જન્મ અને પારિવારિક જીવન

શિન્ઝો આબેનો જન્મ જાપાનના ટોક્યોના જાણીતા રાજકીય પરિવારમાં 21 સપ્ટેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓનું 67 વર્ષની ઉંમરે આજે 8 જુલાઇ 2022ના રોજ મૃત્યુ થયું છે.

તેમના પિતા શિંતારો આબે અને માતા યોકો આબે છે. તેમના પરિવારે બીજા વિશ્વ યુદ્ધ પહેલા અને પછી જાપાનમાં નોંધપાત્ર આર્થિક પ્રભાવ પાડ્યો હતો.

શિન્ઝો આબેનું શિક્ષણ

શિન્ઝો આબે સેઇકેઇ જુનિયર અને સિનિયર હાઇસ્કૂલ તેમજ સેઇકેઇ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. તેમને આગળનો અભ્યાસ જાહેર વહીવટમાં કર્યો હતો.

ત્યારબાદ તેમને 1977માં સેઇકેઇ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ પોલિટિકલ સાયન્સની ડિગ્રી મેળવી હતી. શિન્ઝો આબે અમેરિકા સ્થળાંતરિત થયા અને તેમણે યુનિવર્સિટી ઓફ સાઉર્ધન કેલિફોર્નિયામાં સ્કૂલ ઓફ પોલિસી, પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટમાં પબ્લિક પોલિસીનો અભ્યાસ કર્યો હતો.

તેમણે એપ્રિલ 1979માં, કોબે સ્ટીલમાં કામ કરવાનું શરૂ કર્યું, અને 1982માં તેમણે સંસ્થામાં કામ કરવાનું છોડી દીધુ હતું.

સરકારમાં અલગ-અલગ હોદ્દાઓ પર કાર્ય

શિન્ઝો આબેએ સરકારમાં અનેક અલગ-અલગ હોદ્દાઓ પર કામ કર્યું હતું. જેમાં વિદેશ મંત્રીના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના સેક્રેટરી-જનરલના ખાનગી સચિવ અને એલડીપી જનરલ કાઉન્સિલના ચેરપર્સનના ખાનગી સચિવ હતા.

શિન્ઝો આબેનુ પારિવારિક જીવન

આબેએ 1987માં એકી માત્સુઝુકી સાથે લગ્ન કર્યા હતા. તે એક હાઇ પ્રાોફાઇલ સ્ત્રી અને ભૂતપૂર્વ રેડિયો ડીજે છે. તેમણેએ તેમના સ્પષ્ટવક્તા અભિપ્રાયો માટે “ડોમેસ્ટિક ઓપોઝિસન પાર્ટી” નું હુલામણું નામ મેળવ્યું છે, જે તેમના પતિ શિન્ઝો આબે કરતા એકદમ અલગ જ છે. શિન્ઝો આમ્બે અને માત્સુઝુકી નિ:સંતાન છે.

શિન્ઝો આબે અને રાજકારણ

શિન્ઝો આબે 1993માં જાપાનના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાયા હતા. તેઓ 1999 હેલ્થ અને વેલફેર કમિટીના ડાયરેક્ટર બન્યા હતા. તેમણે 2000 અને 2003 માં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) ના ડેપ્યુટી ચીફ કેબિનેટ સેક્રેટરી તરીકેની કામગીરી કરી હતી. 2005 માં તે LDPના ચીફ સેક્રેટરી બન્યા હતા.

વડાપ્રધાન પદ પર સૌથી લાંબો સમય

2006 માં શિન્ઝો આબે પ્રથમવાર જાપાનના વડાપ્રધાન બન્યા હતા. 2017 માં શિન્ઝો આબેએ ચૂંટણીમાં શાનદાર જીત મેળવીને ફરી વડાપ્રધાન બન્યા હતા. તેઓ જાપાનમાં વડાપ્રધાન પદ પર સૌથી લાંબો સમય રહેનાર વ્યક્તિ હતા.

શિન્ઝો આબેની હત્યા

શિન્ઝો આબેનું મૃત્યું આજે 8 જુલાઇ, 2022 ના રોજ થયું છે. અગામી ચૂંટણીના પ્રચાર સમયે શિન્ઝો આબેની હત્યા કરવામાં આવી છે. તેમણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું અકાળે મૃત્યુ થયું છે.

વાંચો: China અને Taiwan – ભૂતકાળ થી લઈને ભવિષ્ય સુધી

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.