ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આ સમય જ એવો છે કે, દરિયાકાંઠે ફરવાની મજા આવે. તેમાં પણ ગુજરાતની વાત આવે ત્યારે તો વાત જ શું કરવી ? ભારતના નવ રાજ્યો દરિયા કિનારા ધરાવે છે. તેમાં ગુજરાત રાજ્ય સૌથી લાંબો 1600 કિ.મી.નો દરિયાકાંઠો ધરાવે છે. ત્યારે, ચાલો આજે સાથે ગુજરાતના દરિયાની મુસાફરી કરીએ.
- શિવરાજપુર બીચ (દેવભૂમિ દ્વારકા)
- માધવપુર બીચ (પોરબંદર)
- તિથલ બીચ (વલસાડ)
- માંડવી બીચ (કચ્છ)
- પીંગલેશ્વર બીચ (કચ્છ)
- ડુમસ બીચ (સુરત)
- સુવાલી બીચ (સુરત)
- દાંડી બીચ (નવસારી)
- એહમદપુર માંડવી (ગીર-સોમનાથ)
- ઓખા મઢી બીચ (દેવભૂમિ દ્વારકા)
- મહુવા બીચ (ભાવનગર)
ગુજરાત ના જાણીતા બીચ જુઓ તસવીરો માં
શિવરાજપુર બીચ (દેવભૂમિ દ્વારકા)
શિવરાજપુર બીચ દ્વારકામાં આવેલો છે. તેને થોડા સમય પહેલાં જ બ્લુ ફ્લેગ બીચની માન્યતા પ્રાપ્ત થઈ છે. તે દ્વારકાથી અંદાજે 12 કિલોમીટરના અંતરે દ્વારકા-ઓખા હાઈવે પર આવેલો છે. શિવરાજપુર બીચ ગુજરાતના સૌથી જાણીતા બીચ પૈકીનું એક છે. જે પરિવાર અને બાળકો સાથે ફરવા જવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં તમને ડોલ્ફિન અથવા અન્ય મનોમહોક પક્ષીઓની ઝલક જોવા પણ મળી શકે છે. શિવરાજપુર બીચને મળેલી બ્લૂ ફ્લેગની માન્યતાને કારણે સમગ્ર ભારતમાંથી પ્રવાસીઓ અહીં આવે છે. અહીં સ્નોર્કલિંગ, સ્કુબા ડાઇવિંગ, આઇલેન્ડ ટુર, અથવા શાંત સમુદ્રના કિનારે બેસીને સૂર્યને ડૂબતો જોવો જેવી વિવિધ પ્રવૃતિઓ કરી શકો છો.
વાંચો : દ્વારકામાં આવેલું નાગેશ્વર જ્યોર્તિલિંગ વિશે
માધવપુર બીચ (પોરબંદર)
ગુજરાતના સૌથી જાણીતા બીચ પૈકીનું એક માધવપુર બીચ છે. પોરબંદરથી તે માત્ર 58 કિલોમીટર દૂર છે. માધવપુર બીચ જૂનાગઢની નજીક જોવા માટેના સૌથી શાંત અને મનોમોહક સ્થળોમાંનું એક છે. આ સ્થાન ખૂબ જ શાંત છે. અહીં કિનારા પર નાળિયેરનાં વૃક્ષો અને અન્ય ઘણાં લીલાછમ વૃક્ષો છે. અહીંનો શાંત દરિયો પરિવાર સાથેની સફર સાર્થક બનાવે છે. ગુજરાતના અરબી સમુદ્રના કિનારે આવેલું માધવપુર બીચ એક અદભૂત બીચ છે. માધવ રાવ રાજાના નામ પરથી માધવપુર નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે. અહીંની દંતકથા અનુસાર, ભગવાન કૃષ્ણએ માધવપુર શહેરમાં જ મહારાણી રુક્મિણીજી સાથે લગ્ન કર્યા હતા. આ બીચ પોરબંદર-વેરાવળ રોડ પર આવેલો છે.
તિથલ બીચ (વલસાડ)
વલસાડ શહેરના પશ્ચિમથી 4 કિલોમીટર દૂર અરબી સમુદ્રના કિનારે આવેલો બીચ તિથલ બીચ તરીકે ઓળખાય છે. આ બીચ પર આવેલી કાળી રેતી જાણીતી છે. તે વલસાડની નજીકમાં ખૂબ જ પસંદ કરવામાં આવતા પર્યટન સ્થળમોનું એક છે. અહીં તિથલ બીચ સિવાય બે નોંધપાત્ર મંદિરો માટે પણ જાણીતું છે. શ્રી સાંઈ બાબા મંદિર, જે મુખ્ય દરિયાકિનારાથી 1.5 કિલોમીટરનાા અંતરે આવેલું છે, તથા શ્રી સ્વામી નારાયણ મંદિર જે મુખ્ય દરિયાકિનારાથી 1.6 કિલોમીટરના અંતરે આવેલું છે. બન્ને મંદિરોમાંથી અરબી સમુદ્રને નિહાળી શકાય છે.
વાંચો : વડોદરામાં જોવાલાયક સ્થળો વિશેની સંપૂર્ણ માહિતી
માંડવી બીચ (કચ્છ)
કચ્છમાં આવેલો માંડવી બીચ પર સોનેરી-ભૂરા રેતીના પટ છે. માંડવી બીચ ભુજની દક્ષિણે આવેલો છે. માંડવી બીચ માંડવી શહેરમાં જ આવેલો છે. જે ઐતિહાસિક રીતે ભારતને સેવા આપતું બંદર હતું. શહેરના ઐતિહાસિક ભાગમાં હજુ પણ ભૂતપૂર્વ વેપાર કેન્દ્રના કિલ્લાની દિવાલ છે. આ વિસ્તારના પ્રવાસીઓ માટે શાંત બીચ એક શ્રેષ્ઠ સ્થાન છે. સાંજે અહીં સૂર્યાસ્તને નિહાળવાથી મન પ્રફુલ્લિત થઇ જાય છે.
રુકમાવતી નદી જ્યાં કચ્છના અખાતને મળે છે તે નદીના મુખે, કચ્છના રજવાડાના મહારાવે આ બંદર શહેરની સ્થાપના કરી હતી. તે સમય દરમિયાન તે એક નોંધપાત્ર વ્યાપારી કેન્દ્ર હતું. ખારવા પરિવારો લાકડાના જહાજોની રચનામાં કુશળ હતા. તેમને રહેવા માટે વસાહત પંદરમી સદીના મધ્યમાં એક કિલ્લેબંધી ગઢની અંદર બાંધવામાં આવી હતી. કિલ્લો હવે બહુ મોટો ન હોવા છતાં, તેના ભાગોને હજુ પણ જોઈ શકાય છે.
અહીં પાણીમાં કરી શકાતી ઘણી બધી પ્રવૃત્તિઓ છે. આ ઉપરાંત તમે અહીં ઘોડેસવારી પણ કરી શકો છો. દરિયાકિનારે આવેલા ખૂબ જ સ્વાદિસ્ટ ફૂડ સ્ટેન્ડ પર પણ જઈ શકો છો. અહીં તમને ઘણી બધી પવનચક્કીઓ પણ જોવા મળશે.
પીંગલેશ્વર બીચ (કચ્છ)
કચ્છના માંડવીના નજીક આવેલો પિંગલેશ્વર બીચ પ્રવાસીઓ માટે એક અદભૂત સ્થળ છે. કચ્છના આ બીચની સોનેરી રેતીમાં બેસીને તમારો સમય પસાર કરવાની મજા આવશે. તમારા પ્રિયજનો સાથે ખાસ સમય વિતાવીને સંપૂર્ણ આનંદ માણવા માટે આ સ્થળે મુલાકાત લેવી જોઇએ. તે NH 8Aથી લગભગ 17 કિલોમીટર દૂર આવેલું છે. પીંગલેશ્વર બીચ નલિયા પક્ષી અભયારણ્યની નજીક આવેલો છે. અહીં દર વર્ષે સ્થળાંતર કરનારા ઘણા પક્ષી આવે છે.
બીચની નજીક આવેલા પિંગ્લેશ્વર મંદિરને કારણે આ સ્થાન તેનું ધાર્મિક મહત્વ માટે પણ જાણીતું છે. આ બીચનું મનમોહક સૌંદર્ય અને આકર્ષિત સૂર્યાસ્ત આને તમામ મુલાકાતીઓ માટે શ્રેષ્ઠ સ્થાન બનાવે છે.
વાંચો : માઉન્ટ આબુના જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો – Mount Abu Places
ડુમસ બીચ (સુરત)
સુરત જિલ્લામાં ડુમસ બીચ આવેલો છે. તે સુરતથી 18 કિલોમીટરના અંતરે આવેલો છે. તે અરબી સમુદ્ર સાથે જોડાયેલો છે. તે ખૂબ જ મનોહર અને સૌથી સુંદર દરિયાકાંઠો છે. તેની ચારે બાજુ આવેલી સુંદર કાળી રેતી મુલાકાતી માટેના એક અનન્ય સ્થળોમાંનું એક બનાવે છે.
સુવાલી બીચ (સુરત)
સુવાલી બીચ સુરતથી 20 કિલોમીટરના અંતરે આવેલો છે. આ ખૂબ જ શાંત દરિયાકાંઠો છે. આ સ્થાન પર બેસીને એકાંતનો આનંદ લઇ શકો છો. આ બીચ પ્રવાસન માટેનું લોકપ્રિય સ્થળ બની રહ્યું છે. આ બીચ શહેરની બહાર છે. શહેરના રહેવાસીઓ અને અન્ય પ્રવાસીઓને શહેરોના તીવ્ર ઘોંઘાટ અને ભારે ગતિથી બચવા આ સ્થાન પસંદ કરે છે.
વાંચો : બનાસકાંઠામાં આવેલા જોવાલાયક સ્થળોની માહિતી
દાંડી બીચ (નવસારી)
નવસારીમાં આવેલું દાંડી એક અદભૂત ડેસ્ટિનેશન છે. દાંડી તેના ઐતિહાસિક મહત્વ માટે પણ જાણીતું છે. અહીં તમે કુદરતના ખોળે આરામ કરી શકો છો. અહીં તમે આસપાસ ફરી શકો છો અને ઇતિહાસ વિશે પણ જાણકારી મેળવી શકો છો. આ આખા અઠવાડિયાનો થાક ઉતારવા માટેની ઉત્તમ જગ્યા છે.
ભારતની અંગ્રેજો સામે ચાલેલી સ્વતંત્રતાની લડાઇમાં દાંડીની ઐતિહાસિક ભૂમિકા હતી. મોહનદાસ કરમચંદ ગાંધીએ દાંડી યાત્રા કરી હતી. તે તેમને મીઠાના કાયદાનો ભંગ કરવા હતી. એકવાર બ્રિટિશ સરકારે મીઠા ઉપર કર નાખ્યો હતો. અહીં મહાત્મા ગાંધીએ દાંડી યાત્રા કીને મીઠા પર લાદવામાં આવેલા કરનો વિરોધ કર્યો હતો.
એહમદપુર માંડવી (ગીર-સોમનાથ)
એહમદપુર માંડવી બીચ ગીર-સોમનાથ જિલ્લામાં આવેલો છે. આ બીચ 6 કિલોમીટર લાંબો છે. તે અરબી સમુદ્રના ચમકતા પાણીમાં આ એક સુંદર વિસ્તાર છે. તે સુંદર સફેદ રેતી ધરાવતો તથા દીવ અને ગુજરાતના આંતરછેદ પર આવેલો છે. આ બીચ પવનચક્કીઓથી ઘેરાયેલો છે. બીચની નજીક ઘણા અદભૂત મંદિરો અને મહેલો આવેલા છે. આ બીચ પર બારેમાસ પ્રવાસીઓની અવર-જવર રહે છે. અહીં તમે સ્વિમિંગની સાથે વોટર સ્પોર્ટ્સ અને ડોલ્ફિનને પણ નિહાળી શકો છો.
વાંચો : અમદાવાદમાં સ્થાપત્ય કલા, વિજ્ઞાન અને મનોરંજનનું સંયોજન
ઓખા મઢી બીચ (દેવભૂમિ દ્વારકા)
ઓખા-મઢી બીચ દ્વારકામાં આવેલો છે. તે તેના દરિયાકાંઠે હોલિડે રીટ્રીટ વેકેશન ટુર અને વોટર સ્પોર્ટ્સ માટેનું લોકપ્રિય સ્થળ છે. અહીં સૂર્યોદય અને સૂર્યાસ્તને નિહાળવા ખૂબ જ સુંદર લાવે છે. અહીંની સ્વચ્છ રેતીને કારણે ઓખા-મઢી બીચ શ્રેષ્ઠ સ્થળ છે. ઓખા-મઢી બીચનો કિનારો તેનીસુંદરતામાં ટોચનું સ્થાન ધરાવે છે. તેનું પાણી ખૂબ જ સ્વચ્છ છે.
આ પ્રદેશનું એકમાત્ર સ્થળ એટલે ઓખા મઢી બીચ કાચબાના રક્ષણ માટે જાણીતું છે. જો તમે ઓછા ગીચ સ્થળની મુલાકાત લેવી હોય તો આ બીચ તમારા માટે એકદમ યોગ્ય છે.
મહુવા બીચ (ભાવનગર)
મહુવા ભાવનગર જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલું શહેર નગર છે. તે ભાવનગરથી 96 કિલોમીટર દૂર આવેલું છે. મહુવા આખા વર્ષ દરમિયાન તેની સુખદ ઠંડી આબોહવા અને લીલાછમ વાતાવરણ માટે જાણીતું છે. જેમાં નારિયેળના અસંખ્ય વૃક્ષોનો પણ સમાવેશ થાય છે.
મહુવાને તેની આબોહવા અને લીલાછમ વાતાવરણને કારણે સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. આ બીચના તેના શાંત સમુદ્ર અને અદભૂત દ્રશ્યોના કારણે જાણીતો છે. અહીં ઐતિહાસિક ભવાની માતાનું મંદિર આવેલું છે. તેથી તેને ભવાની બીચ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.