‘એપલ અ ડે કીપ ડોક્ટર અવે’ આ કહેવત તો દરેકે સાંભળી જ હશે. સફરજન એક એવું ફળ છે જે દરેક જગ્યાએ આસાનીથી પ્રાપ્ત થઈ રહે છે. ભારતમાં સફરજન કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ તેમ જ સિક્કિમ જેવા ઠંડા તેમજ ઊંચાઈવાળી ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા રાજ્યોમાં થાય છે. ત્યારે ચાલો જાણીએ સફરજન વિશેની માહિતી…

ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ

સફરજન એક એવું ફળ છે, જે નાનાથી લઈને મોટા બધા લોકોને પસંદ આવે છે. સફરજન ખાવાથી શરીરમાં ઘણા બધા ફાયદાઓ થાય છે. સફરજન ખાવાથી શરીરમાં એક અલગ જ ઊર્જા જોવા મળે છે. સફરજનમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. તેનાથી શરીરમાં થતા વિવિધ પ્રકારના ઇન્ફેક્શન અને રોગો સામે લડવામાં મદદ મળે છે. તેથી જ ડોક્ટરો દરરોજ સફરજન ખાવાની સલાહ આપે છે.

ફાઇબરનો બહુ મોટો સ્રોત

દરરોજ સફરજનનું સેવન કરવાથી શરીરની ધમનીઓ સારી રીતે કાર્ય કરી શકે છે. સફરજન ફાઇબર યુક્ત ફળ છે. તેમાં ફાઇબરનો બહુ મોટો સ્રોત છે જે કોલેસ્ટ્રોલના ગઠ્ઠા થતાં રોકે છે. સફરજનનો રસ મોઢામાં બેક્ટેરિયાને મારે છે. તેથી દાંતને ઇન્ફેક્શનથી તો બચાવે જ છે આ સાથે-સાથે તેને મજબૂત પણ કરે છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ

જો વજન ઓછું કરવા માટે જો તમે ડાયટિંગ કરતા હોય તો તમારા ડાયટમાં સફરજનનો સમાવેશ કરવો જોઈએ. સફરજન ખાવાથી વ્યક્તિને ભૂખ લાગતાં વધુ કેલરીના સેવન વગર જ તે ભૂખ શાંત થઈ જાય છે. તે સિવાય સફરજન હૃદય, બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોલિફીનોલ્સ હોય છે, જે બ્લડ પ્રેશર ઘટાડી શકે છે. ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ સફરજન ખાવાથી ઘટાડી શકાય છે. તથા સફરજન તમારા પેટ અને આંતરડાને સ્વસ્થ રાખે છે.

સુંદરતામાં વધારો

સફરજનમાં નેચરલ સુગર હોય છે જે આપણને દિવસભર એનર્જેટિક રાખે છે. સફરજનમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમારા બ્લડ શુગરના લેવલને નિયંત્રિત કરે છે. જો તમને આ રીતે સફરજન ખાવાનું પસંદ નથી, તો તમે સફરજનને સ્મૂધી અથવા સલાડના રૂપમાં ખાઈ શકો છો. તમે તાજા સફરજનનો રસ પી શકો છો, પરંતુ જો તમે આખું સફરજન ખાઓ તો શ્રેષ્ઠ રહેશે. તેનાથી તમારી ત્વચા પર પણ ફરક પડશે.

અસ્થમાના જોખમમાં ઘટાડો

સફરજન એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર ફળ છે. સફરજન તમારા ફેફસાંને ઓક્સિડેટિવ ડેમેજથી બચાવવામાં મદદ કરે છે. તથા દરરોજ સફરજન ખાતા લોકોમાં અસ્થમાનું જોખમ 10 ટકા સુધી ઘટી જાય છે. સફરજનની છાલમાં જોવા મળતા ફ્લેવોનોઈડ ક્વેરસેટિન ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે અને ઈન્ફ્લેમેશન ઓછું કરવામાં મદદ કરે છે.

વધારે સેવનથી નુકસાન

જો સફરજનનું સેવન સીમિત માત્રામાં કરવામાં આવે એટલે કે, દિવસમાં એક સફરજનનું સેવન ફાયદાકાર હોય છે. પરંતુ, જો એનાથી વધુ સફરજનનું સેવન કરવામાં આવે તો નુકસાન પણ થઈ શકે છે. ત્યાં જ, ગેસ્ટ્રાઇટિસના દર્દીઓ જો ખાલી પેટે સફરજનનું સેવન કરે તો તેમને સમસ્યા થઈ શકે છે. દિવસમાં એક કરતાં વધુ સફરજન ખાય તો ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર લેવલ પણ વધી શકે છે. સફરજનમાં વિટામિન સી હોય છે, તેથી આ ફળનો વધુ પડતો ઉપયોગ દાંત અથવા દાંતના દંતવલ્કને નુકસાન પહોંચાડે છે.

ખાલી પેટ સફરજન ખાવું જોઈએ?

સફરજનમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. જો કોઈ વ્યક્તિ તેને વધારે ખાય તો તેનાથી તેને ઝાડા થઈ શકે છે. ગેસ અને એસિડિટીથી પીડિત લોકોએ પણ ખાલી પેટે સફરજન ખાવાનું ટાળવું જોઈએ. આ સાથે, કેટલાક લોકોને એલર્જીની પણ ફરિયાદ હોય છે, ચહેરા પર ફોલ્લીઓ દેખાય છે. સવારે વધુ પ્રમાણમાં સફરજનનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ સફરજનનું વધુ સેવન ન કરવું જોઈએ.

Categorized in:

Tagged in:

, ,