ક્રિકેટની શરૂઆત થઇ તો ઇંગ્લેન્ડમાં હતી. પરંતુ આ રમત એશિયામાં પણ એટલી જ પ્રખ્યાત છે. ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી દિગ્ગજ ટીમો પણ આ જ ક્ષેત્રમાંથી આવે છે. ત્યારે એશિયન ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે દર 2 વર્ષ પછી એશિયા કપનું પણ આયોજન કરવામાં આવે છે. તો જાણીએ એશિયાના સૌથી મોટી ટુર્નામેન્ટ એશિયા કપની શરૂઆત ક્યારે થઇ હતી.

એશિયન ક્રિકેટ કાઉન્સિલ

જ્યારે કપિલ દેવની કેપ્ટનશિપમાં 1983માં ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે આની જ આસપાસના સમયગાળા દરમિયાન એશિયામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે એક ટુર્નામેન્ટના આયોજનની ચર્ચાઓ થઇ રહી હતી. એશિયન દેશો વચ્ચે સંબંધ સુધારવા માટે 1983માં એશિયન ક્રિકેટ કાઉન્સિલ(ACC)ની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે, દર 2 વર્ષ પછી એશિયા કપનું આયોજન કરવામાં આવશે.

પ્રથમ એશિયન કપ ભારતને નામ

ACCની સ્થાપના પછી વર્ષ 1984માં પહેલી ટુર્નામેન્ટનું આયોજન સંયુક્ત અરબ આમીરાતના સારજાહમાં કરવામાં આવ્યું હતું. જેમાં બારત, પાકિસ્તાનની સિવાય ACC સદસ્ય બનેલી શ્રીલંકાની ટીમે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ રોટેશન સિસ્ટમ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઇ ગઇ હતી. આ મેચમાં પાકિસ્તાન ખરાબ રીતે હારી ગયું હતું. જોકે, શ્રીલંકા અને પાકિસ્તાને હરાવીને ભારતે 2 મેચ જીતી હતી. તથા પ્રથમ એશિયન કપ પોતાનો કબ્જો મેળવ્યો હતો.

બીજી ટુર્નામેન્ટ ભારત ન રમ્યુ

1986માં બીજા એશિયા કપનું આયોજન શ્રીલંકામાં થયું હતું. પરંતુ આ વખતે ભારતે ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું લઇ લીધું હતું. જેનું કારણ શ્રીલંકામાં રમાયેલી વિવાદિત સિરિઝ હતી. જોકે, આ વર્ષે બાંગ્લાદેશે પણ એશિયા કપમાં ભા લીધો હતો. આ ટુર્નામેન્ટમાં શ્રીલંકાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને જીત મેળવી હતી.

ત્રીજો એશિયન કપ ભારતને નામ

ત્રીજો એશિયા કપનું આયોજન 1988માં બાંગ્લાદેશમાં કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવીને ભારતે બીજીવાર એશિયા કપ પર જીત મેળવી હતી.

ચોથો એશિયા કપ પાકિસ્તાન ન રમ્યુ

1990માં ચોથા એશિયા કપનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું હતું. તો આ વખતે પાકિસ્તાને રાજકીય સંબંધોના કારણે પોતાનું નામ ટુર્નામેન્ટમાંથી પાછું ખેંચી લીધું હતું. ભારતે આ વખતે પણ શ્રીલંકાને હરાવીને ત્રીજીવાર એશિયા કપ પર કબ્જો મેળવ્યો હતો. વર્ષ 1993માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે ખરાબ રાજકીય સંબંધોના કારણે એશિયા કપને આયોજનને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.

11 વર્ષ પછી ટુર્નામેન્ટનું આયોજન

11 વર્ષ પછી 1995માં UAEમાં પાંચમાં એશિયા કપનું આયોજન કર્યું હતું. આ વખતે ફરી વાર ફાઇનલમાં ભારત અને શ્રીલંકા જ હતા. ભારતે શ્રીલંકાને હરાવીને ફરી એકવાર એશિયા કપને પોતાના નામ કર્યો હતો.

પાકિસ્તાને પહેલીવાર એશિયા કપ જીત્યો

છઠ્ઠા એશિયા કપનું આયોજન 1997માં શ્રીલંકામાં થયું હતું. આ ટુર્નામેન્ટમાં ભારતની જીતનો સિલસિલો ટૂટી ગયો. અને શ્રીલંકાએ 8 વિકેટથી ભારતને હરાવી દીધું હતું. સાતમા એશિયા કપનું આયોજન વર્ષ 2000માં ફરી બાંગ્લાદેશમાં કરવામાં આવ્યું. આ વખતે ભારત માત્ર એક મેચ જીતવાના કારણથી ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયું. તથા પાકિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને પહેલીવાર એશિયા કપ જીત્યો હતો.

હોંગકોંગ અને UAEએ જોડાયા

વર્ષ 2004માં આઠમા એશિયા કપનું આયોજન શ્રીલંકામાં કરવામાં આવ્યું હતું. આ વખતે હોંગકોંગ અને UAEએ પણ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ વખતે ફાઇનલમાં ફરી ભારત અને શ્રીલંકા આમને-સામને આવી ગયા હતા. શ્રીલંકાએ ભારતને 25 રનથી હરાવીને એશિયા કપ જીતી લીધો હતો.

ભારત-શ્રીલંકા સામ-સામે

વર્ષ 2008માં નવમા એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું. અને એકવાર ફરી ભારત અને શ્રીલંકા ફાઇનલમાં સામ-સામે આવી ગયા હતા. અને આ વખતે ફરીથી શ્રીલંકાએ ભારતને હરાવીને જીત મેળવી હતી. દશમા એશિયા કપનું આયોજન વર્ષ 2010માં શ્રીલંકામાં કરવામાં આવ્યું હતું. અને આ વખતે ફરી ભારત અને શ્રીલંકા ફાઇનલમાં હતા. પરંતુ આ વખતે ભારતે શ્રીલંકાને હરાવીને જીત મેળવી હતી.

બાંગ્લાદેશ પહેલીવાર ફાઇનલમાં રમ્યું

11મા એશિયા કપનું આયોજન વર્ષ 2012માં બાંગ્લાદેશમાં કરવામાં આવ્યું હતું. આ વખતે બાંગ્લાદેશ પહેલીવાર એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ ફાઇનલમાં પાકિસ્તાનની સામે હારી ગયું હતું. 12મા એશિયા કપનું આયોજન 2014માં ફરી બાંગ્લાદેશમાં જ કરવામાં આવ્યું હતું. આ વખતે ફાઇનલમાં શ્રીલંકા અને પાકિસ્તાન પહોંચ્યા હતા. શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવીને ફરી એકવાર જીત મેળવી હતી.

ભારતે પહેલો ટી-20 એશિયા કપ જીત

વર્ષ 2016માં 13મો એશિયા કપનું આયોજન ફરીવાર બાંગ્લાદેશમાં જ કરવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે ફોર્મેટ બદલી નાખવામાં આવ્યું હતું. ICCએ રોટેશન સિસ્ટમ લાગુ કરીને વન-ડે અને ટી-20 મેચમાં ટુર્નામેન્ટ કરવાનું નક્કી કર્યું. પહેલા ટી-20 એશિયા કપના ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ પહોંચ્યા હતા. ભારતે અહીં પણ પહેલો ટી-20 એશિયા કપ જીતી લીધો.

રાજકીય કારણોસર ટુર્નામેન્ટને UAEમાં શિફ્ટ

વર્ષ 2018માં 14મા એશિયા કપનું આયોજન ભારતમાં થયું હતું. પરંતુ અમુક રાજકીય કારણોસર આ ટુર્નામેન્ટને UAEમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. બાંગ્લાદેશ અને ભારત ફાઇનલમાં પહોંચ્યા હતા. અને ભારતે ફાઇનલમાં જીત મેળવીને એશિયા કપ જીતી લીધો હતો.

2020માં કોરોનાના લીધે એશિયા કપ ન રમાયો

22020માં 020માં કોરોનાના લીધે એશિયા કપનું આયોજન ન થયું હતું. ત્યારબાદ વર્ષ 2022માં 15મા એશિયા કપનું આયોજન UAEમાં કરવામાં આવ્યું હતું. આ વખતે ફાઇનલમાં પાકિસ્તાન અને શ્રીલંકા પહોંચ્યા હતા. જોકે, શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવીને જીત મેળવી હતી.

2023નો એશિયા કપ કોણ જીતશે ?

આ વર્ષે 2023માં 16માં એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવ્યું છે. ત્યારે તેની ફાઇનલ 17 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ વખતે ફરી શ્રીલંકા અને ભારત ફાઇનલમાં સામે-સામે રસશે. ત્યારે આ એશિયા કપ ભારત જીતશે કે શ્રીલંકા તે જોવું રહ્યું.