આજે અયોધ્યામાં રામ લ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સાક્ષી આખો દેશ બન્યો છે. આપણા ભગવાન રામ 500 વર્ષના વનવાસ પછી તેમના ઘરે અયોધ્યા પાછા આવી ગયા છે. સતયુગમાં જ્યારે ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા આવ્યા હતા, ત્યારે આખા અયોધ્યાએ તેમનું સ્વાગત કર્યું હતું. પરંતુ આ વખતે માત્ર અયોધ્યાને જ આ લાભ ન મળ્યો. કારણ કે, આખા ભારતે આ ક્ષણને ઉત્સવની જેમ મનાવી અને દરેક પોતાનાથી થાય તેવું યોગદાન આપ્યું. તો ચાલો તમને દરેક દેશે આપેલા યોગદાનની એક ઝલક બતાવીએ.

આંધ્ર પ્રદેશ

આંધ્રપ્રદેશના એક વ્યક્તિએ રામ મંદિરની લઇને એક અનોખી સાડી બનાવી છે. આ સાડીની વિશેષતા એ છે કે, તેની બન્ને બોર્ડર પર પર રામાયણનું ચિત્રણ કરવામાં આવ્યું છે. તેમાં રામાયણના 366 છંદોનો સમાવેશ થાય છે. સાડીના મધ્ય ભાગમાં જય શ્રી રામ મંત્રના 322 પુનરાવર્તનો છે. જે ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. ભારતની ભાષાકીય વિવિધતા અને સાંસ્કૃતિક એકતા પર ભાર મૂકતા સાડી પર 13 વિવિધ ભાષાઓમાં જય શ્રી રામ છપાયેલું છે. આ સિલ્કની સાડી બનાવતા 4 મહિના અને દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

અસમ

22 જાન્યુઆરીના રામ મંદિરમાં દેશભરથી લોકો આવશે. ત્યારે શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ્ર આ લોકો માટે એક પંડાલ અને શેડ બનાવ્યું છે. ત્યારે તેની માટે 7,000 હજાર વાંસના ડંડા અસમથી આવ્યા છે. આ વાંસના ટુકડાને અમસથી કન્ટેનરના મારફતે અયોધ્યા મોકલ્યા હતા. હવે, વાંસના ટુકડા તો ઓર્ડર મળે કોઇ પણ મોકલે એમાં નવાઇની વાત શું છે? પરંતુ આ 7,000 વાનના ટુકડા મફતમાં અસમથી અયોધ્યા મોકલ્યા છે.

મહારાષ્ટ્ર, તેલંગણા, તમિલનાડુ

ઘરમાં બારી-બારણાંનું ખૂબ જ મહત્તવ રહેલું હોય છે. તો ભગવાન રામના ઘરના બારી-બારણાં માટેનું લાકડું મહારાષ્ટ્રથી આવ્યું હતું. આ લાકડું સાગનું છે. હવે સાગ વિશેની માહિતી તો આપવાની જરૂર નથી. આ લાાકડાનો ગર્ભગૃહમાં પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થયો છે. ઉલ્લેખનીય છે કે, મંદિરના 14 દરવાજા બનાવવા માટે મહારાષ્ટ્રના જંગલોના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તથા આ દરવાજા બનાવવાનું કામ હૈદરાબાદના કારીગરોએ કર્યું છે. આ દરવાજા ડિઝાઇન કરનારા લોકો કન્યા કુમારીથી આવ્યા હતા. માત્ર મંદિરના દરવાજા બનાવવા માટે માત્ર 3 પ્રાંતનું યોગદાન રહેલું છે.

ગુજરાત

ધ્વજદંડ

અયોધ્યાના રામ મંદિરના શિખર પર ગુજરાતના અમદાવાદમાંથા બનેલા ધ્વજ દંડ મંદિરની શોભા વધારશે. રામ મંદિર માટે પિત્તળના આવા 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં રામ મંદિરના મુખ્ય ધ્વજદંડનું નિર્માણ અમદાવાદની શ્રી અંબિકા એન્જીનિયરિંગ વર્કર્સ કંપનીએ કર્યું છે. રામ મંદિરનો મુખ્ય ધ્વજદંડ 44 ફુટ ઉંચો છે અને તેનું વજન 5,500 કિલો છે.

નગારું

અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોને અમદાવાદના 450 કિલોના નગારાની નોબત સાંભળવા મળશે. અમદાવાદમાં અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા રામ મંદિર માટે 700 કિલો પાવર સ્ટીયરિંગ રથ સાથે 450 કિલોનું વિશાળ નગારું બનાવવામાં આવ્યું છે. આ નગારું લગભગ 15 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જેને રામ મંદિરના સિંહદ્વાર પર મુકવામાં આવશે.

દીપક

અયોધ્યા રામ મંદિર માટે વડોદરાના રામભક્ત ખેડૂત અરવિંદ પટેલે 1,100 કિલોનો દીપક બનાવ્યો છે. 10 જેટલા કારીગરોએ 12 દિવસ સતત 24 કલાક કામ કરીને સ્ટીલમાંથી આ દીપક બનાવ્યો છે. 1,100 કિલોનો આ દીપક 9 ફૂટ ઉંચો અને 8 ફૂટ પહોંળો છે અને તેમાં 15 કિલોની રૂની દિવેટ પ્રગટાવવા ચાર ફુટની મશાલ તૈયાર કરવામાં આવી છે. દિવેટ સુધી પહોંચવા માટે અલગથી 8 ફુટની સીડી પણ બનાવવામાં આવી છે. આ વિશાળ દીપકમાં 501 કિલો ઘી પૂરવાની ક્ષમતા છે. આ દીપકને પ્રગટાવવામાં આવે તો તે 2 મહિના કરતા વધારે સમય સુધી પ્રજ્વલિત રહેશે.

અગરબત્તી

અયોધ્યા રામ મંદિર માટે વડોદરામાં પંચદ્રવ્યોમાંથી 108 ફૂટની અગરબત્તી તૈયાર કરવામાં આવી છે. વડોદરાના ગોપાલક સમાજ અને રામ ભક્તો દ્વારા 108 ફૂટ લંબા અગરબત્તી બનાવીને અયોધ્યા મોકલી છે. 3.5 ફૂટ પહોંળી આ અગરબત્તીનું કુલ વજન 3500 કિગ્રા છે. આ અગરબત્તી બનાવવા 191 કિલો ગીર ગાયનું શુદ્ધ ઘી, 376કિલો શુદ્ધ ગુગળ ધૂપ, 280 કિલો જવ, 280 કિલો તલ, 376 કિલો કોપરાની છીણ, 425 કિલો હવન સામગ્રી અને 1,475 કિલો ગાયના છાણના ભૂકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વડોદરાની આ વિશાળ અગરબત્તી રામ મંદિરમાં 45 દિવસ સુધી તેની સુંગધ ફેલાવશે.

બિહાર

રામ મંદિરને જે ટીમે બનાવ્યું છે. તેમાં કન્સ્ટ્રક્શન મેનેજર બિહારના અરાહના રહેવાસી રાજુ સિંહ છે. રાજુ સિંહ શ્રી રામ મંદિરના નિર્માણમાં L&T કંપનીએ બાંધકામ કર્યું છે. દેશના આટલા મોટા પ્રોજેક્ટમાં બિહારના રાજુ સિંહને મોટી જવાબદારી મળી હતી. જે તેમણે એકદમ સારી રીતે નિભાવી છે. નોંધનીય છે કે, આ શ્રી રામ મંદિરની ઉંમર 1,000 વર્ષથી વધુની હશે. આતો થઇ એક એન્જિન્યરની વાત, પરંતુ કોઇ પણ બાંધકામમાં મહત્વનો ભાગ મજૂરોનો રહેલો હોય છે. ત્યારે રામ મંદિરને બનાવવામાં 18થી 25 ટકા મજૂરો બિહારના છે.

ઉલ્લેખનીય છે કે, બિહારના મિથિલા એટલે કે રામજીના સાસરીથી રામજી માટે પાગ, પાન, મખાના અને સોનાથી બનેલા ધનુષ અને બાણની ભેટ મોકલવામાં આવી છે. મિથિલામાં એક પ્રખ્યાત કહેવત છે કે, ‘પગ-પગ પોખર માથે મખાન, મધુર બોલ મુસ્કી મુખ પાન, વિદ્યા, વૈભવ શાંતિ પ્રતીક ઇથીક મિથિલા કા પહેચાન.’ ખાસ કરીને મિથિલાના મખાનાનો ક્રેઝ દેશ-વિદેશ સાથે જોડાયેલો છે.

કર્ણાટક

મંદિરમાં દેવતાઓની કોતરણી કર્ણાટકના ચર્મોથી બલુઆ પથ્થર પર કરવામાં આવી છે. નોંધનીય છે કે, ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવવા માટે કાળો પથ્થર પણ કર્ણાટકથી જ આવ્યો હતો.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.