમસ્યા છે. ડેન્ડ્રફને સેબોરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનાથી ખોપરી ઉપરની ચામડી નબળી પડી જાય છે. ડેન્ડ્રફ થવાના કારણોમાં તણાવ, શુષ્ક તવ્ચા તથા વાળને બરાબર ઓળવવામાં ન આવે તો થાય છે. અહીં તમને કેટલાક ઘરઘથ્થુ ઉપાયો બતાવીશું. જેનાથી ડેન્ડ્રફની સમસ્યામાંથી છૂટકારો મળી શકશે.
1. નાળિયેરનું તેલ (Coconut Oil)

દરરોજના ઉપયોગમાં લેવાતું માથામાં લગાવાતું નાળિયેરીનું તેલ તમને ખોડાની પરેસાનીથી જૂર કરી શકે છે. આ કોઇ ખરાબ ગંધ પણ નથી આવતી કે તે કોઇ નુકશાન પણ કરતું નથી. માથામાં નાળિયેરનું તેલ નાખીને સારી રીતે મસાજ કરો. તેને અંદાજે એક કલાક સુધી રહેવા દો. ત્યારબાદ તેને શેમ્પૂથી ધોઇ નાખો.
2. ટી ટ્રી ઓઇલ (Tea tree oil)

માત્ર ૫ ટકા ટી ટ્રી ઓઇલવાળા શેમ્પૂ ડેન્ડ્રફમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવ્યો છે. તમે જ્યારે પણ વાળ ધોતા હોય ત્યારે તમારા શેમ્પૂમાં થોડા ટી ટ્રી ઓઇલના ટીપાં ઉમેરી શકો છો. સામાન્ય રીતે ધોતા હો ત્યારે તમે તમારા મનપસંદ શેમ્પૂમાં ચાના ઝાડના તેલના થોડા ટીપાં પણ ઉમેરી શકો છો.
વાંચો : જાંબુ (Jamun) કોઇ સામાન્ય ફળ નથી, ગુણોનો ભંડાર છે
3. લીંબુ (Lemon)

લીંબુ તે ખોડામાં વપરાતું એક અસરદારક પદાર્થ છે. માથાની ખોપરીની ઉપરની ચામડી માં 2 ચમચી લીંબુનો રસ લઇને માલિશ કરો. અને તેને પાણીથી ધોઇ લો. અથવા એક કપ પાણીમાં 2 ચમચી લીંબુનો રસ લઇને તેનાથી તમારા વાળ ધોઇ લો. જ્યાં સુધી તમારો ખોડો સંપૂર્ણપણે જતો ન રહે ત્યાં સુધી રોજ આનું પુનરાવર્તન કરો. લીંબુમાં રહેલ એસિડિક તત્વ ખોપરીની ચામડીના PH લેવલને સંતુલિત રાખવામાં મદદરૂપ કરે છે.
4. એસ્પ્રિન (Asprin)

એસ્પિરિનમાં સેલિસિલિક એસિડ હોય છે. જે માથામાં રહેલા ડેન્ડ્રફને દૂર કરવામાં મદદરૂપ બને છે. એસ્પ્રિન લઇને તેનો જીણો પાવડર બનાવી દો. વાળ ધોતી વખતે તેને શેમ્પૂમાં ઉમેરીને તેનો ઉપયોગ કરવો. તેને લગાવીને વાળમાં 1થી 2 મિનિટ સુધી રહેવા દો. તેને ધોઇને ફરીથી સાદું શેમ્પૂ લગાવીને વાળને બરોબર ધોઇ લો.
વાંચો : કમરના દુ:ખાવાના કારણોથી સારવાર સુધીની સંપૂર્ણ માહિતી
5. બેકિંગ સોડા (Baking soda)

તમે દરરોજ જે કેટલીક સામગ્રીનો ઉપયોગ કરો છો તે ડેન્ડ્રફના અસરકારક ઉપચારમાં મદદરૂપ થઇ શકે છે. બેકિંગ સોડા તેમાના એક છે. તમારા વાળને ભીના કરો અને પછી તમારી ખોપરી ઉપરની ચામડીમાં મુઠ્ઠીભર બેકિંગ સોડા લઇને જોરથી ઘસો. શેમ્પૂનો ઉપયોગ ન કરીને તેને પાણીથી ધોઇ નાખો. બેકિંગ સોડા ઓવરએક્ટિવ ફૂગને ઘટાડે છે, જેનાથી ખોડો પેદા થાય છે. આ ક્રિયા પછી તમારા વાળ શુષ્ક થવાની શક્યતા રહે છે.
6. મીઠું (Salt)

સામાન્ય મીઠાની ઘર્ષકતા એ શેમ્પૂ કરતા પહેલા ડેન્ડ્રફના ફ્લેક્સને સ્ક્રબ તરીકે ઉપયોગી થાય છે. તમારા માથા પર મીઠું નાખો. ધ્યાન રહે કે, તે સમયે માથામાં તેલ કે કોઇ પણ પ્રકારનું તત્વ જે ચામડીને મોશ્ચરાઇઝ કરે તે નાખેલું હોવું જોઇએ નહિ. ત્યારબાદ તેને સારી રીતે મસાજ કરો. ત્યારબાદ તેને સેમ્પૂથી ધોઇ નાખો.
વાંચો : દાડમના ફાયદા : કેન્સર જેવા જીવલેણ રોગોમાં પણ અસરકારક
7. મહેંદી (Mehandi)

મહેંદીનો ઉપયોગ કરીને તમે ડેન્ડ્રફને દૂર કરી શકો છો. સૌ પ્રથમ મહેંદીમાં દહીં અને થોડો લીંબુનો રસ નાખીને તેને મિક્સ કરો. આ પેસ્ટ તૈયાર કરીને તેનો 8 કલાક સુધી રહેવા દો. 8 કલાક પછી તેને તમારા વાળ પર લગાવો. તેને તમારા વાળ ઉપર લગાવીને 2 કલાક સુધી સુકાવા દો અને પછી તેને ધોઈ લો.
8. દહીં (Curd)

વાળમાં લગાવવામાં આવેલું દહીં ખોડાની સારવાર માટે ખૂબ જ અસરકારક બનાવે છે. આ કાર્ય થોડમાં થોડી ગંદકી થઇ શકે છે. સૌ પ્રશમ માથાની ચામડી સહિત વાળમાં થોડું દહીં લગાવવું. તેને એક કલાકથી વધુ સમય રહેવા દો. અંદાજે કલાક પછી તેને શેમ્પૂથી સારી રીતે ધોઇ નાખો.
9. તુલસીના પાન (Basil leaves)

તુલસીના પાનથી ખોડો દૂર થઇ શકે છે. તુલસીના પાનમાં એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. સૌ પ્રથમ તુલસીના કેટલાક પાનમાં 2 ચમચી આમળાનો પાવડર અને ફક્ત 2 ચમચી પાણી નાખો. આ બધી સામગ્રીને એક સાથે ભેળવી દો. તેનાથી એક પેસ્ટ બનશે. તે પેસ્ટને માથાની ચામડી પર હળવેથી લગાવો અને તેને 30 મિનિટ સુધી સુકાવા દો. ૩૦ મિનિટ પછી તમારા વાળને પાણીથી ધોઈ નાખો.
વાંચો : આયુર્વેદિક ગુણધર્મોથી ભરેલું બીલી કેટલાય રોગોથી બચાવી શકે
10. ગ્રીન ટી (Green tea)

ગ્રીન ટીમાં ઘણા બધા એન્ટિફંગલ ગુણધર્મો હોય છે. તેનાથી માથામાં રહેલા ખોડામાં રાહત મળે છે. 2 ગ્રીન ટી બેગ તથા થોડું ગરમ પાણી લો. ગ્રીન ટી બેગને ગરમ પાણીમાં અંદાજે 20 મિનિટ સુધી મૂકો. ત્યારબાદ તેને ઠંડું થવા દો. ગ્રીન ટીને તમારા માથાની ચામડી પર લગાવીને તેને 30 મિનિટ સુધી સૂકવવા દો. ૩૦ મિનિટ પછી તમારા વાળને પાણીથી ધોઈ નાખો.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.